મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેહરાન અમેરિકા સાથે “સોદો કેવી રીતે કરવો” તે પૂછવા માટે અમેરિકા સુધી પહોંચ્યું છે, પરંતુ કહ્યું કે વિનંતી “થોડી મોડી” આવી છે કારણ કે અમેરિકા હવે “તેમના કરતા વધુ લડવા” માંગે છે. ગુરુવારે (સ્થાનિક સમય) યુએસ પ્રમુખે કહ્યું કે અમેરિકન સૈન્ય, “અદ્ભુત” ઇઝરાયલી દળો […]
Author: JKJGS
લીટલ લોર્ડસ પ્રી-સ્કૂલનો ભવ્ય વાર્ષિકોત્સવ સંપન્ન
‘બચપન કે દિન’ થીમ સાથે એઆઇ ટેકનોલોજી જનરેટેડ શોએ વાલીઓને મંત્રમુગ્ધ કર્યા. રાજકોટની જાણીતી લીટલ લોર્ડ્સ પ્રી-સ્કૂલ દ્વારા તેનો ૧૮મો વાર્ષિક મહોત્સવ અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષનો કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત ન રહ્યો. પરંતુ શિક્ષણ અને આધુનિક ટેકનોલોજીના સંગમ સમાન બની રહ્યો. આ કાર્યક્રમની સૌથી વિશિષ્ટ બાબત એ હતી […]
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી સંસ્કૃતિને વૈશ્વિક ઓળખ આપતું વિશેષ ટપાલ કવર જાહેર કર્યું
ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરા અને અનન્ય સાંસ્કૃતિક વારસાને હવે રાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ મળી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે છોટાઉદેપુર જિલ્લાના પ્રસિદ્ધ ‘કવાંટ ગેર મેળા’ પર આધારિત વિશેષ ટપાલ ટિકિટ અને સ્પેશિયલ કવરનું ગરિમાપૂર્ણ અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આ ઐતિહાસિક ટપાલ ટિકિટની પ્રથમ પ્રત મુખ્યમંત્રીને અર્પણ […]
હોળી-ધૂળેટી પર્વ પર ગુજરાત એસ.ટી. નિગમનું સુદ્રઢ આયોજન, રેકોર્ડબ્રેક 3.14 લાખ મુસાફરોએ લીધો લાભ
જરાતના લોકપ્રિય પર્વ હોળી અને ધૂળેટી નિમિત્તે પોતાના વતન અને પરિવાર સાથે ઉત્સવ મનાવવા આતુર નાગરિકો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) આશીર્વાદરૂપ સાબિત થયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ આ વર્ષે નિગમે ગત વર્ષના તમામ રેકોર્ડ તોડીને મુસાફરોને શ્રેષ્ઠ અને સુદ્રઢ પરિવહન સેવા પૂરી પાડી છે. 27 ફેબ્રુઆરીથી 4 […]
બંગલોમાં રહી છૂટક મજૂરી કરતા યુવક સાથે ઠગાઈ
માણસા તાલુકાના આજોલ ગામના મૂળ વતની અને હાલ બંગલોમાં રહી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા 29 વર્ષીય યુવક સાથે ચાંદખેડાના વિઝા એજન્ટ પિતા પુત્રએ ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને કુલ 16.40 લાખની રકમ પડાવી લઈ ઠગાઈ આચરવામાં આવતા માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડામાં રહેતા વિઝા એજન્ટને 2 વર્ષ પહેલા મળ્યો હતો માણસાના […]
AMCની છેલ્લી સ્ટેન્ડિંગ બેઠકમાં ઐતિહાસિક કામોને ભાજપની મંજૂરી
રાજ્યની મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલુ વર્ષે આગામી 1 થી 2 મહિનામાં યોજવાની છે, ત્યારે 10 માર્ચના રોજ ટર્મ પૂરી થવાના ચાર દિવસ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના વાર્ષિક બજેટ કરતાં પણ વધુ ઐતિહાસિક રૂ. 2500 કરોડના વિકાસકામોને મંજૂરી આપી હતી. શહેરમાં નવા રોડ, બ્રિજ, ડ્રેનેજ પાણી સહિતની […]
દેવભૂમિના ગાગા પક્ષી અભયારણ્યમાં વિવિધ 202 પ્રજાતિના 65,047 પક્ષી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાગા પક્ષી અભયારણ્ય ખાતે વાર્ષિક પક્ષી ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જેમાં મરીન નેશનલ પાર્કની ભાટિયા રેન્જ હેઠળના આ અભયારણ્યમાં આ વર્ષે કુલ 202 પ્રજાતિના 65,047 પક્ષીઓ નોંધાયા હોવાનું વન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.જે ગત વર્ષની સાપેક્ષમાં વૈવિધ્યમાં વધારો દર્શાવે છે. રાજયના વન વિભાગના માર્ગદર્શન […]
દ્વારકામાં જામજોધપુરના બે પદયાત્રીઓ સાથે લૂંટ
દ્વારકામાં ફુલડોલ ઉત્સવ નિમિત્તે દર્શનાર્થે આવેલા બે પદયાત્રી શ્રદ્ધાળુઓને નશીલો પદાર્થ પીવડાવી લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ શેરડીના રસમાં નશાકારક પ્રવાહી ભેળવી તેમને બેભાન કર્યા બાદ દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના રૂડાભાઈ હાજાભાઈ મુંધવા (ઉં.વ. 60) તેમના કુટુંબીજનો સાથે 26 […]
દેવભૂમિના ભાટીયામાં ધૂળેટી પર્વે સુવિખ્યાત મલ્લ કુસ્તી મેળો યોજાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ગામે દર વર્ષે ધૂળેટીના દિવસે પરંપરાગત મલ્લ કુસ્તી મેળો યોજાયો હતો.દેવભૂમિમાં આ પરંપરાગત મેળો શ્રાવણી અમાસના પિંડારા તથા ધુળેટીના ભાટીયામાં યોજવામાં આવે છે. જુના સમયથી યુવા ધનનું બળ કૌશલ્ય માપવા તથા શરીર સોંષ્ઠવ પ્રત્યે જાગૃકતા લાવવા માટે આવા મેળા યોજવામાં આવતા હતા.જે પરંપરા હજુય સચવાયેલી રહી છે. ભાટિયા માં દર વર્ષે […]
સોમનાથ યાત્રાધામમાં આસ્થા વચ્ચે ગંદકીનું સામ્રાજય
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે ફરી એકવાર ગંદકી અને ડ્રેનેજ વ્યવસ્થાની સમસ્યા સામે આવતા જવાબદાર તંત્રની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉભા થયા છે. ભગવાન સોમનાથના દર્શન માટે દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓને આસ્થાભેર યાત્રા દરમિયાન ગટરનાં ગંદા પાણીમાંથી પસાર થવું પડે તેવા દ્રશ્યો આજે વહેલી સવારે જોવા મળ્યા હતા. મંદિરના મુખ્ય પ્રવેશ માર્ગ પર આવેલા દિગ્વિજય દ્વાર […]










