National

ભારત કતારની ભાવિ ભાગીદારી સ્થરિતા, ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને ઊર્જાના સ્તંભો પર આધારિત રહેશેઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ

ઇન્વેસ્ટ કતાર અને ઇન્વેસ્ટ ઇન્ડિયા વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે કહ્યુ કે ભારત-કતાર ભાવિ ભાગીદારી સ્થિરતા, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા તથા ઊર્જાના સ્તંભો પર આધારિત હશે. મંત્રીએ નવી દિલ્હીમાં ભારત-કતાર બિઝનેસ ફોરમના ઉદ્‌ઘાટન સત્રમાં આ વાત કરી હતી. કતાર રાજ્યના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી મહામહિમ શેખ ફૈઝલ […]

National

મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં ડમ્પર અને પીકઅપ વાન વચ્ચેની અથડામણમાં ૫ લોકોના મોત; ૧૨ ઘાયલ

મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં ડમ્પર અને પીકઅપ વાન વચ્ચેની અથડામણમાં પાંચ લોકોના કરૂણ મોત થયા હતા અને ૧૨ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત મામલે ભીંડ જિલ્લાના એસપી અસિત યાદવે જણાવ્યું હતું કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે લોકોના મોત સારવાર દરમિયાન થયા હતા. તેમણે […]

National

રાજસ્થાન પોલીસે ૨૦ કિલો ૮૨૦ ગ્રામ બ્રાઉન સુગર ક્રૂડ જપ્ત કરી; ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી

કરોડોની કિમતનું બ્રાઉન સુગર ડીઝલ ટેન્કમાં છુપાડીને લઈ જવામાં આવી રહી હતું રાજસ્થાન પોલીસ દ્વારા ડ્રગ્સ તસ્કરો સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પ્રતાપગઢ પોલીસે દાણચોરો સામેની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે અને કરોડોની કિમતનું બ્રાઉન સુગર ક્રૂડ ઝડપી લીધું છે, તેમજ પોલીસે ત્રણ દાણચોરોની પણ ધરપકડ કરી છે. રાજસ્થાન પોલીસ […]

International

ઓસ્ટ્રેલિયાએ વિદેશી રિયલ એસ્ટેટ રોકાણકારો પર ૨ વર્ષનો પ્રતિબંધ જાહેર કર્યો

ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીયો પર સંકટના વાદળો ઘેરાઇ રહ્યા તેમ લાગી રહ્યું છે ઓસ્ટ્રેલિયાએ ચાલુ રહેણાંક કટોકટીને સંબોધવાના પ્રયાસોના ભાગ રૂપે, ૧ એપ્રિલ ૨૦૨૫ થી વિદેશી રોકાણકારો દ્વારા હાલના ઘરો ખરીદવા પર બે વર્ષનો પ્રતિબંધ જાહેર કર્યો છે. આ નીતિનો ઉદ્દેશ્ય સ્થાનિક ખરીદદારો માટે વાર્ષિક આશરે ૧,૮૦૦ મિલકતો મુક્ત કરવાનો છે. આગામી સામાન્ય ચૂંટણીઓમાં મુખ્ય મુદ્દો, […]

International

ડેલ્ટા એરલાઇન્સનું વિમાન ટોરોન્ટોમાં લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થતાં ૧૯ લોકો ઘાયલ

કેનેડાના ટોરોન્ટોમાં ભયાનક વિમાન દુર્ઘટના કેનેડામાં ટોરોન્ટોના પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સનું વિમાનનું ક્રેશ-લેન્ડિંગ થયું હતું, જેમાં ૧૫ મુસાફરો ઘાયલ થયા હતા. એક અહેવાલમાં વિમાન મિનિયાપોલિસથી ટોરોન્ટો જઈ રહ્યું હતું અને લેન્ડિંગ દરમિયાન રનવે પર પલટી ગયું. ઘટનાસ્થળે હાજર પેરામેડિકલ સ્ટાફે પુષ્ટિ કરી કે અકસ્માતમાં બે મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે અન્ય […]

