અમેરિકન પ્રમુખ નો મોટો દાવો!! ફેબ્રુઆરી ૨૦૨૨ માં શરૂ થયેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટેનો શાંતિ કરાર ‘પહેલા કરતાં વધુ નજીક‘ છે, એમ સોમવારે (સ્થાનિક સમય) યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે યુનાઇટેડ કિંગડમ (યુકે), ફ્રાન્સ, ઇટાલી, નેધરલેન્ડ, ફિનલેન્ડ અને જર્મની જેવા દેશો તરફથી યુનાઇટેડ સ્ટેટ્સને ‘જબરદસ્ત સમર્થન‘ […]
Author: JKJGS
મધ્ય મેક્સિકોના ટોલુકા એરપોર્ટ નજીક ખાનગી વિમાન ક્રેશ, ૭ લોકોના મોત
અમેરિકામાં વધુ એક હવાઈ અકસ્માત સોમવારે મધ્ય મેક્સિકોમાં એક ખાનગી નાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા. વિમાન ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી. મેક્સિકો સિટીથી લગભગ ૩૧ માઇલ (૫૦ કિલોમીટર) પશ્ચિમમાં આવેલા ટોલુકા એરપોર્ટથી લગભગ ત્રણ માઇલ (૫ કિલોમીટર) દૂર આવેલા ઔદ્યોગિક […]
બોન્ડી બીચ પર હુમલો; બંદૂકધારીઓ ઇસ્લામિક સ્ટેટથી પ્રેરિત હતા, ફિલિપાઇન્સ ગયા હતા: ઓસ્ટ્રેલિયન પોલીસ
સિડનીના બોન્ડી બીચ પર હનુક્કાહ કાર્યક્રમ પર હુમલો કરનારા બે કથિત બંદૂકધારીઓ હુમલા પહેલા ફિલિપાઇન્સ ગયા હતા, જેમાં ૧૫ લોકો માર્યા ગયા હતા, અને તેઓ ઇસ્લામિક સ્ટેટથી પ્રેરિત હોવાનું જણાય છે, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું. રવિવારે થયેલો હુમલો ઓસ્ટ્રેલિયામાં લગભગ ૩૦ વર્ષમાં સૌથી ખરાબ સામૂહિક ગોળીબાર હતો અને તેની તપાસ યહૂદી સમુદાયને લક્ષ્ય બનાવતા […]
જામનગરના જી.જી. હોસ્પિટલ-બેડી રોડ પર ‘ધૂમ સ્ટાઈલ’ ડ્રાઈવિંગનો આતંક: રાહદારીઓ અને વાહનચાલકો ભયભીત
જામનગર : શહેરની મધ્યમાંથી પસાર થતો અને ખાસ કરીને જી.જી. હોસ્પિટલથી બેડી સુધીનો રોડ છેલ્લા કેટલાક સમયથી બેફામ અને જોખમી વાહન હંકારનારાઓ માટે ‘રેસ ટ્રેક’ બની ગયો છે. ‘ધૂમ સ્ટાઈલ’ તરીકે ઓળખાતી પૂરપાટ અને બેદરકારીભરી ડ્રાઈવિંગને કારણે આ માર્ગ અકસ્માતોનો ‘હોટસ્પોટ’ બની રહ્યો છે. ઝડપની સતામણી: રાત્રીના સમયમાં અથવા ટ્રાફિક ઓછો હોય ત્યારે કેટલાક યુવાનો […]
દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી 11.42 કરોડ પડાવી પૈસા વિદેશ મોકલનારો ઝડપાયો
પશ્ચિમ અમદાવાદમાં રહેતા નિવૃત્ત મહિલા પ્રોફેસર અને પતિને 83 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખીને રૂ.11.42 કરોડ પડાવી લેનાર વધુ એક આરોપી પકડાયો છે. જેમાં વૃદ્ધ દંપતીને ટ્રાઈ, સીબીઆઈ, આરબીઆઈ, ફેમા, સેબી અને રોના અધિકારી તરીકે ઓળખાણ આપી મની લોન્ડરિંગ, હવાલા અને આતંકવાદી પ્રવૃત્તિના કેસો થયા હોવાનું કહીને ડરાવી રાખ્યા હતા. અગાઉ પોલીસે 3 આરોપીની ધરપકડ […]
વડોદરા 11.8° સાથે બીજા નંબર પર, 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. 11.2 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું હતું. નલિયામાં અગાઉ 12.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે ઘટીને 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નલિયા બાદ વડોદરા બીજા […]
જામનગરમાં પશુપાલન વિભાગ દ્વારા ઊંટોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાઈ
જામનગર જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા ઊંટોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસમાં જિલ્લાના સિક્કા અને સિંગચ ગામોમાં આયોજિત કેમ્પમાં કુલ 210 ઊંટને ઝેરબાઝ (એન્ટીસરા) અને ખસ વિરોધી સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે, જામનગર પશુપાલન વિભાગની ટીમે રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સિક્કા ખાતે ઊંટ વર્ગના પ્રાણીઓ માટે સારવાર કેમ્પ યોજ્યો […]
લિયોનેલ મેસ્સીએ જામનગરની મુલાકાત લીધી
વનતારામાં અનંત અંબાણીના મહેમાન બની લુઈસ સુઆરેઝ સાથે રાત્રી રોકાણ કર્યું આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી તેમના મિત્ર અને સ્ટ્રાઈકર લુઈસ સુઆરેઝ સાથે ગઇકાલે સાંજે જામનગર પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટથી લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે તેઓ રિલાયન્સના વનતારા પ્રોજેક્ટની મુલાકાત લેવા પહોંચ્યા હતા. મેસ્સીએ વનતારા ખાતે રાત્રી રોકાણ કર્યું લિયોનેલ મેસ્સીએ તેમના મિત્ર સુઆરેઝ સાથે ઉદ્યોગપતિ […]
જામનગર પોલીસે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજ્યો
જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સતત બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પી.આઈ. એન.એમ. શેખ અને તેમની ટીમ દ્વારા આયોજિત આ કેમ્પમાં 321 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્ત જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની બ્લડ બેન્કમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોના ઉપયોગ માટે જમા કરાયું છે. આ રક્તદાન કેમ્પ ખીજડીયા […]
પદયપ્પા ફરીથી રિલીઝ: રજનીકાંતની કલ્ટ ક્લાસિક ફિલ્મે મોટી કમાણી કરી
રજનીકાંતે ૧૨ ડિસેમ્બરે પોતાનો ૭૫મો જન્મદિવસ ઉજવ્યો. ચાહકો માટે વળતર ભેટ તરીકે, મેગાસ્ટારે ૧૯૯૯ની તેમની કલ્ટ ફિલ્મ, પદયપ્પાને થિયેટરોમાં ફરીથી રિલીઝ કરી. ફિલ્મ ર્ં્ પર ઉપલબ્ધ ન હોવાથી ચાહકોએ તેમના અનુભવને ફરીથી જીવંત કરવા માટે મોટી સંખ્યામાં સિનેમા હોલમાં ભીડ જમાવી હતી. પદયપ્પાએ ૧૯૯૯માં તેની પ્રથમ રિલીઝ દરમિયાન કમાણીનો ધમાકો મચાવ્યો હતો. પુન:પ્રદર્શનમાં પણ સારા […]










