Gujarat

શ્રદ્ધાળુઓ માટે પાણી, છાસ, એર કૂલર અને મંડપની સુવિધા ઉપલબ્ધ

અંબાજી મંદિર ટ્રસ્ટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના જણાવ્યા મુજબ, મંદિર પરિસરમાં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટે પ્રવેશદ્વાર, ચાચર ચોક અને મંદિર પરિસરમાં પીવાનું પાણી, ઠંડી છાસ, વોટર અને એર કૂલર, મંડપ અને વોટર સ્પ્રિનકલર ફુવારાની વ્યવસ્થા કરી છે. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ […]

Gujarat

બ્લેક સ્પોટ્સ પર અકસ્માત રોકવા સાઈનેજ, સ્પીડ બ્રેકર અને વૃક્ષ કટિંગની સૂચના

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગ સલામતીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળી હતી. કલેક્ટરે બેઠકમાં અગાઉની મીટિંગમાં થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લામાં આવેલા બ્લેક સ્પોટ્સ પર અકસ્માતો અટકાવવા માટે વિશેષ સૂચનાઓ આપી હતી. માર્ગ સલામતી માટે સાઈનેજ મૂકવા, સ્પીડ […]

Gujarat

કથિત ઔદ્યોગિક પ્રદૂષણથી ખેડૂતો પાયમાલ

ઓખામંડળ તાલુકામાં કથિત ઔદ્યોગિક પ્રદુષણથી ખેડૂતો પાયમાલ થયા હોવાની ફરીયાદ સાથે પ્રાંત અધિકારીને આવેદન પાઠવી પગલાંની માંગ કરાઇ છે. ઓખામંડળ તાલુકામાં નાના-મોટા ઔદ્યોગિક એકમો દ્વારા કથિત રીતે પ્રદુષણ ફેલાવવાને લીધે આ વિસ્તારના ખેડૂતો પાયમાલ થયા હોવાની ફરીયાદ સાથે મંગળવારે દ્વારકા પ્રાંત અધિકારીને કિસાન કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી નકકર પગલાં લેવા માંગણી કરાઈ છે. આવેદનમાં જણાવ્યાનુસાર […]

Gujarat

દ્વારકામાં CNG સ્ટેશનના અભાવે વાહનધારકોને વ્યાપક મુશ્કેલી

યાત્રાધામ દ્વારકામાં સી.એન.જી. પંપ ઉપલબ્ધ ન હોવાના કારણે સી.એન.જી. રીક્ષા ચાલકો તેમજ અન્ય ગેસ આધારિત વાહનોને ગેસ ફીલીંગ કરવા માટે આશરે 30 કિમી દૂર કુરંગા સુધી ધકકો ખાવો પડે છે. આથી દ્વારકાના સી.એન.જી. રીક્ષાચાલકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ છે. આ રજૂઆતમાં જણાવ્યાનુસાર દ્વારકા આસપાસ સીએનજી પંપના અભાવે ગેસ […]

Gujarat

આરોપીને બે વર્ષની કેદ અને રૂ.15.82 લાખ વળતરનો આદેશ, મજૂર મોકલવાના બહાને ઠગાઈ કરનારની ધરપકડ

ખંભાળિયામાં એક મહત્વપૂર્ણ ચેક રિટર્ન કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. એ.ટી. ચાવડા એન્ડ કંપનીના પ્રોપરાઈટર અશોક તેજશીભાઈ ચાવડા સામે કોર્ટે બે વર્ષની કેદની સજા ફટકારી છે. કેસની વિગતો મુજબ, ફરિયાદી કમલેશભાઈ પાલાભાઈ વિંઝુડાને આરોપી પાસેથી કુલ રૂપિયા 15,82,000ની રકમ લેવાની હતી. આરોપીએ આ રકમ ન ચૂકવતા ખંભાળિયાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ […]

Gujarat

4 દિવસમાં 51 કિલોમીટર સુધી દંડવત પ્રણામ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, બેહ ગામમાં 30 એપ્રિલે જુંગીવારા ધામનો નવમો પાટોત્સવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામના ચિત્રકાર અરવિંદભાઈ ખાણધરે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે કેનેડીથી ટોબર, દ્વારકા સુધીની 51 કિલોમીટરની યાત્રા દરમિયાન અદભુત કામગીરી કરી છે. 14 દિવસના સમયગાળામાં તેમણે 24,123 દંડવત પ્રણામ સાથે પેઇન્ટિંગ કર્યું. આ અનોખી સિદ્ધિ માટે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાએ તેમને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા છે. અમદાવાદના ટાઇટેનિયમ સિટી સેન્ટર […]

Gujarat

ચીપ્સ સિસ્ટમે સ્પર્ધકોને હરાવ્યાં; 20 રાજ્યના 570+માંથી અસલી વિજેતાઓને ટ્રોફી અને પુરસ્કાર હજુ બાકી

17મી અખિલ ભારતીય ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભારતના 20 રાજ્યમાંથી 570થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ટેક્નિકલ ખામીના કારણે ઘણા હકદાર વિજેતાઓને અવગણવામાં આવ્યા હતા અને ખોટી રીતે બીજા સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, તંત્રે આ ખામી સ્વીકારી અને સમિતિ રચીને 20 દિવસ પછી નવા વિજેતાઓ જાહેર કર્યા હતા. પોલીસ દોડ અને અન્ય […]

Gujarat

દેલવાડા ગામે માર્ગનું કામ અધૂરું, સ્કૂલ રિક્ષા બંધ થઈ

દેલવાડા ગામે માર્ગનું કામ તંત્રએ અધુરૂં મૂકી દેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે છતાં તંત્ર ઊંઘી રહ્યું છે. ઊનાના દેલવાડા ગામે મનરેગા યોજના હેઠળ બાલા હનુમાનજી મંદિર થી રામપરા સિમ હદ સુધી અંદાજીત 1155000/ ના ખર્ચે મેટલ રોડ બનાવવા માટેનું કામ શરૂ થયું હતું. આ કામ ચાલુ થતાં બાલા હનુમાનજી વિસ્તાર સરકારી […]

Gujarat

પ્રાંસલી યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ

પ્રાસલી યાર્ડમાં ચણાની ખરીદીની શરૂઆત થતા ખેડૂતોમાં રાહત પ્રસરી હતી. સુત્રાપાડા એ.પી.એમ.સી. પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં ચણા ની સરકારી ટેકાના ભાવ પ્રતિ મણ 20 કિલોના રૂ. 1130/- થી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ તકે સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિલીપભાઇ બારડ સહિતના હાજર રહ્યા હતા.ચણાના ઉત્પાદકો તમામ ખેડૂતોને થયેલ રજીસ્ટ્રેશન મુજબ મેસેજ મોકલવામાં આવશે તે પ્રમાણે ખેડૂત […]

Gujarat

17,514 બોટલ દારૂ કેસમાં વધુ ત્રણ આરોપી ઝડપાયા, નવસારી જેલમાંથી કસ્ટડી લેવાઈ

મોરબી એલસીબી પોલીસે 1.11 કરોડના દારૂ કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓને નવસારી જેલમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ગત જાન્યુઆરીમાં મોરબી નજીક શનાળા ગામની સીમમાં આનંદ પાર્ટી પ્લોટની પાછળ આવેલા ભૂમિ ગોડાઉનમાંથી એસએમસીની ટીમે દારૂનો મોટો જથ્થો પકડ્યો હતો. આ દરોડામાં 17,514 દારૂની બોટલ, ત્રણ વાહન, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને […]