Gujarat

શ્રી સિદ્ધેશ્વર મહાદેવના 38મા પાટોત્સવની ઉજવણી

યાત્રાધામ ચાંદોદ ખાતે આવેલા વેદાશ્રમમાં સ્થાપિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવના 38મા પાટોત્સવની વિવિધ ધાર્મિક આયોજનો સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી 108 મહામંડલેશ્વર બ્રહ્મલીન સ્વામી દયાનંદ વેદપાઠીજી મહારાજ દ્વારા વર્ષો પહેલાં યાત્રાધામ ચાંદોદના પશ્ચિમ વિભાગે પાઠક શેરી વિસ્તારમાં વેદાશ્રમની સ્થાપના કરાઇ હતી. જે બાદ વેદાશ્રમ સંકુલમાં શ્રીસિદ્ધેશ્વર મહાદેવજીની પ્રતિષ્ઠા કરાઇ હતી. ગુરુવારે મહાવદ પાંચમની તિથિએ સિદ્ધેશ્વર […]

Gujarat

ખંભાળિયા તા.પં.ના પૂર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં અનોખી પહેલ કરાઈ

ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આહીર સમાજના અગ્રણી બજાણા ગામના રહીશ જીવાભાઇ કનારાના તેમના પુત્રના લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન સમારોહમાં રાત્રે ડાંડિયારાસના કાર્યક્રમમાં જે રકમ એકત્ર થાય તે બજાણા ગામની દરેક સમાજની દીકરીઓ જે આર્થિક રીતે સધ્ધર ન હોય અને અભ્યાસ છોડી દે તેવું ન થાય તેના માટે શિક્ષણ પાછળ […]

Gujarat

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જિલ્લામાં ધો. 10ના 8507, ધો. 12ના કુલ 4,848 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનાં સુચારૂ આયોજનનાં અંગે જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને અહીંની કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના કેન્દ્ર સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ પરીક્ષાના આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 11 થી 26 માર્ચ દરમ્યાન […]

Gujarat

ગોંડલ અક્ષર મંદિરે BAPS સંસ્થાના નવયુવાન 150 સંતોની પધરામણી; હાર તોરા કરી સ્વાગત કરવામાં આવ્યું

શ્રી અક્ષર મંદિર ગોંડલમાં બી.એ.પી.એસ. સંસ્થાના નવયુવાન 150 સંતો દર્શને પધારતા સમગ્ર પરિસર ભગવા રંગે રંગાઈ ગયું. સ્થાનિક વડીલ પૂ.સંતોએ તમામને હાર તોરા કરી સત્કાર્યા હતા મહેમાન પૂ.સંતોની સમૂહ સ્મૃતિછબી સૌના માટે અવિસ્મરણીય બની હતી. બ્ર.સ્વ.પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્થાપિત પ્ર.બ્ર.સ્વ. મહંતસ્વામી મહારાજ પ્રેરિત અને બી.એ.પી.એસ. સંસ્થા સંચાલીત સારંગપુર સંત તાલીમ કેન્દ્રના પૂજ્ય સંતો પધાર્યા છે. […]

Gujarat

મુખ્યમંત્રી આજે હાજરી આપશે, અન્ય જિલ્લામાંથી પોલીસકર્મીઓને બોલાવાયા

જામનગર સહિત આખા ભારત તેમજ વિશ્વમાં ઉત્તેજના જગાવનાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડીંગ કાર્યક્રમમાં જ્યારે દેશ-વિદેશથી ઉચ્ચ કંપનીઓના માલિકો અને સીઈઓ પધારી રહ્યા છે. બીજી બાજુ અનેક દેશ-વિદેશના રાજનેતાઓ પણ આવી રહ્યા છે ત્યારે જામનગર પોલીસે બંદોબસ્ત જાળવવા માટે અન્ય જિલ્લાઓમાં પોલીસનો કાફલો અને અધિકારીઓ બોલાવ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડીંગ કાર્યક્રમને […]

Gujarat

ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં કુલાધિપતિ આચાર્ય દેવવ્રત એ મોરારજી દેસાઈ મંડપમનું નામાભિધાન કર્યું

ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન મોરારજી દેસાઈની 129મી જન્મજયંતીએ રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતએ વિદ્યાપીઠ પરિસરમાં આવેલા મુખ્ય સભાગૃહનું ‘મોરારજી દેસાઈ મંડપમ’ નામાભિધાન કર્યું હતું. નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2023-24થી ગુજરાત વિદ્યાપીઠમાં અમલી થનારા નવા અભ્યાસક્રમના પુસ્તકનું આચાર્ય દેવવ્રત એ વિમોચન કર્યું હતું. ગાંધીજીના વિચારો સામાન્યજન સુધી રેડિયોના માધ્યમથી […]

Gujarat

ડોન બોસ્કો ડાકોર ખાતે ૨૯માં નીતિ શિક્ષણ દિવસ ની ઉજવણી

અમૃતધારા ડોન બોસ્કો કપડવંજદ્વારા ફાધર અશ્વિન મેકવાનના નેતૃત્વ હેઠળ  દ્વારા  ડોન બોસ્કો ડાકોર ખાતે ૨૯માં નીતિ શિક્ષણ દિવસ ની ઉજવણી કરવામાં આવી.  દિવસનો હેતુ પ્રેમ થકી શાંતિ અને એકતા રાખવામા આવ્યો હતો, જેમાં જુદી જુદી શાળાના  ૫૮૦ જેટલા ધોરણ ૯ ના  બાળકોએ ભાગ લીધો હતો. દિવસની શરૂઆતમાં બાળકોને દસ જુદા-જુદા જૂથમાં વહેંચીને SYM ના યુવાનો […]

Gujarat

ફૂડ પ્રોસેસિંગ પ્રત્સાહક યોજના અંતર્ગત જબુગામ ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ રાખવામાં આવ્યો

 પ્રધાનમંત્રી ફાર્મલાઈઝેશન ઓફ ફૂડ પ્રોસેસિંગ પ્રોત્સાહન યોજના અંતર્ગત જબુગામ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ હાજર રહીને ખેતીવાડી ખાતાના વિસ્તરણ અધિકારી, ગ્રામસેવક, આત્મા પ્રોજેક્ટ ફિલ્ડ સ્ટાફ તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સખી મંડળના વિવિધ જૂથોને ફૂડ પ્રોસેસિંગ યોજનામાં લાભ લેવા માટે સમજ આપવામાં આવી હતી. ગામ દીઠ ૧૦ થી વધુ ખેડૂતો આ યોજનાનો […]

Gujarat

આઈસીડીએસ શાખા છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા છોટાઉદેપુરના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે ભૂલકા મેળો 2024 કાર્યક્રમ યોજાયો હતો, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા

મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત ભૂલકા મેળો 2024 કાર્યક્રમનું આયોજન છોટાઉદેપુરના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ […]

Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ નારાયણ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ 2023 24ની ઉજવણી કરવામાં આવી હતી

છોટાઉદેપુર નગરમાં આવેલ નારાયણ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ 2023 24 ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંત પરમાર, ભાજપના નેતા નારણ રાઠવા,સંગ્રામસિંહ રાઠવા, જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ પટેલ, નારાયણ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના આચાર્ય સહિત મોટી સંખ્યામાં શિક્ષકો આગેવાનો નગરજનો વાલીઓ અને […]