Gujarat

માથા ફરેલા નાગા સાધુ શિવગીરીને હાઈકોર્ટથી રાહત નહીં

શિવરાત્રિને લઈને જૂનાગઢના ભવનાથમાં ૫ દિવસીય મેળાનું આયોજન થાય છે, જેમાં શિવરાત્રિની રાત્રે નાગા સાધુઓને મૃગીકુંડમાં નાહવાનો મહિમા છે. પરંતુ સાધુઓમાં કેટલાક માથા ફરેલ અને વિચિત્ર હરકતો કરતા તેમનો ભોગ અન્ય સાધુઓ અને સામાન્ય પ્રજા બનતી હોય છે. તાજેતરમાં જ ગિરનારના મેળામાં એક નાગા સાધુએ ઉત્પાત મચાવતા પોતાના પાલતુ વાનર વડે શ્રદ્ધાળુઓને બચકા ભરાવ્યા હતા […]

Gujarat

પ્લાસ્ટિકના ગોડાઉન અને ઉત્પાદકો સામે લાલ આંખ નહીં

અમદાવાદના ફેરિયા-વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ માટે ૧૦૦૦થી ૩,૦૦૦નો દંડ કરવાની તૈયારી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ શાકભાજી અને ફ્રુટ બજાર સહિતની જગ્યા ઉપર પ્લાસ્ટિકની થેલીઓ પર અસરકારક પ્રતિબંધ લાવવા માટે આદેશ કર્યો છે જેના પગલે અમદાવાદ શહેરમાં હવે પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ રાખનાર ફેરિયાઓ-વેપારીઓની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે જેના […]

Gujarat

સુપ્રીમના બે જજનો સન્માન સમારોહ

ન.વી.અંજારિયાએ કહ્યું-“વોટિંગ બંધારણીય હક્ક” ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે મૂળ ગુજરાત હાઇકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટના જજ બનેલા એન.વી.અંજારિયા અને વિપુલ પંચોલીનો સન્માન સમારોહ યોજાયો હતો. જે પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ સુનીતા અગરવાલ, હાઇકોર્ટના અન્ય જજીસ, સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા અને અન્ય મેમ્બર્સ તથા વકીલો ઉપસ્થિત રહ્યા […]

Gujarat

નંબર પ્લેટ વગરની કારમાં આવી મારામારી

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ધર્મવાટિકા સોસાયટીમાં સ્થાનિક લોકો ઉપર સોસાયટીના જ વ્યક્તિ દ્વારા માણસો બોલાવીને મારામારી કરવામાં આવી હોવાની ઘટના બની હતી. કાળા કલરની નંબર પ્લેટ વિનાની કારમાં આવીને પાંચથી છ જેટલા શખસો દ્વારા સોસાયટીના રહીશને માર મારવામાં આવ્યો હતો. મારામારીની ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ મામલે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા […]

Gujarat

બેંકકર્મી નોકરી બાદ વાહન લેવા જતાં જાણ થઈ, પોલીસ ફરિયાદ

પરફેક્ટ પ્લાઝાના પાર્કિંગમાંથી એક્ટિવાની ચોરી મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા અને બેંકમાં ફરજ બજાવતા એક શખ્સનું એક્ટિવા ધોળા દિવસે ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની બાજુમાં આવેલા પરફેક્ટ પ્લાઝા માર્કેટના પાર્કિંગમાંથી અજાણ્યો તસ્કર એક્ટિવા ચોરી કરી ફરાર થઈ જતાં આ મામલે એ-ડિવિઝન પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. […]

Gujarat

બહેનના પ્રેમીને પગમાં ગોળી મારી

અમદાવાદના સોલામાં પ્રેમ પ્રકરણમાં યુવકે ફાયરિંગ કર્યું છે. યુવકની કાકાની દીકરી સાથે પાટણના યુવાનને પ્રેમ સંબંધ હતો, જેની અદાવત રાખીને પાટણના યુવકને પગમાં ગોળી ધરબી દીધી છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સોલા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી વિગત અનુસાર, અમદાવાદ સોલા વિસ્તારમાં આવેલા ઉગતી બંગલો ચાર […]

Gujarat

નારોલ-નરોડા હાઈ-વે પર મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સમાં શોર્ટસર્કિટથી આગ

દુકાનમાંથી ધૂમાડો નીકળતાં ફાયર બ્રિગેડની ૪ ગાડીઓ ઘટનાસ્થળે દોડી, આસપાસના દુકાનદારોમાં દોડધામ અમદાવાદના નારોલ-નરોડા હાઇ-વે પર કૃષ્ણનગર વિસ્તારમાં વિજય પાર્ક પાસે મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ચાર જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર રવાના કરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ હાલ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી […]

Gujarat

સાત વર્ષની બાળકી સાથે છેડતી અને મોબાઈલ સનેચિંગ કેસમાં સુરત કોર્ટ દ્વારા બે આરોપીને સાત-સાત વર્ષની જેલ

સુરતની સેશન્સ કોર્ટે સમાજમાં સગીર બાળકીઓની સુરક્ષા અને વધતી જતી લૂંટફાટની ઘટનાઓ સામે લાલ આંખ કરી છે. શહેરમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓ જેમાં એક તરફ રાંદેરમાં સગીર બાળકીઓ સાથે ઘરમાં ઘૂસીને થયેલી છેડછાડ અને બીજી તરફ કીમ વિસ્તારમાં થયેલી મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી હતી. બંને કેસમાં આરોપીઓની ગંભીરતા અને પુરાવાઓને ધ્યાને રાખી ન્યાયાધીશે સાત-સાત […]

Gujarat

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી દુબઈ જઈ રહેલા એક પુરુષ મુસાફર પાસેથી કરન્સી મળી

DRI તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ 13 ફેબ્રુઆરી, 2026ના રોજ SVPI એરપોર્ટ, અમદાવાદથી ફ્લાઇટ SG-15 દ્વારા દુબઈ જઈ રહેલા એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. 100 USD મૂલ્યની કુલ 288 ચલણી નોટો મળી મુસાફરના સામાનની તપાસ અને વ્યક્તિગત તલાશી લેતા તેની ટ્રોલી બેગ, કેરી બેગ અને તેણે પહેરેલા ટ્રાઉઝરના […]

Gujarat

મહુવાના બારતાડ ગામે બગાસના જથ્થામાં આગ

સુરત જિલ્લાના મહુવા તાલુકાના બારતાડ ગામમાં વહેલી સવારે આગની ઘટના બની હતી. ગામમાં આવેલા ગોળ બનાવવાના કોલ નજીક રાખેલા બગાસના વિશાળ જથ્થામાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં બારડોલી ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા આ આગને કારણે […]