Gujarat

કનાયડા ગામડી ગામ પાસે ટ્રક ખાડામાં પલટી, એકનો બચાવ

ડભોઇ તાલુકાના કનાયડા ગામડી પાસે એલપી ગાડી પલટી ગઇ હતી. જેમાં એકનો આબાદ બચાવ થયો હતો. ગાડી મહારાષ્ટ્રથી કપાસ ભરીને કડી જતી હતી. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. ડભોઇથી કનાયડા ગામડી રોડ પર એક એલપી ગાડી ખાડામાં પલટી ગઇ હતી. જેમાં બેઠેલા લક્ષ્મણભાઈ પવાર ગાડીમાંથી બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય […]

Gujarat

રેલવેની બેદરકારીને લીધે ડભોઇ-સમલાયા વચ્ચે ચાલતું બ્રોડગેજ લાઇનનું કામ ખોરંભે

ડભોઇ સમલાયા બ્રોડગેજ રેલવે લાઇનનું કામ ક્યારે શરૂ થઇ, ક્યારે પૂર્ણ થશે? એ પ્રશ્ન હાલ ઉભો થયો છે. નવેમ્બર 2023માં બે વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની શરતે જે તે એજન્સીને વર્ક ઓર્ડર અપાયો હતો. જેને પોણા બે વર્ષ પૂર્ણ થયા છતાં હજુ જમીન સંપાદનના ઠેકાણા નથી. તો આ કામની એજન્સી કામ શરૂ કરે તો પણ ક્યારે […]

Gujarat

વિદ્યાર્થીઓએ ભેગા થઈને હોબાળો મચાવ્યો, મેનેજમેન્ટ હાય હાયના નારા લગાવ્યા

વડોદરાના સમા વિસ્તારમાં અયપ્પા ગ્રાઉન્ડ પાસે આવેલી બોય્ઝ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ભોજનમાં વંદો આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો હતો. વિદ્યાર્થીઓ ભેગા થઈ ‘હાય રે મેનેજમેન્ટ હાય હાય’ના નારા લગાવ્યા હતા. સાથે મેનેજમેન્ટને તાત્કાલિક અહીંયા બોલાવવા ભારે સૂત્રોચાર કરાયા હતા. આ અંગે ચિરાગ ગોરડિયાએ જણાવ્યું હતું કે, અહીંયા 400થી 500 વિદ્યાર્થીઓના મેરીટ આધારે એડમિશન આપવામાં આવે […]

Gujarat

એકપણ ટ્રાફિકનો જવાન નજરે ન પડ્યો, રોડ પર વાહનોના થપ્પા લાગતાં લોકો ત્રાહિમામ

ફરી મજૂરા ગેટથી રિંગ રોડ સુધી બે કિલોમીટર વિસ્તારમાં ટ્રાફિકજામ સર્જાયો હતો. સિટીનો આ મધ્ય ભાગ ત્રણથી ચાર કલાક માટે થંભી ગયો હતો. મજૂરા ગેટથી રિંગ રોડ તરફ જતા વાહનચાલકોને અહીંથી પસાર થતાં અડધો કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ટ્રાફિકજામના પગલે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આવા ટ્રાફિકમાં એકપણ ટ્રાફિક-પોલીસનો […]

Gujarat

સીએને રોકાણની સ્ક્રીમ આપી સરખેદી પરિવારે રૂપિયા 1.55 કરોડ પડાવ્યા, ત્રણ યુવક સાથે સુતરીયા બંધુ દ્વારા 65.76 લાખની છેતરપિંડી

કાપોદ્રા એલ.એચ. રોડ વિસ્તારમાં રહેતા સી.એ તેમજ તેના પરિવારના સભ્યો પાસેથી સરખેદી પરિવારે તેમની અલગ અલગ કંપનીઓમાં રોકાણ કરશો તો બીજી કંપનીઓ કરતા વધારે નફો મળશે અને તમારુ ફંડ પણ સિક્યોર રહેશે તેવી લોભામણી સ્ક્રીમ આપી રોકાણ કરાવ્યા બાદ નફા સાથે રૂપિયા ૧.૫૫ કરોડ પરત નહી આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ઓનલાઈન વેબસાઈટ […]