સોમનાથ મહાદેવ મંદિરમાં આ વર્ષે શ્રાવણ માસમાં થતી ભીડ બાદ મંદિરમાં પ્રવેશતા અને બહાર નીકળતા ભાવિકો સામસામાં ભટકાય એવું નહીં બને, પરિણામે મંદિરના સંકુલમાં ભીડ પણ જમા નહીં થાય. જ્યાં જૂનું એસટી બસ સ્ટેશન હતું ત્યાંથી હવે ભાવિકોને પ્રવેશ અપાય છે, જૂની એન્ટ્રી જ્યાંથી થતી ત્યાંથી હવે ભાવિકો બહાર નીકળશે. મંદિર સંકુલમાં 30 હજાર ચોરસ […]
Author: JKJGS
રેલવે પોલીસની સી-ટીમે 3 વર્ષમાં ઘર છોડી ગયેલા 45 લોકોને સલામત રીતે પરિવારને સોંપ્યા
જૂનાગઢ રેલવે પોલીસની ‘શી’ ટીમ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ઘર છોડીને નીકળી ગયેલા 45 લોકોને સલામત રીતે તેમના પરિવારને સુપ્રત કર્યા છે. પોલીસ ટીમની પૂછપરછમાં મહિલાઓ ઘર કંકાસ, બાળકો માતા પિતાએ ઠપકો આપ્યો હોય, વૃદ્ધો તેમજ પુરૂષો માનસિક અસ્વસ્થતાના કારણે ઘર છોડી દેતા હોવાના ચોંકાવનારા કારણો સામે આવ્યા છે. બીજી તરફ જૂનાગઢ રેલવે પોલીસની […]
ઓટોરિક્ષામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચે રૂ. 1 લાખથી વધુનાં મુદ્દામાલ સાથે આરોપીને દબોચ્યો
રાજકોટમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે ઓટોરિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરીનો ભાંડો ફોડી નાખી એક શખ્સને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચનાં પેટ્રોલિંગ દરમિયાન જામનગર રોડનાં સાંઢિયા પુલ પાસેના હુડકો ક્વાર્ટર શેરી નંબર-1માં ઓટોરિક્ષામાં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડી પોલીસે વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 113 બોટલો […]
શ્રાવણના પ્રારંભે શિવમંદિરમાં ભસ્મ આરતી કરાઈ, મંદિર પરિસર હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું, ભોળાનાથને રિઝવવા ભક્તો ઉમટ્યાં
આજે જામનગર શહેરમાં આવેલ પ્રસિદ્ધ વેદનાથ મહાદેવ મંદિરમાં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની જેમ ભસ્મ આરતી કરવામાં આવી. શ્રાવણ માસના પ્રારંભે જ પ્રથમ સોમવારે ભોળાનાથને આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપડી પડ્યા હતા. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમવારે સવારે શહેરમાં આવેલ પ્રસિદ્ધ વેદનાથ મહાદેવ મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવશે. ત્યારબાદ મહાદેવની પૂજા, અર્ચના અને […]
ભરૂચ જીલ્લામાં દિવાસાના દિવસે ભક્તોની દશા સુધારનાર દશામાંની સ્થાપના : દશ દિવસ ભક્તો ભક્તિમાં લીન બનશે
ભરૂચ જીલ્લામાં અષાઢ વદ અમાસ એટલે દિવાસો અને આ દિવસથી ધાર્મિક માસનો પ્રારંભ થવા સાથે ભક્તોની દશા સુધારનાર દશામાંના વ્રતનો પ્રારંભ થતા ભક્તોએ માતાજીની ભક્તિભાવ પૂર્વક સ્થાપના કરી દશ દિવસ માતાજીની ભક્તિ સાથે ઉપાસના કરી અંતિમ દશ દિવસ બાદ દશામાંનું વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરનાર છે. ભરૂચ સહીત ગુજરાતભર માં દશામાંના વ્રતનો મહિમા વધી રહ્યો […]
