International

યમન યુદ્ધમાં પ્રવેશવા પર હુથીઓએ અમેરિકાને “પીડાદાયક પ્રતિક્રિયા”ની ચેતવણી આપી

એક હુથી અધિકારીએ અમેરિકાને ચેતવણી આપી હતી કે જાે તે યમનના યુદ્ધમાં પ્રવેશશે તો તેને “પીડાદાયક જવાબ” મળશે; નોંધનીય છે કે સાઉદી અરેબિયાએ આ જૂથનો સામનો કરવા માટે વોશિંગ્ટન પાસે મદદ માંગી છે કારણ કે તે સતત હુમલાઓનો સામનો કરી રહ્યું છે. યમનનું ગૃહયુદ્ધ – જેમાં સાઉદી-આગેવાની હેઠળનું લશ્કરી ગઠબંધન ઈરાન-સમર્થિત હુથીઓ સામે સરકારને સમર્થન […]

International

ન્યૂ યોર્કથી આવેલી ડેલ્ટા ફ્લાઇટ ઈઝરાયલના તેલ અવીવ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ બોમ્બની ધમકીને પગલે ખાલી કરાવવામાં આવી

મંગળવાર, ૧૩ ઓક્ટોબરના રોજ ન્યૂ યોર્કથી આવી રહેલી ડેલ્ટા એરલાઇન્સની એક ફ્લાઇટ ઈઝરાયલના તેલ અવીવ એરપોર્ટ પર ઉતર્યા બાદ બોમ્બની ધમકીને પગલે ખાલી કરાવવામાં આવી હતી. ‘જેરુસલેમ પોસ્ટ‘ના અહેવાલ મુજબ, બેન ગુરિયન એરપોર્ટ પર મુસાફરોને ઉતાવળમાં ટર્મિનલની અંદર લઈ જવામાં આવ્યા હતા. તપાસકર્તાઓ દ્વારા વિમાનની તપાસ કરવામાં આવી હતી. સત્તાવાળાઓને માહિતી મળી હતી કે વિમાનમાં […]

International

‘પાછા જતા રહો, તમે આતંકવાદી છો‘: ન્યૂયોર્કના JFK એરપોર્ટ પર બાંગ્લાદેશી પ્રવાસીઓ દ્વારા મુહમ્મદ યુનુસનો વિરોધ

અમેરિકાના જ્હોન એફ. કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બાંગ્લાદેશની વચગાળાની સરકારના ભૂતપૂર્વ મુખ્ય સલાહકાર ડૉ. મુહમ્મદ યુનુસનો સામનો અવામી લીગના સમર્થક પ્રવાસી બાંગ્લાદેશીઓ સાથે થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે યુનુસ બપોરે લગભગ ૩:૪૫ વાગ્યે એરપોર્ટની બહાર નીકળી રહ્યા હતા. અહેવાલો અનુસાર, તેમની સાથે વચગાળાની સરકારમાં જીડ્ઢય્જ (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ) માટેના મુખ્ય સંયોજક અને યુનુસ […]

International

‘ઘણું બધું ગુમાવવાનું જાેખમ‘: ટ્રમ્પનું માનવું છે કે અમેરિકા સાથેના સંઘર્ષ વચ્ચે ચીન અને રશિયા ઈરાનને મદદ કરી રહ્યા નથી

અમેરિકા સાથેના સંઘર્ષ વચ્ચે ચીન અને રશિયા ઈરાનને મદદ કરી રહ્યા હોવાની મહિનાઓ સુધી ચાલેલી અટકળો બાદ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હવે એવું “માનવા”નું કારણ છે કે આ બંને દેશો તેહરાનને મદદ કરી રહ્યા નથી. ‘ટ્રૂથ સોશિયલ‘ પરની એક પોસ્ટમાં, અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે જાે રશિયા અને ચીન ઈરાનને મદદ કરે તો તેમણે “ઘણું […]

