Sports

રાજસ્થાન વિરુદ્ધ મેચમાં વિકેટ ગુમાવતા પંતે પોતાના બેટને ગુસ્સામાં આવી દિવાલ પર માર્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૭મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમે પોતાની શરુઆતની બંન્ને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં ૧૨ રનથી હાર મળ્યા બાદ દિલ્હીની ટીમના કેપ્ટન રિષભ પંત ખુબ દુખી જાેવા મળ્યો હતો. કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ અંદાજે ૧૪ મહિના બાદ પંત મેદાન પર ઉતર્યો છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ પહેલી મેચમાં પણ પંતના બેટમાંથી કોઈ ખાસ પ્રદર્શન જાેવા મળ્યું ન હતુ. તો રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં તે પિચ પર સમય પસાર કર્યા બાદ પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો , ત્યારબાદ તે ગુસ્સાને કાબુમાં રાખી શક્યો નહિ.

પેવેલિયન થી પરત ફરતી વખતે પંતે પોતાને બેટને ગુસ્સામાં આવી દિવાલ પર માર્યું હતુ. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દિલ્હી કેપિટ્‌લસની ટીમ આ મેચમાં ૧૮૬ના સ્કોરનો પીછો કરી રહી હતી. તેમણે ૧૩ ઓવર પૂર્ણ થયા બાદ ૧૦૫ રન બનાવી લીધા હતા. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ તરફથી ૧૪મી ઓવર નાંખવા આવેલા યુઝવેન્દ્ર ચહલે સ્ટ્રાઈક પર ઉભેલા પંતને બોલ નાંખ્યો આ દરમિયાન પંતના બેટમાંથી અથડાય બોલ સીધો વિકેટકીપર સંજુ સેમસન પાસે ગયો હતો.

આ રીતે પંત આઉટ થતાં ખુબ પરેશાન જાેવા મળી રહ્યો હતો. આ મેચમાં દિલ્હી કેપિટ્‌લસની ટીમના બોલરોએ શાનદાર શરુઆત કરી હતી અને ૧૫ ઓવર સુધી રાજસ્થાન રોયલ્સની ટીમને માત્ર ૧૦૮ રન જ બનાવવા દીધા હતા. ત્યારબાદ રિયાન પરાગની વિસ્ફોટક ઈનિગ્સમાં આ મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમની સ્થિતિ મજબુત થઈ હતી. પરાગના બેટમાંથી ૪૫ બોલમાં ૮૪ રનની ઈનિગ્સ રમી હતી. જેમાં ૭ ચોગ્ગા અને ૬ સિક્સ સામેલ છે. રાજસ્થાનની ટીમે પોતાની શરુઆતની બંન્ને મેચ જીત્યા બાદ ૪ અંક સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે.