ચીનના ઝિઝાંગ સ્વાયત્ત પ્રદેશના ગિરોંગ કાઉન્ટીમાં પર્વતીય લેન્ડસ્કેપનું ફિલ્માંકન કરી રહેલા એક પ્રવાસીએ નેપાળ-ચીન સરહદ પર ગિરોંગ બંદર પર વિનાશક કાદવસ્ખલનનું કારણ બનેલ ઉચ્ચ-ઊંચાઈવાળા ગ્લેશિયર પતનનું આકસ્મિક રીતે કેદ કરી લીધું હશે. ફૂટેજની તપાસ કરતા નિષ્ણાતો માને છે કે આ વિડિઓ ૨૬ ઓગસ્ટના રોજ આવેલી આપત્તિના મૂળ વિશે મહત્વપૂર્ણ પુરાવા પ્રદાન કરી શકે છે અને […]
Author: JKJGS
નેપાળમાં પૂરથી મૃત્યુઆંક વધીને ૬૨૬ થયો, ૨,૫૦૦ થી વધુ લોકો હજુ પણ ગુમ
ભારતે નેપાળમાં બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ૧૧ સભ્યોની ટીમ મોકલી શનિવારે મધ્ય નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને ૬૨૬ થયો છે, કારણ કે બચાવ ટીમો પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી મૃતદેહો બહાર કાઢવાનું ચાલુ રાખે છે. આ દુર્ઘટના બાદ લગભગ ૨,૦૦૦ લોકો ગુમ છે. રાષ્ટ્રીય આપત્તિ જાેખમ ઘટાડો અને વ્યવસ્થાપન સત્તામંડળ (દ્ગડ્ઢઇઇસ્છ) એ જણાવ્યું હતું કે હિમાલયના […]
વેરાવળ ST પરિવારે શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને ધજા ચડાવી
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વેરાવળ એસ.ટી. ડેપો પરિવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ધજા ચડાવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. મંદિર પરિસરમાં વેરાવળ એસ.ટી. ડેપો મેનેજર દિલીપ શામળા અને અન્ય કર્મચારીઓએ ધ્વજાપૂજા કરી હતી. સમગ્ર વેરાવળ એસ.ટી. પરિવારે આ ધાર્મિક પ્રસંગનો લાભ લીધો હતો. શ્રાવણ માસમાં દૂર-દૂરથી શિવભક્તો સોમનાથ દર્શને […]
ગીર ગઢડાના રાજાટીંબા સીમમાં પોલીસ-SOGની રેડ, ₹36,050નો મુદ્દામાલ જપ્ત
ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામની રાજાટીંબા સીમમાં ગીર ગઢડા પોલીસ અને SOGની ટીમે સંયુક્ત દરોડો પાડી ગાંજાનું વાવેતર કરતા 67 વર્ષીય ખેડૂતને ઝડપી પાડ્યો છે. પોલીસે ખેતરમાંથી 621 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસને માહિતી મળી હતી કે હરમડિયા ગામના રાજાટીંબા સીમ વિસ્તારમાં રહેતા ધીરુભાઈ રૂખડભાઈ મકવાણા (ઉં.વ. 67) પોતાના ખેતરમાં અન્ય પાકની […]
ગોધરાના અંકલેશ્વર મંદિરે બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ પરિવર્તન
ગોધરા શહેરના ઐતિહાસિક અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણી પૂર્ણિમા (બળેવ) નિમિત્તે બ્રહ્મ સમાજ ગોધરા દ્વારા જનોઈ પરિવર્તન (ઉપાકર્મ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણો માટેના આ મહત્વપૂર્ણ તહેવાર પર સતત ૨૧મા વર્ષે આ વૈદિક અને શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન થઈ. આ ધાર્મિક પ્રસંગે ગોધરા શહેરના વિવિધ ગોળના મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વૈદિક મંત્રોચ્ચાર […]
રાજકોટમાં સગર્ભાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી એક ગર્ભવતી પરિણીતાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં માત્ર છ મહિના પહેલાં જ પરિણીતાના લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. જો કે પરિણીતાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી […]
રક્ષાબંધનની ઉજવણી કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો
બોટાદના દડવા ગામ પાસે 28 ઓગસ્ટે રાત્રે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં સાસરીયામાંથી રક્ષાબંધનની ઉજવણી કરી પરત ફરી રહેલા એક પરિવારની CNG રિક્ષાને પૂરઝડપે આવી રહેલી પીક-અપ બોલેરો ગાડીએ ટક્કર મારી હતી. જેમાં ઘટનાસ્થળની બાજુમાં ભરાયેલા પાણીમાં પડવાથી એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બોટાદના એક જ પરિવારના ચાર સભ્યને ગંભીર ઈજા પહોંચી હતી. […]
તુંગેશ્વર ખાતે ધારાસભ્ય હેમત ખવાએ ખેડૂતો સાથે બેઠક યોજી
લાલપુર-જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવાએ લાલપુર તાલુકાના તુંગેશ્વર ખાતે સ્થાનિક ખેડૂતો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિસ્તારમાં સર્જાયેલી ગંભીર પાણીની સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી વરસાદની અછતને કારણે ખેતી અને પશુપાલન સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. ખેડૂતો પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમની […]
જામનગરમાં 153 કરોડની મિલ્કતો વ્યાજખોરોએ પચાવી પાડતા બિલ્ડરે આપઘાત કર્યાનો ઘટસ્ફોટ
જામનગર અને અમદાવાદમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા જાણીતા બિલ્ડર મેરામણ પરમારના આત્મહત્યાના કેસમાં ઘટસ્ફોટ થયો છે અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને તેમણે ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 10 જાન્યુઆરી, 2025ના રોજ તેમનું મોત થયું હતું, પરંતુ 27 ઓગસ્ટે પરિવાર દ્વારા ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતાં આ સમગ્ર કાળો કારનામો […]
નવસારીના ઉંભરાટ ગામમાંથી એક મહિલા મોપેડ પર ઇંગ્લિશ દારૂનો જથ્થો ખુલ્લેઆમ લઈ જતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
નવસારીના પ્રસિદ્ધ ઉંભરાટ ગામમાંથી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં, એક મહિલા પોતાના મોપેડ વહન પર ઇંગ્લિશ દારૂનો જથ્થો ખુલ્લેઆમ લઈને જતી કૅમેરામાં કેદ થઈ છે. ઉંભરાટ ગામમાં મોપેડ સવાર મહિલા જ્યારે ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને પ્રવેશી રહી હતી ત્યારે ગામના જાગૃત સ્થાનિક યુવાનોની નજર તેના પર પડી હતી. યુવાનોએ તુરંત જ મહિલાને […]










