‘શંકરાચાર્ય ગુરૂકુલમ્’ના ઋષિકુમારો ઝળક્યા વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા આયોજીત જ્યોતિષ, વ્યાકરણ તથા વેદ વિષયોમાં પ્રથમા અને મધ્યમા કક્ષાની રાજયસ્તરીય સ્પર્ધામાં શંકરાચાર્ય ગુરુકુલમના વિદ્યાર્થીઓએ વડોદરા ખાતે ભાગ લીધો હતો. જેમાં મધ્યમ કક્ષાનો છાત્ર શુકલા પ્રશાંતે જયોતિષ વિષયમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી પ્રમાણપત્ર તથા રોકડ રૂા. 7000નો પુરસ્કાર પ્રાપ્ત કરેલો તથા પ્રથમા કક્ષાના છાત્ર પંડ્યા […]
Author: JKJGS
ખંભાળિયામાં આવતીકાલે ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી નીકળશે, પૂજન અર્ચન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે
ખંભાળિયાના પાદરમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ શ્રી ખામનાથ મહાદેવ મંદિરની વરણાંગી દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી પર્વ નિમિત્તે યોજવામાં આવી છે. આગામી શુક્રવાર તારીખ 8ના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખંભાળિયા શહેરમાં આવેલા આશરે પાંચ સદી જુના પ્રાચીન એવા ખામનાથ મહાદેવ મંદિરની વરણાંગીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે શુક્રવારે સવારે 9 વાગ્યે આ […]
જાંબુડા ગામમાં સાંસદના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના 296 સ્વ સહાય જૂથોની મહિલાઓને 132 લાખની સહાય ચૂકવાઈ
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં રાજ્યના વિવિધ સ્થળોએ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 13 હજારથી વધુ સ્વ સહાય જૂથોની 1.30 લાખ જેટલી મહિલાઓને રૂ.250 કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી હતી.જે કાર્યક્રમ જામનગર જિલ્લામાં જાંબુડા ઉપરાંત કાલાવડ, લાલપુર, જામનગર શહેર મળી વિવિધ પાંચ સ્થળોએ પણ યોજાયો હતો.જેમાં જાંબુડા ખાતે સાંસદ […]
જામનગરમાં સ્ટાઈપેન્ડ મુદ્દે ડીનને રેસિડેન્ટ ડોકટરોએ આવેદન આપ્યું
જામનગર જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા રેસિડેન્ટ ડોક્ટટર્સના સ્પાઇપેન્ડમાં વધારો કરવાની માંગને લઈને એમ પી શાહ સરકારી મેડિકલ કોલેજના ડીંનને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આરોગ્ય અને પરિવારનો વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્ર મુજબ ત્રણ વર્ષે રેસીડન્ટ ડોક્ટરનું નિયત કરેલ જોગવાઈ અનુસાર એટલે કે ઓછામાં ઓછું 40% સ્ટાઈંપેન્ડમેક વધારવામાં આવે. 2021 બાદ 2024 માં […]
છોટાઉદેપુરની સુખી જળાશય યોજનાની કેનાલોનું રૂપિયા 225 કરોડના ખર્ચે આધુનિકરણ તેમજ 85 કરોડના ખર્ચે પાણી પુરવઠાના બે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરાયું
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સન્માન સુખી જળાશય યોજના જેની કેનાલો જર્જરીત હતી, વર્ષોથી ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય વિધાનસભાના ધારાસભ્યોના પ્રયાસોથી સરકારે તમામ કેનાલોનું આધુનિકરણ કરવાની કામગીરી હાથ ઉપર લઇ અને રૂપિયા 225 કરોડના ખર્ચે નહેરોનું આધુનિકરણ કરવાનુ કામ મંજૂર કરાયું. આજે જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા હસ્તે ખાતમુહુર્ત કરાતાં ખેડૂતોમાં […]
નારી શક્તિ વંદના વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત સંખેડા ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબહેનના અધ્યક્ષ પદે યોજાયો
વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત સંખેડામાં ૭૩ જૂથોને ૧ કરોડ ૯ લાખથી વધુની સહાય વિતરણ વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત માન.વડાપ્રધાનશ્રી વર્ચ્યુઅલ ઉપસ્થિતી અને માન મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પાટણ ખાતે “નારી શક્તિ વંદના” કાર્યક્રમ યોજાયો હતો. રાજયના ૧૮૨ વિધાનસભા મત વિસ્તારમાં માન.ધારાસભ્યશ્રી, માન.સાંસદ સભ્યશ્રી અને સ્થાનિક પદાધિકારીની ઉપસ્થિતીમાં ૧૩ હજારથી વધુ સ્વ સહાય જૂથની ૧ […]
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડૂંગરવાટ ગામે પાણી પુરવઠા મંત્રીએ પાણી પુરવઠા દ્વારા બનાવામાં આવતા સંપની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ કેટલા ગામોને પીવાનું પાણી મળશે તેની ચકાસણી કરી હતી
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઊંડાણના ગામોમાં પીવાનું પાણી સુદ્ધ મળે તે માટે બોડેલી પાસેથી નર્મદા મેઈન કેનાલમાંથી પાણી ડુગરવાટ ગામે સંપમા લાવવામા આવશે. અને 56 ગામોને પીવાનું પાણી ફિલ્ટર વાળું મળે તે માટેની સુવિધા ઊભી કરવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તેની નજીકમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા […]
138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકા માં કવાંટ apmc માર્કેટ ખાતે આજરોજ વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો,સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા.
138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકા માં કવાંટ apmc માર્કેટ ખાતે આજરોજ વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો, નારી શક્તિને પ્રોત્સાહન ઉજાગર કરવા માર્ગદર્શન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા, 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, પ્રદેશના ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, […]
“નારી તુ ના હારી”ના સૂત્રને સાર્થક કરતા છોટાઉદેપુર વિધાનસભાના મહિલા સ્વસહાય જૂથોને રૂ. ૫૪ લાખની સહાયનું વિતરણ
વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું મહિલાશક્તિને વર્ચ્યુઅલી સંબોધન વિકસિત ભારત વિકસિત ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ સમગ્ર દેશના ૨૦ હજાર કરતા વધારે સ્થળો પર વડાપ્રધાનના વરદ હસ્તે વર્ચુઅલ માધ્યમથી નારી શક્તિ વંદના કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારીશક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું […]
છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ ઓરસંગ નદી કિનારે રિવરફ્રન્ટ માટે સરકારમાં દરખાસ્ત કરવાની હોય જેને લઇને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત સંબંધીત વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી
છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકારમાં છોટાઉદેપુર નગરમાં આવેલ ઓરસંગ નદી કિનારે રિવરફ્રન્ટ બનાવવા માટે રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઈને સરકાર તરફથી દરખાસ્ત મંગાવવામાં આવી છે. આ દરખાસ્તને લઈને આજે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, છોટાઉદેપુર નગર પાલિકાના ચીફ ઓફિસર અને છોટાઉદેપુરના મામલતદાર અને નગરપાલિકાના વહીવટદારની ઉપસ્થિતિમાં સ્થળની મુલાકાત છોટાઉદેપુર વિધાનસભાના […]










