Gujarat

મહિલા પોલીસ કર્મચારીઓ વિશે અપમાનજનક, વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરાયેલા યુટ્યુબર સવુક્કુ શંકર પર ગુંડા એક્ટ લાગુ કરાયો

કોઈમ્બતુર સાયબર પોલીસે ૪ મેના રોજ પ્રખ્યાત યુટ્યુબર સવુક્કુ શંકર ની ધરપકડ કરી હતી, મહિલા પોલીસ કર્મચારીઓ વિશે અપમાનજનક અને વાંધાજનક ટિપ્પણી કરવા બદલ યુટ્યુબર ઉપર ગુંડા એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. સવુક્કુ શંકર પર સાત અલગ-અલગ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એક મહિલા એસ આઈ દ્વારા યુટ્યુબર સાવુક્કુ શંકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. […]

Sports

સોશિયલ મીડિયા પર જાણ કરી, ઘૂંટણની ઈજાને કારણે નિર્ણય લીધો

પંજાબ કિંગ્સ અને ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટન PBKS કેમ્પમાંથી ઇંગ્લેન્ડ પરત ફર્યો છે. તેણે જૂનમાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ઘૂંટણની ઈજાને ઠીક કરવા માટે આ નિર્ણય લીધો હતો. લિવિંગસ્ટોને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “IPLની બીજી સિઝન રમવાની તક મળી. આગામી વર્લ્ડ કપ માટે મારે મારા ઘૂંટણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પંજાબ કિંગ્સના ચાહકોને […]

Sports

ગુજરાત-કોલકાતાની મેચ વરસાદને કારણે રદ; બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યા

IPL-2024માં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. આ સાથે ગુજરાતની ટીમ ચાલુ સિઝનની પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. બીજી તરફ કોલકાતાનું ટોપ-2માં સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. અમદાવાદમાં સોમવારે સાંજથી રાત સુધી વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં અમ્પાયરોએ બંને કેપ્ટન સાથે ચર્ચા કર્યા બાદ મેચ રદ […]

Entertainment

બોલી, ‘મારી દીકરીને એકલી છોડીને હું દોષિત અનુભવું છું; હું રાહાને મારી જેમ તેમના માતા-પિતાનું ઘર છોડવા નહીં દઉં’

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે વર્કિંગ મધર બનવાના પડકારો વિશે હાલમાં જ ખુલ્લીને વાત કરી છે. એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ 2022માં રાહાને જન્મ આપ્યા બાદ થયેલા ફેરફારો વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તે પોતાની દીકરીને ઘરે છોડીને કામ પર જવા માટે પોતાને દોષિત માને છે. આલિયાએ એમ પણ કહ્યું હતું કે તે રાહાને મોટી […]

Gujarat

ઈટાલીથી શરૂ થશે અને સાઉથ ફ્રાન્સમાં પૂરું થશે, 800 મહેમાનો આવશે; ક્રૂઝ પર ધમાલ મચાવશે ત્રણેય ખાન

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતના બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનને લગતું એક નવું અપડેટ સામે આવ્યું છે. આ સેલિબ્રેશન માટે 800 મહેમાનોને આમંત્રિત કરવામાં આવશે. દિવ્ય ભાસ્કર દ્વારા પહેલાંથી જ કહેવામાં આવ્યું હતું કે સમુદ્રની વચ્ચે ક્રૂઝ શિપ પર ફંક્શનનું આયોજન કરવામાં આવશે. નવી માહિતી એ છે કે ક્રૂઝ શિપ ઇટાલીના સિટી બંદરથી રવાના થશે અને દક્ષિણ […]

Gujarat

કચરો ફેંકનારા સામે પગલાંની માંગણી

જામખંભાળીયામાં રામનાથ સોસાયટી પાસે ગૌશાળાની સામે કચરાપેટી હતી જે સ્થાનિકોની રજૂઆતો પછી હટાવી લેવાઈ હતી.જો કે,કચરાપેટી હટતા જ લોકો દ્વારા આડેધડ રીતે મોટી સંખ્યામાં થેલી ભરી કચરો ફેંકાતા ગંદકીના ઢગલા થવા માંડ્યા છે. રામનાથ સોસાયટીની બીજી તરફ શક્તિનગરમાં રહેતા લોકો,દુકાનદારો પણ પોતાની નકામી વસ્તુઓના થેલા ભરી અહીં નાખી જતા દુર્ગધ અને ગંદકીથી વાતાવરણ દૂષિત થાય […]

Gujarat

શૈક્ષણિક સંસ્થાનું પરિણામ 100 ટકા

ખંભાળિયામાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી ડિવાઈન ઈન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગનું તાજેતરમાં જી.એન.એમ. અને એ.એન.એમ.નું 100 ટકા પરિણામ આવ્યું છે. તાજેતરમાં આવેલા જી.એન.સી.ના પરિણામમાં ખંભાળિયાની શ્રી ડિવાઈન ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં એ.એન.એમ. (સેકન્ડ યર) અને જી.એન.એમ. (સેકન્ડ યર)ના તમામ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા આ સંસ્થાનું પરિણામ સો ટકા આવ્યું છે. આ સિદ્ધિને બિરદાવવા સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર પી.વી. કંડોરીયાએ […]

Gujarat

વંટોળિયા પવન સાથે અમી છાંટણા પડ્યા

ખંભાળિયા પંથકમાં ગતરાત્રિના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વંટોળિયા જેવા પવન સાથે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવા અમી છાંટણા વરસ્યા હતા. ખંભાળિયા શહેર તથા નજીકના વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગત મોડી રાત્રે વાતાવરણ પલટાયું હતું. જેમાં તેજ ફૂંકાતા પવન વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી હતી. આટલું જ નહીં, આકાશમાં વીજળીના કડાકા ભડાકા પણ થયા હતા. જોકે […]

Gujarat

બોટાદના ખસ ગામે દીકરીના લગ્નનો ચાંદલો લઇ આવતાં પરિવારનો ફલ્લા પાસે અકસ્માત : 1નું મોત

જામનગર નજીક સિકકામાં રહેતા એક પરિવારજનો સોમવારે વહેલી સવારે લગ્નનો ચાંદલો લઇ બોલેરોમાં બોટાદના ખસ ગામે જવા રવાના થયા હતા. જે વેળાએ જામનગર-રાજકોટ ઘોરીમાર્ગ પર ફલ્લા ગામના બસ સ્ટેન્ડ પાસે ગોલાઇ પર કૂતરૂ આડુ ઉતરતા બોલેરો પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરો સવાર અગિયાર લોકોને નાની મોટી ઇજા પહોચી હતી. જે પૈકી […]

Gujarat

ઉનાના ઉમેજ ગામથી પસાર થતી રાવલ નદીમાં    નવનિર્માણ પુલના કામની સ્થળ પર ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું…વહેલીતકે પુલનું કામ પૂર્ણ કરવા સૂચના આપી

ઉનાના ઉમેજ ગામે થી પસાર થતી રાવલ નદી ઉપર નવનિર્માણ પુલનું કામ શરૂ છે. ત્યારે આ પુલના સ્થળ પર ધારાસભ્યએ મુલાકાત લીધી હતી. અને પોતે જાત નિરીક્ષણ કર્યું હતું. બાદમાં આ પુલનું કામ વહેલીતકે પૂર્ણ કરવા સૂચના આપી હતી. તાલુકાના ઉમેજ ગામથી પસાર થતી રાવલ નદી ઉપર પુલનું બાંધકામ ચાલુ છે. અને આ પુલના કામનું […]