કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ ‘વશ લેવલ 2’ આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં લીડ રોલમાં જાનકી બોડીવાલા, હિતેનકુમાર, મોનલ ગજ્જર તથા હિતુ કનોડિયા છે. આ ફિલ્મ ‘વશ’ની સીક્વલ છે. આટલું જ નહીં, આ ફિલ્મ પરથી હિંદી ફિલ્મ ‘શૈતાન’ પણ બની હતી. અજય દેવગન-આર માધવન તથા જાનકી બોડીવાલા લીડ રોલમાં હતાં.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ માટે […]
Author: JKJGS
US એક્સપોર્ટ કરાતા હીરા-જ્વેલરી-કાપડ 50% મોંઘું થઈ જશે, સુરતનો 35% હીરાવેપાર અમેરિકા સાથે
ટ્રમ્પે ભારતથી આયાત થતા હીરા, જ્વેલરી અને કાપડ સહિતની પ્રોડક્ટ પર હવે 25 ટકાની જગ્યાએ 50 ટકા ટેરિફ લાગુ કરી દેતાં આ તમામ ચીજવસ્તુ સરેરાશ 50 ટકા મોંઘી થઈ જશે. આ જાહેરાતથી સુરતના બે મુખ્ય ઉદ્યોગ ડાયમંડ અને ટેક્સટાઇલ પર ગંભીર અસર પડશે. ડાયમંડમાં અમેરિકા સાથેના 47 હજાર કરોડના સીધા વેપારને મોટો ફટકો પડ્યો છે. […]
એક કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર, CCTVથી આરોપી પકડાયા, ઘટના બાદ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બંદોબસ્તમાં વધારો
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવકમંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર 25 ઓગસ્ટની રાત્રે અસામાજિક તત્ત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવતાં ભારે તણાવ સર્જાયો હતો. આ ઘટનાએ શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો હતો. આ ગુનાહિત કૃત્યની જાણ થતાં જ વડોદરા શહેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા […]
ચાની લારી પાસેથી પકડાયેલો આરોપી IPC 406, 420 હેઠળ વોન્ટેડ હતો
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈના કેસમાં નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી સિરાજ અયુબ રેન્જરને ગોધરા ગોન્દ્રા સર્કલ પાસે આવેલી ચાની લારી નજીકથી પકડવામાં આવ્યો છે. આરોપી હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના ગુના નંબર 11207079250305/2025માં IPC કલમ 406, 420 હેઠળ વોન્ટેડ હતો. તે હાલમાં હલીમા મસ્જિદ પાસે ઇદગાહ મહોલ્લા, ગોધરામાં રહે છે. આરોપીનું […]
પુણાગામમાં ચપ્પુના આઠ ઘા મારી ઢીમ ઢાળી દેવાયું, બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
સુરતના પુણાગામ વિસ્તારમાં હત્યાનો એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. પુણાગામની સીતારામ સોસાયટી પાસે ડોક્ટરના ભાઈ એવા વિપુલ નકુમ નામના યુવકની ગામના જ યુવકે ચપ્પુના સાતથી વધુ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ ફરાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. […]
શહેરમાં દીવાલ ધરાશાયીમાં મૃતક તથા નુકસાન થનાર પરિવારોને સહાય ચૂકવો
જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં પાણીના ટાંકાની દિવાલ ધરાશાયીમાં મૃત્યુ નિપજનાર યુવકના અને નુકશાન થયેલ પરિવારોને સહાય ચુકવવા માટે આજે સ્થાનિક લોકો સાથે વિપક્ષોએ કમિશનરને લેખિત રજુઆત કરી છે અને પાણીના જર્જરિત ટાંકા અને દીવાલો નવી બનાવવા માટે માંગણી કરવામાં આવી છે. શહેરના શંકરટેકરી વિસ્તારમાં ગત શનિવારે પાણીના ટાંકાની દિવાલ ધરાશાયી થતા અને ત્યાંના રહેવાસી અયુબભાઈની […]
જામનગરના બેંક કર્મી KBCમાં 12.50 લાખ જીત્યા, શહેરભરમાંથી અભિનંદનની વર્ષા
જામનગર શહેરમાં રહેતા અને બેંકના કર્મચારી યુવાને કૌન બનેગા કરોડપતિમાં ભાગ લઈ 12.50 લાખ રૂપિયાની જીત મેળવી છે. જામનગરના યુવાનની સિદ્ધિ આભને આંબી છે. દીપકભાઈ જાદવ નામના યુવાન બેંક કર્મચારી છે તેઓ જામનગરની બેન્ક ઓફ બરોડા માં ફરજ બજાવે છે અને તેમના પિતા પણ નિવૃત બેન્ક કર્મચારી છે. લાંબા સમયની મહેનત બાદ જામનગરના દીપકભાઈ સોમવારે […]
૫,૦૦૦ કરોડ રૂપિયાના હોસ્પિટલ બાંધકામ કૌભાંડમાં આપ નેતા સૌરભ ભારદ્વાજના ઘરે EDના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજના પાછલા શાસનકાળમાં દિલ્હીના આરોગ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં હોસ્પિટલોના નિર્માણમાં થયેલી કથિત ગેરરીતિઓના સંદર્ભમાં તેમના નિવાસસ્થાન અને રાષ્ટ્રીય રાજધાનીમાં અનેક અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ મામલાના સંદર્ભમાં કેન્દ્રીય એજન્સી દિલ્હીમાં ૧૨ સ્થળોએ દરોડા પાડી રહી હોવાના અહેવાલ છે. હોસ્પિટલ બાંધકામ કૌભાંડ […]
યોગી આદિત્યનાથે યુપીના કામદારો માટે ખાતરીપૂર્વકના લઘુત્તમ વેતનની જાહેરાત કરી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે જાહેરાત કરી હતી કે ઉત્તર પ્રદેશમાં બધા કામ કરતા યુવાનોને લઘુત્તમ વેતનની ખાતરી આપવામાં આવશે, જેનાથી આ રાજ્ય ભારતમાં આવી પહેલ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બનશે. લખનૌમાં ત્રણ દિવસીય “રોજગાર મહાકુંભ ૨૦૨૫” ના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, મુખ્યમંત્રીએ કહ્યું કે આ પગલાથી કામદારોનું શોષણ બંધ થશે, કારણ કે કંપનીઓને વાજબી વેતન ચૂકવવાની […]
બંધારણના રક્ષણ માટે લોકોએ પોતાના મતદાનના અધિકારનું રક્ષણ કરવું જાેઈએ : રાહુલ ગાંધી
બિહારમાં મતદાર યાદીઓના ચાલી રહેલા ખાસ સઘન સુધારા પર કેન્દ્રની NDA સરકાર પર સીધો હુમલો કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે લોકોએ બંધારણનું રક્ષણ કરવા માટે તેમના મતદાનના અધિકારનું રક્ષણ કરવું જાેઈએ. બિહારમાં SIR એ ભાજપ અને EC ને ખુલ્લા પાડ્યા છે, અને તેથી લોકોએ ભગવા પક્ષના નેતાઓને ‘વોટ ચોર‘ કહેવાનું શરૂ કર્યું […]










