International

રાષ્ટ્રપ્રમુખ પુતિનના નિવાસસ્થાન પર યુક્રેનિયન હુમલાના પ્રયાસના પુરાવા અમેરિકાને આપશે: રશિયા

રશિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે આ અઠવાડિયાની શરૂઆતમાં તોડી પાડવામાં આવેલા યુક્રેનિયન ડ્રોનમાંથી એક ફાઇલ કાઢી અને ડીકોડ કરી છે જે દર્શાવે છે કે તે રશિયન રાષ્ટ્રપતિ નિવાસસ્થાનને નિશાન બનાવી રહ્યું હતું અને તે સંબંધિત માહિતી યુનાઇટેડ સ્ટેટ્સને સોંપશે. મોસ્કોએ સોમવારે કિવ પર રશિયાના ઉત્તરી નોવગોરોડ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર ૯૧ લાંબા […]

International

સ્વિટ્ઝર્લૅન્ડના ક્રેન્સ-મોન્ટાનાના સ્કી રિસોર્ટ શહેરમાં ઘાતક વિસ્ફોટ

ગુરુવારે વહેલી સવારે ક્રેન્સ-મોન્ટાનાના સ્કી રિસોર્ટ શહેરમાં થયેલા એક જીવલેણ વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે વિસ્ફોટ, જેના કારણે આગ પણ લાગી હતી, તે લક્ઝરી એપ્લીન સ્કી રિસોર્ટની અંદરના એક બારમાં થયો હતો. ક્રેન્સ-મોન્ટાના પ્રવાસીઓમાં, ખાસ કરીને બ્રિટિશ […]

International

જાપાનના નોડા ક્ષેત્રમાં ૬ ની તીવ્રતાનો ભૂકંપ

યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, જાપાનના નોડા પ્રદેશ નજીક દરિયા કિનારે ૬.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપ ૧૯.૩ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, જેના કારણે જમીન પર તેની અસર ઓછી થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જાનમાલના નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નથી. જાપાની સત્તાવાળાઓ કોઈપણ સંભવિત અસરોનું મૂલ્યાંકન કરવા માટે પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છે. […]

Gujarat

600 લીટર આથો અને 120 લીટર દેશી દારૂ જપ્ત, દારૂની ભઠ્ઠી ચલાવનાર આરોપી ફરાર

ભાવનગર શહેરના આધેવાડા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગત રાત્રીના દેશી દારૂની ગેરકાયદેસર ચાલતી ભઠ્ઠી પર રેડ કરી હતી. બાતમી આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસને મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રેડથી વિસ્તારમાં દારૂના ધંધામાં સંકળાયેલા તત્વોમાં હડકંપ મચી ગયો હતો. ગેરકાયદેસર ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ 31 ડિસેમ્બરને લઈ લોકલ […]

Gujarat

નખત્રાણામાં ટ્રકની અડફેટે રાહદારીનું મોત

કચ્છના નખત્રાણામાં વથાણ માર્ગે એક રાહદારી યુવકનું ટ્રકની અડફેટે મૃત્યુ થયું છે. સાંજે બનેલી આ ઘટનામાં નાના નખત્રાણાના 32 વર્ષીય હિરા બુધા રબારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત નગરમાંથી પસાર થતા ભુજ-લખપત હાઈવે પર થયો હતો, જ્યાં જીવલેણ અકસ્માતોનો સિલસિલો યથાવત છે. માર્ગની બંને તરફ છૂટક ધંધાર્થીઓ અને વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા […]

Gujarat

સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ યુવા મહોત્સવમાં સન્માનિત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આયોજિત 52મા યુવા મહોત્સવ – વિજયશ્રી સમારોહ દરમિયાન સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. યુવા મહોત્સવમાં સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ૫૧મા રાણી અહિલ્યાદેવી યુવા મહોત્સવ દરમિયાન, સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ માઇમ સ્પર્ધામાં […]

Gujarat

સુરત ગ્રામ્ય પોલીસ, RTO દ્વારા માર્ગ સલામતી માસનો પ્રારંભ

માર્ગ અકસ્માતો ઘટાડવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬’નો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. આ અંતર્ગત સુરત ગ્રામ્ય પોલીસ અને RTO કચેરી બારડોલી દ્વારા સંયુક્ત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષની થીમ ‘સીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન” રાખવામાં આવી છે. બારડોલી RTO કેમ્પસમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને માર્ગ અકસ્માતોના ગંભીર આંકડાઓથી માહિતગાર […]

Gujarat

કડોદરામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ 30 હજારની લાંચ લેતા ઝડપાયો

સુરત જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે. વરેલી બીટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શીતલ નટવરભાઈ પ્રજાપતિને નવસારી એ.સી.બી.ની ટીમે 30,000 રૂપિયાની લાંચ લેતા અંત્રોલી ગામ પાસે દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી અગાઉ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, પરંતુ હાલમાં ધંધો […]

Gujarat

થર્ટી ફર્સ્ટ પર ડિસ્કોના બદલે યુવાનો ગરબે ઘૂમ્યા

સામાન્ય રીતે 31st ડિસેમ્બર અને નવા વર્ષના સ્વાગતની વાત આવે એટલે મગજમાં લાઉડ મ્યુઝિક, ડિસ્કોબાર, પશ્ચિમી ડાન્સ અને મોડી રાતની પાર્ટીઓના દ્રશ્યો તરવરવા લાગે છે, પરંતુ આ વર્ષે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. કેશોદના આંગણે પશ્ચિમી સંસ્કૃતિને બાજુમાં મૂકીને આપણી ભવ્ય ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરા મુજબ નવા વર્ષને વધાવવામાં આવ્યું […]

Gujarat

ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટના હેપ્પી ચિલ્ડ્રન સેન્ટરના બાળકો માટે

જામનગરમાં ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાજીવનગર અને રેલ્વે કોલોની હેપ્પી ચિલ્ડ્રન સેન્ટરના પચાસ વંચિત બાળકો માટે આ વર્ષની નાતાલ યાદગાર બની ગઈ હતી. આ વર્ષની ડિસેમ્બરની ક્રિસમસ અનોખી રીતે ઉજવાઈ હતી. ટ્રસ્ટના બાળકો માટે એક ભવ્ય અને જાદુઈ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજિંદા જીવનના સંઘર્ષોને ભૂલીને બાળકો રમતગમત, બાઉન્સી કેસલ અને જાદુગરના અદભૂત ખેલમાં […]