આદિવાસીઓનું સુમેળભર્યું સંગમ: આદિ બજાર ભારતની સ્વદેશી વારસાની સમૃદ્ધિનું અનાવરણ કરે છે
આદિવાસી ઉદ્યોગસાહસિકતા, કલાત્મકતા, સંસ્કૃતિ, અને વેપારના સંગમને પ્રતિબિંબિત કરતી અસાધારણ ઉજવણીમાં, ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણના માનનીય મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડીંડોર. “આદિ બજાર” ના ભવ્ય ઉદઘાટન માટે ઉમદા આમંત્રણ છે. આ ભવ્ય પ્રસંગનું આયોજન ટ્રાઈફેડ ગુજરાતના રિજનલ મેનેજર શ્રી. અજીત વાછાણી અને ટ્રાઇફેડ ગુજરાત ટીમ દ્વારા શુક્રવાર, 2જી ઓગસ્ટ, 2024 […]
સાવરકુંડલા શહેર હરિયાળુ બનાવવાનો પ્રયાસ સાવરકુંડલા સદભાવના ગ્રુપના દ્વારા એક હજાર રોપાનું વિતરણ કરાયું
એક પેડ માં કે નામ સાવરકુંડલા ખાતે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરતા સદભાવના ગૃપ દ્વારા શહેરના લોકો પોતાના આંગણામાં વિવિધ પ્રકારના ફૂલછોડ વાવી અને ઉછેરી શકાય તેવા શુભ હેતુથી ગ્રીન સન્ડે ગ્રીન સાવરકુંડાના શીર્ષક હેઠળ રિદ્ધિ સિદ્ધિ ચોકચોક ખાતે વિનામૂલ્યે ૧૦૦૦ રોપાનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય ઉષામૈયા શિવ દરબાર આશ્રમ (કાનાતળાવ) ના આશીર્વાદથી […]
સાવરકુંડલા શહેરના શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શાળાકીય જિલ્લા કક્ષાની બેઝ બોલ સ્પર્ધાને ખુલ્લી મુકતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા
તારીખ ૪-૮-૨૪ ને રવિવારનાં રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે શાળાકિય જિલ્લા કક્ષાની અંડર ૧૪,૧૭ અને ૧૯ બેઝ બોલ સ્પર્ધા ગુજરાત સરકારશ્રી નાં રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃ્તિઓના વિભાગ તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અમરેલી દ્વારા ૬૮ મી અખિલ ભારતીય શાળાકિય બેઝ બોલ સ્પર્ધાનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાનાં યજમાન પદે થયું હતું જે […]
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરની સરાહનીય કામગીરી સામે આવી
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરની સરાહનીય કામગીરી સામે આવી છે. પેરા લીગલ વોલિયેન્ટર પી.એલ.વી ઇરશાદભાઈ ખાલપા, વીશ્વરાજસિંહ ગોહિલ તથા મોહમ્મદ કૈફભાઈની સરાહણીય કામગીરી સામે આવી છે. છોટાઉદેપુર ખાતે રાત્રી દરમિયાન બસ ડેપો ખાતે મુલાકાત કરતા બસ ન મળતા અટવાયેલા મુસાફરોને સરકાર તરફથી રેહવા માટે મળતી રેન બસેરાની સુવિઘા વિશે સમજણ આપવામાં આવી હતી. છોટાઉદેપુર […]
માંગરોળ શહેરમાં ઠેરઠેર ખાડાઓનુ સામ્રાજ્ય..
મુખ્ય રસ્તાઓ પર ખાડાઓ ખાબોચીયાના સામ્રાજ્ય થી રાહદારીઓ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં રસ્તાઓથી પ્રજા ત્રસ્ત તંત્ર મસ્ત જેવો ઘાટ છે છેલ્લા ઘણા સમયથી માંગરોળ શહેરમાં વરસાદ વરસતા મોટાભાગના રસ્તાઓનુ ધોવાણ થતા જ્યાં જુઓ ત્યા ખાડા અને પાણીના ખાબોચીયાઓથી લોકો પરેશાન છે રસ્તાઓનુ ધોવાણ થતા ખાડાઓમાં તેની કાકરીઓ ભરાઈ જતા […]










