યુવતીના અશ્લીલ ફોટા-વીડિયો વાઈરલ કરનાર આરોપીને ૫ વર્ષની કેદ સોશિયલ મીડિયાના માધ્યમથી કલોલની યુવતીનો સંપર્ક કરી તેને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના અશ્લીલ ફોટા અને વીડિયો સંબંધીઓમાં વાઇરલ કરી બદનામ કરનાર શખ્સને કલોલના એડિશનલ સેસન્સ જજ ડી.વી. શાહે પાંચ વર્ષની સખત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકારી પીડિતાને એક લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આરોપીએ […]
Author: JKJGS
કોમર્શિયલ સિલિન્ડર પણ મળતો રહેશે, ફર્ટિલાઇઝર-દૂધ માટે ૪૦% કાપ
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધના કારણે રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઉદ્યોગોમાં મર્યાદા મૂકવામાં આવ્યા બાદ રાંધણ ગેસ અંગે લોકોમાં ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય નાગરિકોને મળતા રાંધણ ગેસના પુરવઠામાં કોઈ તકલીફ ન થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકાર […]
દીકરીના પ્રેમલગ્નનો ખાર રાખી પરિવારના ૫ સભ્યો પર પિયરીયાનો હુમલો
ગાંધીનગરના મોટી આદરજ ગામમાં ત્રણ વર્ષ પહેલાં થયેલા પ્રેમ લગ્નની અદાવત રાખીને ગઈકાલે રાત્રિના સમયે એક જ પરિવારના ૧૧ જેટલા સભ્યોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને દીકરીની સાસરીમાં જઈ તલવાર, લાકડીઓ અને દાંતી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધ માતા-પિતા સહિત પરિવારના પાંચ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે પૈકી એકની હાલત […]
દેશમાં ગેસની અછત મુદ્દે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, જયશંકર અને હરદીપ પુરી રહ્યા હાજર
ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર ભારતના રસોડા સુધી પહોંચી છે. ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સપ્લાય ખોરવી નાખવામાં આવતા ભારતમાં ન્ઁય્ ગેસની અછત સર્જાઈ છે. આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ઘરેલુ ગ્રાહકો માટે ગેસનો પુરવઠો જાળવી રાખવા કડક આદેશ આપ્યા છે. […]
ટ્રમ્પે વિશ્વાસઘાત કરી બાળકોને માર્યા, હવે વાતચીતની કોઈ શક્યતા નથી: ઈરાનનો અમેરિકાને જવાબ
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈઝરાયલ તરફથી ઈરાન પર સતત હુમલા અને ઈરાનની વળતી કાર્યવાહીને કારણે સંઘર્ષ વધુ ઘેરો બની રહ્યો છે. છેલ્લા અગિયાર દિવસથી વિસ્તારમાં તણાવ ચરમસીમા પર છે અને ઈરાન તરફથી ખાડી દેશોમાં આવેલા અમેરિકન ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા ચાલુ છે. આ દરમિયાન શાંતિ સ્થાપવા માટે રાજદ્વારી માર્ગો પર ચર્ચાના પ્રયાસો થયા, પરંતુ ઈરાનના […]
‘જહાજ ડૂબાડવામાં મજા આવે છે!‘, ઈરાનના સૈનિકોના મોત પર ટ્રમ્પનું અટ્ટહાસ્ય જાેઇને દુનિયા સ્તબ્ધ થઇ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનની નેવીને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. તેમજ ટ્રમ્પની અત્યંત વિવાદાસ્પદ પ્રતિક્રિયા સામે આવી છે. રિપબ્લિકન સાંસદોને સંબોધતા ટ્રમ્પે એક સૈન્ય અધિકારી સાથેની વાતચીતનો કિસ્સો સંભળાવતા કહ્યું કે, ‘અમેરિકન સૈનિકોને ઈરાની જહાજાેને કબજે કરવાના બદલે તેને તોડી પાડીને ડૂબાડી દેવામાં વધુ મજા આવી રહી […]
UNમાં અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત! નિર્દોષ બાળકો-મહિલાઓના મોત પર સવાલ
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માં અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની આકરી નિંદા કરી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે સોમવારે સુરક્ષા પરિષદમાં કહ્યું હતું કે, ‘એક તરફ આંતરરાષ્ટ્રીય કાયદા અને ઇસ્લામી એકતાની મોટી વાતો કરવી અને બીજી તરફ પવિત્ર રમઝાન માસમાં નિર્દોષ લોકો પર હવાઈ હુમલા કરવા તે પાકિસ્તાનનો દંભ […]
ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક મોટો દાવો!, ઈરાનને આપી છેલ્લી ચેતવણી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે એક મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું આ યુદ્ધ હવે લગભગ સમાપ્તિના આરે છે. ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત સૈન્ય હુમલા બાદ ઈરાનની શક્તિ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ છે. તેમણે […]
શાળા-કોલેજ અને સરકારી કચેરી-ગાડીઓ ઠપ : યુદ્ધના કારણે પાકિસ્તાનની હાલત ખરાબ
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોનું ટેન્શન વધ્યું છે. મિડલ ઈસ્ટના દેશોમાંથી ઓઈલ અને ગેસની સપ્લાય લગભગ ઠપ પડી ગઈ છે. જેના કારણે અનેક દેશોમાં હાલત ખરાબ છે. ત્યારે પડોશી દેશ પાકિસ્તાનમાં તો ઓઈલ-ગેસની એટલી અછત સર્જાઈ છે કે સરકારે કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે. શાળાઓ પર […]
વિશ્વયુદ્ધનો ખતરો ટળ્યો! પુતિને ટ્રમ્પને આપ્યો ઈરાન યુદ્ધ રોકવાનો ‘માસ્ટર પ્લાન‘
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોનું ટેન્શન વધ્યું છે. મિડલ ઈસ્ટના દેશોમાંથી ઓઈલ અને ગેસની સપ્લાય લગભગ ઠપ પડી ગઈ છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે એક કલાક સુધી ટેલિફોનિક વાતચીત થઈ છે. સોમવારે ટ્રમ્પ અને પુતિન વચ્ચે એક કલાક સુધી ઈરાન અને યુક્રેન […]










