કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નાણા છેલ્લા બે વર્ષથી તબીબોને ચૂકવવામાં ન આવતા હોવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા તબીબોએ હડતાલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે. સરકાર પૈસા ચૂકવતી ન હોવાથી તબીબોને હોસ્પિટલ ચલાવવી તેમજ ખર્ચ કાઢવા પણ મુશ્કેલ બની ગયા છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લોકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ મફતમાં મળી રહે […]
Author: JKJGS
પાલનપુરમાં માનસરોવરની દીવાલ ધરાશાયી
શહેરના માનસરોવર તળાવમાં છ મહિનાથી ચાલી રહેલી તળાવની સફાઈ કાર્ય દરમિયાન તળાવમાંથી હજારો કિલો જળકુંભી બહાર કાઢવામાં આવી છે. દરમિયાન શુક્રવારે સાંજે તળાવની દીવાલનો એક ભાગ અચાનક જમીનદોસ્ત થયો હતો જેમાં દીવાલની ઉપર જ ઉભેલા ડૉ.રવિ સોનીનો બચાવ થયો હતો.રવિ સોનીએ જણાવ્યું કે માનસરોવરમાં જગ્યા જગ્યાએથી દીવાલો પાણીના વધુ પડતા પ્રેશરના લીધે તૂટી છે. પાલિકા […]
સરકારી કર્મીઓનું ગાંધીનગરમાં હલ્લાબોલ બ.કાં.નાં 2500 શિક્ષકો આંદોલનમાં જોડાયા
પડતર માંગણીઓને લઈને શિક્ષકોનું જિલ્લાકક્ષાનું આંદોલન હવે પાટનગર સુધી પહોંચ્યું હતું. શુક્રવારે બનાસકાંઠાનાં 2500 શિક્ષકો એક દિવસની સીએલ પર ઉતરી ગાંધીનગર આંદોલનમાં જોડાઈ ગાંધીનગરમાં હલ્લાબોલ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયકુમાર બી. દવેએ જણાવ્યું હતું કે ‘જુની પેન્શન યોજના અને પડતો પ્રશ્નો બાબતે સરકાર દ્વારા સમાધાન થવા છતાં ઠરાવો ન થવાના કારણે […]
ગબ્બર પર ચૌદસની રાત્રે માતાજીની આરતીમા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા; માતાજીનો આશીર્વાદ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશના કરોડો લોકોની આસ્થામાં અંબાથી જોડાયેલી છે. જેને લઇને દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના ચરણે શીશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે. માતાજીના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં ભક્તો અંબાજીથી 3 kmના અંતરાલે આવેલું ગબ્બર ગોખના દર્શન કરવા જતા […]
રોહિત શર્મા મેચની વચ્ચે કેમેરાપર્સન પર ભડક્યો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Iભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા DRS રિવ્યુ દરમિયાન કેમેરાપર્સન પર ભડકી ગયો હતો. રિવ્યુ દરમિયાન કેમેરાપર્સન સતત મોટી સ્ક્રીન પર રોહિતને દેખાડી રહ્યા હતા. જેના કારણે ગુસ્સે થઈને રોહિતે તેને રિપ્લે બતાવવાની સલાહ આપી હતી. […]
લોકસભા: કોંગ્રેસ-આપ વચ્ચે સીટ વહેંચણી અંગે ડીલ ફાઈનલ, ગુજરાત સહિત 6 રાજ્યોમાં સમજૂતી
AAP-Congress alliance : લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ડીલ ફાઈનલ થઇ ચૂકી છે. મુકુલ વાસનિકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દિલ્હીની આમ આદમી પાર્ટી દિલ્હીમાં 4 બેઠકો પર લડશે જ્યારે કોંગ્રેસ 3 બેઠક પર લડશે. ચંડીગઢમાં લોકસભા સીટ અને ગોવાની બંને સીટો પર કોંગ્રેસ જ તેના ઉમેદવારો ઉતારશે. જ્યારે […]
દ્વારકા ક્ષેત્રના પ્રવાસનને વેગવંતો બનાવવા દ્વારકામાં પ્રધાનમંત્રીના આગમન પૂર્વે શરૂ થયેલી પરંપરાઓ કાયમી ધોરણે ચાલુ રાખવા ઉઠતી માગ
ઠાકોરજીને સુકામેવા મનોરથ યોજાયા દ્વારકાધીશ આજરોજ સવારે ઠાકોરજીના શૃંગાર દર્શન – આરતી સમયે સુકા મેવા મનોરથ દર્શન ઠાકોરજીના ભાવિક ભક્ત દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી યોજવામાં આવ્યો હતો. આ દિવ્ય મનોરથના દિવ્ય દર્શનનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત ઓનલાઈનના વિવિધ માધ્યમોથી દેશ વિદેશના લાખો કૃષ્ણભકતોએ નિહાળી ભાવવિભોર બન્યાં હતા. ઉલ્લેખનીય છે કે, […]
જસદણના કલાકાર અને RK યુનિ.ના વિદ્યાર્થીઓએ લાકડામાં કોતરણી કરી થ્રી ડાયમેન્શનલ એઇમ્સનું પ્રતિકૃતિ મોડેલ બનાવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના રૂ.48 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાના છે. ત્યારે, આતિથ્ય માટે જાણીતી સૌરાષ્ટ્રભૂમિ પર તેમનું અદકેરું અભિવાદન કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ જિલ્લાના જસદણના કલાકાર દ્વારા તૈયાર કરાયેલી વુડ કાર્વિંગ ઓક્સોડાઈઝ એઇમ્સ મોડેલ અને રાજકોટની આર.કે. યુનિવર્સટીના વિદ્યાર્થીઓ […]
વર્લ્ડક્લાસ ICU અને ઓપરેશન થિયેટર્સ, એન્ટ્રી ગેટથી IPD સુધી, પહેલીવાર જુઓ ખૂણેખૂણાનો નજારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં જેમનો સમાવેશ થાય તેવી ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટમાં આકાર લઇ રહી છે. જેમાં હાલ OPD સેવા છેલ્લા બે વર્ષથી કાર્યરત છે અને હવે IPD સેવા પણ આગામી માર્ચ મહિનાથી શરૂ થવા જઇ રહી છે. આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. ત્યારે વડાપ્રધાનના […]
ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધામાં 450 દિવ્યાંગ બાળકો જોશભેર જોડાયા
જામનગરમાં સ્પેશિયલ ખેલ મહાકુભની વિવિધ સ્પર્ધાઓમાં 450 દિવ્યાંગ બાળકોએ જોશભેર ભાગ લીધો હતો. દોડ, સોફટબોલ, ગોળાફેંક, લાંબી કૂદ સહિતની રમત યોજાઇ હતી. જામનગરમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા આયોજીત પેરા સ્પોર્ટસ એસોસિએશન દ્વારા સંચાલિત માનસિક ક્ષતિગ્રસ્ત 8 થી 15 વર્ષના બાળકો […]