પશ્ચિમ એશિયામાં ઇરાન-અમેરિકા અને ઇઝરાયેલનું યુદ્ધ વકરવાના કારણે ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આ અંગે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાનના પરમાણુ શસ્ત્રોને ખતમ કરવા માટે ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલો આ કામચલાઉ વધારો સ્વીકાર્ય છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશ્યલ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે ઓઇલની કિંમતો તો ઇરાનના પરમાણુ […]
Author: JKJGS
સેનેટ સેવ એક્ટને મંજૂરી નહીં આપે ત્યાં સુધી બીજા કોઇ ખરડા પર સહી નહીં કરું: ટ્રમ્પ
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સેફગાર્ડ અમેરિકન વોટર્સ એલિજિબિટી-સેવ-અમેરિકા એક્ટને સેનેટ દ્વારા મંજૂર કરવામાં ન આવે ત્યાં સુધી પ્રમુખ તરીકે બીજા એક પણ ખરડા પર પોતે સહી નહીં કરે તેવી જાહેરાત રવિવારે કરી હતી. પોતાના સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ ટ્રથ સોશ્યલ પર ટ્રમ્પે જણાવ્યું હતું કે સેવ એક્ટને મંજૂર કરાવવો તે તેમની પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે ફલોરિડામાં તેમની […]
ઈરાનની શાળા પર અમેરિકાએ બે વખત હુમલા કર્યા
યુદ્ધનાં શરૂઆતના દિવસોમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાનની સ્કૂલમાં થયેલ વિસ્ફોટની પાછળ સ્વયં ઇરાનનો હાથ છે. તેમણે દાવો કર્યો હતો કે આ હુમલો ઇરાનના જ દારૂ ગોળાને કારણે થયો હતો. જાે કે હવે સામે આવેલા નવા વીડિયો અને અન્ય કેટલાક પુરાવા ટ્રમ્પનાં આ દાવા સામે પ્રશ્રો ઉભા કરી રહ્યાં છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ૨૮ ફેબુ્રઆરીએ […]
“સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે
નવી અને નવીનીકરણીય ઊર્જા અને ઊર્જા રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર ભારત સરકારે 28 ફેબ્રુઆરી, 2026 સુધીમાં “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 54 સોલાર પાર્કને મંજૂરી આપી છે. આમાંથી, 7 સોલાર પાર્ક ગુજરાતમાં છે. આ યોજના હેઠળ 12,150 મેગાવોટ (MW) મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે […]
ST બસમાં કિન્નરએ મુસાફરોને માર માર્યો, કિમ ચાર રસ્તા પાસે પૈસા બાબતે બબાલ બાદ ઘટના
સુરત જિલ્લાના કિમ ચાર રસ્તા નજીક રાજપીપલા-સુરત રૂટની એસ.ટી. બસમાં કિન્નર દ્વારા મુસાફરો સાથે મારપીટ કરવામાં આવી હતી. પૈસાની ઉઘરાણી બાબતે થયેલી બબાલ બાદ આ ઘટના બની હતી, જેને પગલે બસને પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, રાજપીપલાથી સુરત થઈ ખંગેલા જતી એસ.ટી. બસ કિમ ચાર રસ્તા પાસે ઊભી હતી. તે […]
પોરબંદરમાં નવા ઓવરબ્રિજ પ્રોજેક્ટ સામે વેપારીઓનો વિરોધ
પોરબંદરના ભદ્રકાલી રોડ પર નગરપાલિકા દ્વારા આયોજિત નવા ઓવરબ્રિજ પ્રોજેક્ટ સામે સ્થાનિક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આજે મોટી સંખ્યામાં વેપારીઓએ એકઠા થઈ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને આ પ્રોજેક્ટ અટકાવવા અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારી મંડળના પ્રતિનિધિ સુરેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, ભદ્રકાલી રોડ ગ્રામ્ય વિસ્તારનો મુખ્ય પ્રવેશદ્વાર છે. અહીં અંદાજે 400થી વધુ વેપારીઓ વર્ષોથી પોતાનો […]
ધ્રાંગધ્રામાં યુવતીની હત્યાનો આરોપી ઝડપાયો
ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી ટોલટેક્સ નજીક એક યુવતીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં મેરુ વાઘેલાની ધરપકડ કરી છે. મૃતક યુવતીની ઓળખ પશ્ચિમ બંગાળની રૂકશાનાબેન ખાતુન તરીકે થઈ છે. તેમનો મૃતદેહ મોર્ડન સ્કૂલ પાછળના અવાવરૂ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે મોડીરાત્રે આરોપી મેરુભાઈ વાઘેલા ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ગ્રાહકો […]
ભાયાવદર પોલીસમાં વધુ એક વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક વ્યાજખોર વિરુદ્ધ ગંભીર ગુનાની ફરિયાદ નોંધાઈ છે. ભાયાવદરમાં રહેતા અને ડેરીનો વ્યવસાય કરતા 66 વર્ષીય રતીલાલ હીરાભાઈ પરમારે વ્યાજે પૈસા આપવાનું કામ કરતા નીલેશભાઈ નાનાલાલ મકવાણા (દરજી) સામે આ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2011 માં રતીલાલભાઈને ધંધા માટે રૂપિયાની જરૂર પડતા તેમણે નીલેશભાઈ પાસેથી માસિક 3 […]
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુંજ્યો સશક્ત મહિલા સંવાદ
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન હંમેશા ઉચ્ચ રહ્યું છે, ત્યારે વર્તમાન સમયમાં મહિલાઓને વધુ સજ્જ કરવાના હેતુથી 09/03/2026, સોમવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એક ભવ્ય ‘મહિલા સંવાદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વિદુષી’ અને ભારતીય શિક્ષણ મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનું ઉદઘાટન યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. કૌશલ્ય વિકાસમાં જેન્ડર બાધ નથી: […]
અમદાવાદથી રાજકોટ સ્પર્મ વ્હેલની ઉલ્ટી લઈને વેચાણ અર્થે આવ્યા’તા, રૂ.10,000 કમિશન આપવાનું નક્કી થયું’તું
રાજકોટમાંથી ફરી એક વખત 46.20 લાખની સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે બે શખ્સોને શહેર SOG પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમદાવાદના બે શખ્સો વ્હેલ માછલીની ઉલ્ટી અમદાવાદના જ આરીફ નામના શખ્સ પાસેથી લઇ અને એસટી બસ મારફત રાજકોટ વેચાણ અર્થે આવ્યા હતા અને અહીંયા ગ્રાહકની શોધમાં રહી આ એમ્બરગ્રિસનો જથ્થો […]










