Gujarat

રાજકોટમાં 10 થી 12 જાન્યુઆરી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર – કચ્છના 5000 ઉદ્યોગકારોનો જમાવડો થશે

રાજકોટમાં 10 થી 12 જાન્યુઆરી સુધી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર – કચ્છની રિજીયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 5000 થી વધુ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો જમાવડો થવાનો છે ત્યારે ઉદ્યોગને નવી દિશા આપતી આ સમિટનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. રાજકોટ જિલ્લા […]

Gujarat

પાટણમાં HNGU ખાતે વેસ્ટ ઝોનની યુનિવર્સિટીઝની 93 ટીમોએ લીધો ભાગ

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વુમન વોલીબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. યુનિવર્સિટીના વોલીબોલ કોર્ટ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં કુલપતિ ડૉ. કે. સી. પોરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, વોલીબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના મહાસચિવ રામાનંદ ચૌધરી અને ભારતીય વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન કેના ધોળકિયા સહિત રજિસ્ટ્રાર […]

Gujarat

નશીલા પદાર્થોનું વેચાણ કરનાર પર સપાટો બોલાવવા CPની સૂચના

વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં એમડી તથા ગાંજા સહિતના નશીલા પદાર્થોનું વેચાણ કરનાર શખ્સો સપાટો બોલાવવાની સૂચના અપાઇ હતી. જેના પગલે પોલીસે અટલાદરા, જેપી તથા જવાહરનગર વિસ્તારમાં રેડ કરી 3 કેરીયરને 16 હજારના ગાંજા સાથે ઝડપી પાડ્યાં હતા. આ ઉપરાંત ગાંજો તથા એક્ટિવા મળી રૂ. 31 હજારના મુદ્દામાલ કબજે કરી આગળની […]

Gujarat

બાળ તસ્કરીની આશંકાએ 11 સગીર સહિત 18નું રેસ્ક્યૂ

વડોદરા રેલવે પોલીસ, RPF અને ચાઇલ્ડ વેલ્ફેરની ટીમે સાથે મળી બિહારના કટિયા જિલ્લામાંથી મુંબઇ સ્પેશિયલ ટ્રેનમાં આવેલા 18 બાળકોનું રેસ્ક્યૂ કર્યું હતું. આ 18માંથી 11 સગીર છે. આ બાળ તસ્કરીની આશંકાને લઈ પોલીસે બાતમીના આધારે તેઓને વડોદરા લાવી પૂછપરછ શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે, આટલી નાની ઉંમરના બાળકો ક્યાં જતા હતા?, કેમ […]

Gujarat

સિંગવડના બરેલા ગામે ગેસ બોટલ બ્લાસ્ટ; ત્રણ મકાનોમાં આગ

સિંગવડ તાલુકાના બરેલા ગામે મધરાતે ગેસ બોટલ બ્લાસ્ટ થતાં ત્રણ મકાનોમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ચાર બકરાંના મોત થયા હતા, જ્યારે ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. આગની જાણ થતાં ગોધરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. બરેલા ગામ દાહોદ ફાયર સ્ટેશનથી આશરે 61 કિલોમીટર દૂર છે, જ્યારે ગોધરા […]

Gujarat

નલિયા 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ; હાલ રાજ્યના તાપમાનમાં એકથી બે ડિગ્રીની વધઘટ થવાની શક્યતા

રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ જોવા નહીં મળે. ફક્ત એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધઘટ થવાની શક્યતા છે. રાજ્યમાં પહેલીવાર ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. નલિયામાં સૌથી વધુ […]

Gujarat

માંડવીમાં ધાણીપાસાનો જુગાર ઝડપાયો

માંડવી પોલીસે કલવાણ રોડ પરથી ધાણીપાસાનો જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹17,770 રોકડા જપ્ત કર્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમ કલવાણ રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ગોલ્ડન સિટી મોબાઈલ ટાવર પાસે ખુલ્લામાં ધાણીપાસાનો જુગાર રમાતો હોવાની ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે […]

Gujarat

જામનગરમાં લિફ્ટ રિપેરિંગ દરમિયાન દુર્ઘટના

જામનગરના પંચેશ્વર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં લિફ્ટ રિપેરિંગ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ગઈકાલે રાત્રે લિફ્ટનો બોલ્ટ ખુલી જતાં લિફ્ટ નીચે પટકાઈ હતી, જેમાં ૨૧ વર્ષીય યુવાન નવાઝ હનીફભાઇ સોરઠીયાનું મૃત્યુ થયું હતું. આ ઘટના ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં બંધ પડેલી લિફ્ટના સમારકામ દરમિયાન બની હતી. નવાઝ સોરઠીયા લિફ્ટ રિપેર કરી રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટનો બોલ્ટ ખુલી […]

Sports

એશિઝ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન બાદ મિશેલ સ્ટાર્ક ત્રીજા સ્થાને પહોંચી ગયો, ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહથી એક ઇંચ નજીક

ઓસ્ટ્રેલિયાના ડાબોડી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક બ્રિસ્બેનના ગાબા ખાતે રમાયેલી બીજી એશિઝ ટેસ્ટમાં સતત બીજા ક્રમે પ્લેયર ઓફ ધ મેચ પ્રદર્શન બાદ બોલર્સ માટે ૈંઝ્રઝ્ર રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે મેચમાં આઠ વિકેટ લીધી, જેમાં પ્રથમ ઇનિંગમાં છ વિકેટનો સમાવેશ થાય છે, જેનાથી તેણે કારકિર્દીનું સવર્શ્રેષ્ઠ રેટિંગ ૮૫૨ પોઈન્ટ મેળવ્યું છે. સ્ટાર્ક રેન્કિંગમાં […]

National

EOW કેસમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને કોઈ રાહત મળી નથી, કોર્ટે ૬૦ કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો

ન્યાયાધીશ ગડકરીની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ તાજેતરમાં થયેલી સુનાવણીમાં, રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ આબાદ પોંડાએ રાજ કુન્દ્રાના પિતાના ખરાબ સ્વાસ્થ્યને કારણે દંપતીને લંડન વિદેશ પ્રવાસ કરવાની પરવાનગી માંગી હતી. જાેકે, કોર્ટે ગુનાની પ્રકૃતિ અને તેમાં સામેલ રકમ વિશે પૂછ્યું હતું, અને તેમને જાણ કરવામાં આવી હતી કે આ આંકડો ?૬૦ […]