Gujarat

મહુવાની હનુમંત હોસ્પિટલમાં ન્યૂરોસર્જરી વિભાગ શરૂ

મહુવાની હનુમંત હોસ્પિટલમાં નવરાત્રીના શુભ દિવસે ન્યૂરોસર્જરી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ વિભાગમાં મગજ, મણકા અને કરોડરજ્જુના ઓપરેશન માટેની સુવિધા મળશે. આ માટે અધ્યતન મશીન, અત્યાધુનિક માઈક્રોસ્કોપ અને જરૂરી સાધનોનો પ્રારંભ કરાયો છે. હોસ્પિટલના ટ્રસ્ટી ડો. કે.ડી. પારેખ, સીઈઓ ડો. ચિંતન શનિશ્વરા, ટ્રસ્ટી કે.પી. મહેતા અને બાબુભાઈ જેઠવાએ દીપ પ્રાગટ્ય કરીને નવી સુવિધાનો પ્રારંભ […]

Gujarat

ભાવનગરમાં ગરબા ગ્રાઉન્ડ પરથી ગાયબ રહેલા હેડ કોન્સ્ટેબલ સહિત 4 હોમગાર્ડ સસ્પેન્ડ, SPની લાલ આંખ

ભાવનગર શહેરમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગોઠવાયેલા પોલીસ બંદોબસ્તમાં ગંભીર બેદરકારી દાખવનારા પોલીસકર્મીઓ સામે જિલ્લા પોલીસ વડાએ કડક વલણ અખત્યાર કર્યું છે. ચિત્રા અને નિર્મળનગર વિસ્તારમાં આયોજિત નવરાત્રિ મહોત્સવના બંદોબસ્તમાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી કે જાણ કર્યા વિના ફરજ પર ગેરહાજર રહેનારા નિલમબાગ અને બોરતળાવ પોલીસ મથકના એક હેડ કોન્સ્ટેબલ તેમજ […]

Gujarat

ઘોઘામાં 25 વર્ષીય યુવકની છરી ઘા ઝીંકી કરપીણ હત્યા

ભાવનગર જિલ્લાના ઘોઘા ગામમાં ધોળા દિવસે છરીના ઘા ઝીંકી પચીસ વર્ષીય યુવકની હત્યા થવા પામી છે. યુવક બપોરે તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે થોડા દિવસ પૂર્વે બાઈક ચલાવવા બાબતે થયેલી માથાકુટની દાઝ રાખી આજગામના ત્રણ શખસ ઘસી આવ્યા હતા અને યુવક જિવલેણ હુમલો કરતા તેને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું સારવાર દરમિયાન […]

Gujarat

રાજકોટમાં નકલી IAS અધિકારી ઝડપાયો

રાજકોટની જૂની કલેક્ટર કચેરીએ આવેલી પ્રાંત કચેરીમાં નકલી IAS અધિકારી બનીને રોફ જમાવવાનો અને સરકારી સુવિધાઓ હડપવાનો પ્રયાસ કરનાર એક ગઠિયો સામે આવ્યો છે. પ્રાંત અધિકારીની સમયસૂચકતા અને સચોટ પૂછપરછના કારણે નકલી અધિકારીની પોલ ખુલી ગઈ હતી. શરૂઆતમાં મહારાષ્ટ્રમાં 2023ની બેન્ચના આઈએએસ હોવાની ઓળખ આપતો આ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ હોવાની હકીકત જણાવતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં […]

Gujarat

પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠક પર મતગણતરીનો પ્રારંભ

પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતગણતરી શરૂ થઈ છે. પડધરી મામલતદાર કચેરીમાં બનાવેલા કેન્દ્ર પર મત ગણવામાં આવી રહ્યા છે. મતગણતરી શરૂ થતાં જ આખા વિસ્તારમાં પરિણામોને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે મુકાબલો હોવાથી રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા […]

Gujarat

રાજકોટ મનપાનો નવતર પ્રયોગ

રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં સતત વધી રહેલા ધૂળજન્ય પ્રદૂષણને અંકુશમાં લેવા માટે એક મહત્વપૂર્ણ અને આધુનિક પગલું ભરવામાં આવ્યું છે. શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ વેગ આપવા અને હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવવાના ઉદ્દેશ્યથી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ મિસ્ટ કેનન મશીનો ખરીદવામાં આવ્યા છે. તાજેતરમાં કોર્પોરેટરો અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ મશીનોની કાર્યપદ્ધતિ […]