International

ટ્રમ્પે જાપાન સાથે ‘મોટા‘ વેપાર સોદાની જાહેરાત કરતા માલ-સામાન પર ૧૫% પારસ્પરિક ટેરિફ યથાવત રાખ્યો

અમેરિકી રાષ્ટ્રપ્રમુખનો જાપાન ને મોટો ઝટકો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જાપાન સાથે “મોટા” વેપાર કરારની જાહેરાત કરી. “અત્યાર સુધી થયેલા સૌથી મોટા કરાર” ના ભાગ રૂપે, ટ્રમ્પે કહ્યું કે અમેરિકા યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસ કરવામાં આવતા જાપાની માલ પર ૧૫ ટકા “પરસ્પર” ટેરિફ લાદશે, અને જાપાન પણ ઇં૫૫૦ બિલિયનનું રોકાણ કરશે. અમેરિકાને નફાનો ૯૦% ભાગ […]

Gujarat

આજનું રાશિફળ ( 24-07-2025 )

મેષ આજે તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા. જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે. તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા […]

Gujarat

રાજકોટના પાણી પુરવઠા વિભાગ હસ્તકના હેડ વર્કસ તથા કચેરીમાં વન કવચ નિર્માણ કરાયા

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરિતા વિહાર સોસાયટી પાસેથી પસાર થતાં ઘટાટોપ વનરાજીને જોઈને જંગલ જેવો અનુભવ થાય. પણ આ જંગલ નથી, આ તો પાણી પુરવઠા વિભાગનું જલભવન કાર્યાલય છે. આવો જ નજારો પાણી પુરવઠા વિભાગના ન્યારા, રફાળા, કુવાડવા, હડાળા, સણોસરા, મોટા ખીજડીયા વગેરે હેડ વર્કસ ખાતે પણ જોવા મળે. આ તમામ વનરાજીઓના ઉછેર માટે […]

Gujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા 10મી ઓગષ્ટથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં 15 દિવસીય લોકમેળો યોજાશે

હૈયેથી હૈયુ દળાય એવી ભીડ જામશે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં દશમી ઓગષ્ટથી પંદર દિવસીય લોકમેળાનુ આયોજન કરાયુ છે જેની ઓનલાઇન ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છેજેમાં મનપાને મશીન મનોરંજનના જુદા જુદા છ પ્લોટના 81.50 લાખ અને આઇસક્રિમના બે પ્લોટના 12.53 લાખ મળી રૂા. 94.03 લાખની આવક ઓનલાઇન ટેન્ડર મારફતે થઇ છે.જયારે હવે બાકી […]

Gujarat

મોટીખાવડી વિસ્તારમાં રખડતા પશુઓને અકસ્માતથી બચાવવા રિફ્લેક્ટર બેલ્ટ લગાવાયા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગે પશુઓની સુરક્ષા માટે નવતર પહેલ શરૂ કરી છે. કંપનીના કોર્પોરેટ અફેર્સના પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાત્રિના સમયે થતા અકસ્માતોથી પશુઓને બચાવવા માટે તેમને રિફ્લેક્ટર બેલ્ટ પહેરાવવામાં આવી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં 600થી વધુ પશુઓને આ સુરક્ષા બેલ્ટ લગાવવામાં આવ્યા છે મોટી ખાવડી […]

Gujarat

પાણી નીચેના માળખાની તપાસ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, વિશેષ યુનિટ કાર્યરત

જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગે પુલોની સઘન ચકાસણી શરૂ કરી છે. આ કામગીરી માટે મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટને તૈનાત કરવામાં આવ્યું છે. યુનિટ પુલોની મજબૂતાઈ અને સ્થિતિનું બારીક નિરીક્ષણ કરી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વિજય ગૌસ્વામી મુજબ, ચોમાસાની સ્થિતિ અને વધતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને પુલોની સુરક્ષા જરૂરી છે. વિભાગ […]

Entertainment

સલમાને ઘર પર બુલેટપ્રૂફ કાચ લગાવવાનું કારણ જણાવ્યું; ચાહકો એપાર્ટમેન્ટ પર ચઢીને બાલ્કનીમાં સૂઈ જતા હતા

ગયા વર્ષે બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર થયો હતો. તેના થોડા સમય પછી, એક્ટરે પોતાના ઘરની બાલ્કનીમાં બુલેટપ્રૂફ કાચ લગાવ્યો હતો. હવે તાજેતરમાં સલમાને જણાવ્યું છે કે તેણે ધમકીઓના ડરથી નહીં પરંતુ ચાહકોની વારંવાર મુલાકાતોથી પરેશાન હોવાથી બાલ્કની સુરક્ષિત કરી છે. તાજેતરમાં સલમાન ખાન ISRL (ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ) સીઝન 2 નું […]

Gujarat

દક્ષિણ ડાંગમાં સ્વસહાય જૂથોની મહિલાઓ બની લખપતિ: વર્ષ ૨૦૨૩-૨૪માં ૮,૫૦,૦૦૦ રોપા ઉછેરીને કરી ૩૫ લાખની કમાણી

ગુજરાતના દક્ષિણ ડાંગમાં ‘લખપતિ દીદી યોજના’થી આદિવાસી મહિલાઓનું થયું ઉત્થાન ૨ કરોડ મહિલાઓને ‘લખપતિ દીદી’ બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને આગળ ધપાવી રહ્યું છે ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણમાં મહિલાઓને ખૂબ મહત્વનો આધારસ્તંભ ગણાવ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૩માં શરૂ થયેલી લખપતિ દીદી યોજના આજે અનેક મહિલાઓની આર્થિક ઉન્નતિનું માધ્યમ બની […]

Gujarat

જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫,અંબાજી સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે:- જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન કરાશે. આજરોજ કાલિદાસ મિસ્ત્રી ભવન, અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ […]

Gujarat

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની એકાદશી રાત્રિ મહાજાગરણ સભા જનમાનસમાં ચેતના, વિચારો અને સંસ્કાર જગાવતો ‘આધ્યાત્મિક મહાયજ્ઞ‘ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

એકાદશી રાત્રિ મહાજાગરણ સભામાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી સંબોધન ગુરુકુલો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યોના સંરક્ષણ માટે કરવામાં આવતું કાર્ય રાષ્ટ્રનિર્માણની મહાન સેવા છે : રાજ્યપાલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એકાદશી રાત્રિ મહાજાગરણ સભાને ઓનલાઈન માધ્યમથી સંબોધન કર્યું હતું. ‘શિક્ષાપત્રી સંગ શ્રદ્ધા‘ પર આધારિત આ સત્સંગ સભામાં […]