તારીખ ૧૧/૦૩/૨૦૨૪ના રોજ સાવરકુંડલા આહીર બોર્ડિંગ ખાતે આહીર સમાજની એક મીટીંગ થઈ. જેમાં સાવરકુંડલા આહીર સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, કમિટીના સભ્યો તથા આહીર સમાજના અન્ય અગ્રણીઓ દ્વારા સમાજને સફળતા તરફ કેમ લઈ જવો તેની ખૂબ સુંદર ચર્ચાઓ થઈ. જેમાં સાવરકુંડલા આહીર સમાજનાં ઘરે કોઈપણ પ્રસંગ હોય ત્યારે સૌએ સાથે જવું, ખડા પગે રહેવું, એકસરખો ચાંદલો – […]
Author: JKJGS
દૈનિક રાશિફળ – તા. ૦૧-૦૪-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. પત્નીના કામોમાં હસ્તક્ષેપ […]
મામલો શાંત પાડવા માટે સી આર પાટીલે બાજી પોતાના હાથમાં લેવી પડી
પુરુષોત્તમ રૂપાલાને લઈને વિવાદ વધુ વકર્યો લોકસભામાં રાજકોટથી ભાજપના ઉમેદવાર તરીકે પોતાના નામની જાહેરાત બાદ સતત ચર્ચામાં રહ્યાં છે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા. એક તરફ રૂપાલાને રાજકોટમાં ભાજપનો આંતરિક વિરોધ નડી રહ્યો છે. બીજી તરફ ખુદ રૂપાલાના એક નિવેદન બાદ વિરોધનો વંટોળ ઉભો થયો છે. રૂપાલાએ જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજ અંગે કરેલાં એક નિવેદનને […]
પાટીદારો પર થયેલા અત્યાચારનો બદલો લેવા અહ્વાન કરાયું
પાટણ લોકસભા બેઠક પર પાટીદાર અનામતનો મામલો ઉઠયો ભાજપને એનકેન પ્રકારે પરાસ્ત કરવું પડશે. ભાજપને સત્તાનું અભિમાન છે : રેશ્મા પટેલ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે ગુજરાતની બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાતની સાથે જ ભડકો થયો છે. એવામાં હવે પાટણમાં પાટીદારોએ શક્તિ પ્રદર્શન કર્યું છે. પાટીદાર અનામત આંદોલનનો મુદ્દે ફરી એકવાર લોકસભા […]
અમદાવાદ એરપોર્ટથી બેંગકોક, કુઆલાલંપુર અને જેદ્દાહ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટ શરૂ થશે
ગુજરાતીઓ હરવા ફરવાના ખુબ શોખીન હોય છે. એમાંય ઉનાળો આવતા પહેલાં તો હરવા ફરવાનો પ્લાન પણ તૈયાર થઈ ગયો હોય છે. જાેકે, દર વખતે ફોરેન ટુર માટે તમારે અમદાવાદથી વાયા મુંબઈ થઈને જવું પડતું હતું. ઘણાં સ્થળો એવા હતાં જેની ફ્લાઈટ વાયા મુંબઈથી જતી હતી. જાેકે, હવે હરવા ફરવાના શોખીનો માટે મોટી ખુશખબર છે. હવે […]
સુરતમાં પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા જતા રહસ્યમય રીતે નીચે પટકાતા મોત
સુરતના ડીંડોલીમાં ૨૦ વર્ષીય પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા જતા રહસ્યમય રીતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જે ગેલેરીમાંથી યુવતી નીચે પટકાઇ તે યુવતીની હાઇટથી થોડી જ નીચે હોવાથી પડી જાય તેવી શક્યતા નથી. જેથી યુવતીએ કૂદીને આપઘાત કર્યો હોવાની આશંકા છે. જ્યારે યુવતીએ થોડા સમય પહેલા હાથની નસ પણ કાપી હોવાનું પતિએ જણાવ્યું […]
અમદાવાદ કોર્પોરેશનની તિજાેરી ખાલી રહેતા ઘણાં વિકાસના કામો અટક્યા
ઢીલી નીતિને કારણે કોર્પોરેશનને ૭૦૦ કરોડથી વધુ રકમનું નુકસાન રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકામાં અંધરે વહીવટ ચાલતો હોય તેમ લાગી રહ્યું છે. કોર્પોરેશનના નઘરોળ અધિકારીઓના પાપે કરોડો રૂપિયાનું દેખીતું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ અધિકારીઓનું પેટનું પાણી પણ નથી હલી રહ્યું છે. રાજ્યની સૌથી મોટી અને સૌથી વધુ આવક ધરાવતું કોર્પોરેશન એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…વિવિધ […]
સુરત નાનપુરા વિસ્તારમાં માત્ર ૪૦૦ રૂપિયાની લેતી દેતી મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો
સુરત નાનપુરા વિસ્તારમાં માત્ર ૪૦૦ રૂપિયાની લેતી દેતી તેમાં મિત્રએ જ મિત્રને ગડદાપાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્રને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર હત્યારો અને મૃતક બંને હમવતનીઓ છે. જ્યાં હત્યારાએ મૃતકને ૪૦૦ રૂપિયા હાથ-ઉછીના આપ્યા હતા. જે રૂપિયા પરત ન કરતા બંને […]
અમદાવાદ સહિત રાજયનાં કેટલાંક શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચશે
આગાહી : આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગરમી રેકોર્ડ તોડી શકે છે ગરમીનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે. ગુજરાતના લોકો રીતસર કાળજાળ ગરમીથી શેકાઈ રહ્યાં છે. જે પ્રમાણેની આગાહીઓ આવી રહી છે એ જાેતા તો એવું લાગે છેકે, આ તો હજુ શરૂઆત જ છે. આ તો હજુ ટ્રેલર છે, ગરમીનું પિક્ચર તો હજુ બાકી છે. […]
રાજસ્થાન વિરુદ્ધ મેચમાં વિકેટ ગુમાવતા પંતે પોતાના બેટને ગુસ્સામાં આવી દિવાલ પર માર્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૭મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમે પોતાની શરુઆતની બંન્ને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં ૧૨ રનથી હાર મળ્યા બાદ દિલ્હીની ટીમના કેપ્ટન રિષભ પંત ખુબ દુખી જાેવા મળ્યો હતો. કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ અંદાજે ૧૪ મહિના બાદ પંત મેદાન પર ઉતર્યો છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ […]










