સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે જામનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા રેલી યોજાઈ હતી. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમ અને મેયર મોનિકાબેન વ્યાસ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. રેલી પૂર્વે રણજીતનગર પટેલ સમાજ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી […]
Author: JKJGS
ફિલ્મના શૂટિંગ માટે કાલાવડ આવેલા હિતેન કુમારે હોસ્પિટલની મુલાકાત લીધી
સૌરાષ્ટ્રમાં ગુજરાતી ફિલ્મ ‘અડીખમ’નું શૂટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગ માટે કાલાવડ આવેલા અભિનેતા હિતેન પરમારે શહેરની આયુર્વેદિક દુખાવો હોસ્પિટલની મુલાકાત લીધી.મુલાકાત દરમિયાન હિતેન પરમાર હોસ્પિટલના ડૉ. મેહુલ સોજીત્રા, ડૉ. આર.કે. બામરોલિયા અને ડૉ. હિતેશ સાંગાણીને મળ્યા હતા. તેમણે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શ્રી ખોડલધામ સમિતિના કાલાવડ તાલુકા કન્વીનર અલ્પેશભાઈ વેકરિયા અને સહકન્વીનર ભાવેશભાઈ […]
લાલપુરમાં સરદાર પટેલની જન્મજયંતીએ એકતા રેલી યોજાઈ
જામનગર જિલ્લાના લાલપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતા રેલી યોજાઈ હતી. રેલીમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.રેલીનો પ્રારંભ લાલપુરની વીર સાવરકર વિદ્યાલયથી થયો હતો. તેમાં અધિકારીઓ, ભાજપના આગેવાનો, ગ્રામજનો, ગ્રામ પંચાયતના સભ્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. રેલી સરદાર પટેલની પ્રતિમા સુધી પહોંચી હતી. ત્યાં ઉપસ્થિત લોકોએ પ્રતિમાને ફૂલ અર્પણ કરી વંદન […]
હડિયાણા કન્યા શાળામાં શિક્ષિકાનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
જોડિયા તાલુકાના હડિયાણા ગામે આવેલી PM SHRI હડિયાણા કન્યા શાળામાં શુક્રવારે મદદનીશ શિક્ષિકા ભારતીબેન એમ. ભીમાણીની નિવૃત્તિ નિમિત્તે સન્માન સમારોહ યોજાયો હતો. શાળામાં વર્ષો સુધી આપેલી તેમની શૈક્ષણિક સેવાઓને બિરદાવતાં ઉપસ્થિત મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં જોડિયા તાલુકાના કેળવણી નિરીક્ષક કિશોરભાઈ ગજેરા, BRC જાગૃતિબેન રાણીપા, ભૂતપૂર્વ BRC જામી સાહેબ, CRC કનુભાઈ જાટિયા, હડિયાણા માધ્યમિક શાળાના […]
પ્રજા પાસેથી દંડ વસૂલતું તંત્ર જ ગંદકી કરવામાં પાવરધી
મનપા દ્વારા સ્વચ્છતાના નામે સામાન્ય નાગરિકો અને વેપારીઓ પાસેથી કડક દંડ વસૂલવામાં આવે છે, પરંતુ ‘બીજાને શિખામણ અને પોતે આંધણ’ જેવો ઘાટ ખુદ તંત્ર દ્વારા ઘડાતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. શહેરના સૌંદર્યધામ લાખોટા તળાવની પાળે મનપા દ્વારા વૃક્ષોની ટ્રીમિંગ કામગીરી હાથ ધરાઈ હતી. કામગીરી દરમિયાન કાપેલી ડાળીઓમાંથી ઉપયોગી લાકડાં તંત્રના જવાબદારોએ બારોબાર ઉપાડી લીધા, પરંતુ […]
જામનગરમાં સગીરા પર દુષ્કર્મના આક્ષેપમાં બે વૃદ્ધો ઝડપાયા
જામનગરમાં સાડા બાર વર્ષની સગીરા પર દુષ્કર્મના આરોપમાં પોલીસે 65 અને 66 વર્ષના બે વૃદ્ધોની ધરપકડ કરી છે. ડીએનએ રિપોર્ટ અને સગીરાના નિવેદનના આધારે બંનેની સંડોવણી સામે આવી હતી. અદાલતના હુકમથી બંને આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે. મૃત બાળકના જન્મ બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો પોલીસના જણાવ્યા મુજબ સગીરા ગર્ભવતી બની હતી. 2 ઓગસ્ટે તેને […]
દિવાળીમાં ચોરી-સાયબર ફ્રોડ અટકાવવા પોલીસ સજ્જ
રાજકોટ શહેરમાં દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ઘરફોડ ચોરી, સાયબર ફ્રોડ, વાહન ચોરી અને સ્નેચિંગ જેવા ગુનાઓ વધવાની શક્યતાઓ રહેતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે તમે જ્યારે હરવા ફરવા માટે જાઓ ત્યારે રોકડ રકમ અને દાગીના સગા-સંબંધીના ઘરે કે બેંક લોકરમાં રાખવા, બહારગામ ફરવા જતી […]
ગુજરાતની અંડર-20 ટીમે સુવર્ણચંદ્રક મેળવી શહેર, રાજ્યનું ગૌરવ વધાર્યું
અમરેલી વિદ્યાસભા માટે ગૌરવની ક્ષણ છે. સંસ્થાની ભૂતપૂર્વ DLSS (ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ) ખેલાડી રોશનબા વાળાએ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાયેલી 41મી નેશનલ જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2026માં ગુજરાતની અંડર-20 ટીમે 4×100 મીટર મિક્સ્ડ રિલે સ્પર્ધા 44.39 સેકન્ડમાં પૂર્ણ કરી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. આ સાથે ટીમે નવો […]
અમરેલીમાં ‘રન ફોર યુનિટી’ માર્ચ યોજાઈ રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ લીલી ઝંડી આપી; સાંસદ ભરત સુતરીયા, અધિકારીઓ-નાગરિકો જોડાયા
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા પોલીસે ‘રન ફોર યુનિટી’ માર્ચ યોજી. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ ફોરવર્ડ સર્કલથી દોડને લીલી ઝંડી આપી. માર્ચ ફોરવર્ડ સર્કલથી શરૂ થઈ નાગનાથ મહાદેવ મંદિર, રાજકમલ ચોક અને ટાવર રોડ થઈને ફરી ફોરવર્ડ સર્કલ પહોંચી. તેમાં દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરીયા અને […]
9 વર્ષે મહેસાણા-સાબરમતી ટ્રેન દોડી, બહુચરાજીથી અમદાવાદનું ભાડું રૂ.25, ST બસ કરતાં 80% ઓછું
નવ વર્ષના લાંબા ઇંતજાર બાદ મહેસાણા- બહુચરાજી -સાબરમતી વચ્ચે ફરી મુસાફર ટ્રેન દોડતી થતાં બહુચરાજી સહિત આસપાસનાં 40થી વધુ ગામોના લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. શુક્રવારે બપોરે 12 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભીલડીથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ટ્રેનને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. મહેસાણા અને સાબરમતીથી બંને દિશામાં ટ્રેનોનું નિયમિત સંચાલન 1 નવેમ્બરને રવિવારથી શરૂ થશે. […]










