સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા આજથી ૨૮-૨-૨૫ સુધી ગાંધીનગર ખાતે વિધાનસભામાં બજેટ સત્રમાં ઉપસ્થિત હોય લોકો પોતાના પ્રશ્ર્નો અને સમસ્યા અંગે તેમની કાર્યાલય અટલધારા કાર્યાલયની મુલાકાત લઈને રજૂઆત કરી શકશે પોતે ગમે ત્યાં હોય પોતાના વિસ્તારના લોકોના પ્રશ્ર્નો અને સમસ્યાના નિવારણ કાજે સતત ચિંતિત રહેતાં સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તેમનો અભિગમ હમેશાં […]
Author: JKJGS
સાવરકુંડલા જીઆઈડીસી માટે સૂચિત જમીનની જંત્રી રિવાઈઝ કરી સાવરકુંડલાના નાના નાના ઉદ્યોગકારોને પોસાય તેવા દરો કરવા માટે સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને અસરકારક અને તર્કબદ્ધ રજૂઆત કરી
સાવરકુંડલાના વર્ષોથી લટકતા સવાલ જીઆઈડીસી.. સાવરકુંડલાના ઔદ્યોગિક વિકાસ માટે જીઆઇડીસી ખૂબ જરૂરી છે. અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ આવ્યા અને ગયા પરંતુ જીઆઈડીસીની સુવિધાથી સાવરકુંડલા હજુ પણ વંચિત છે. સાંપ્રત ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ આ જીઆઇડીસી સુવિધા માટે કમર કસી છે. ત્યારે જીઆઇડીસી માટે યોગ્ય જમીન અને એ પણ વ્યાજબી ભાવે જો સરકાર દ્વારા ફાળવવામાં આવે તો […]
સૌરાષ્ટ્ર ઝોન હોકી ફાઇનલમા રાજકોટે અમરેલીને ૭ ગોલથી હરાવ્યું
ફાઇનલની બંને ટીમ રાજ્યસ્તરે રમશે ખેલ મહાકુંભ ૩.૦ સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન સાથે મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ત્યારે રાજકોટ રેસકોર્સ આર.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સિનીયર ભાઈઓ માટેની સૌરાષ્ટ્ર ઝોન હોકી ફાઇનલ સ્પર્ધામાં રાજકોટ શહેર ટીમે અમરેલી ટીમને હરાવી હતી. ગુજરાત સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ […]
અમરેલી જિલ્લાના મતદારોનો આભાર માનતા :- ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા
અમરેલી જીલ્લા સહિત ગુજરાતમાં ભગવો લહેરાયો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની જનહિતની નીતિઓ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલના નેતૃત્વમાં સંગઠનની સક્રિયતા અને સેવાને પ્રચંડ જનસમર્થન મળ્યું :- શ્રી કસવાલા અમરેલી જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ભગવો લહેરાયો છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે નગરપાલિકા ચલાલા, જાફરાબાદ, રાજુલા,લાઠી તેમજ […]
માંગરોળની કંપાણી કોલેજના છાત્રોને સુવર્ણ ચંદ્રકો એનાયત
શારદાગ્રામ સંચાલિત માંગરોળની શ્રી એમ.એન. કંપાણી કોલેજમાં પી.જી.ડી.સી.એ. ના છાત્રો સર્વશ્રી કરમટા સપનાબેન કાળાભાઈ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા સુવર્ણ ચંદ્રક અને કરગઠીયા પ્રવિણાબેન સરમણભાઈ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરતા રજત ચંદ્રક શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોજાઇ ગયેલા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ શ્રી ના વરદ હસ્તે એનાયત કરવામાં આવેલા. કોલેજના આચાર્યશ્રી,નિયામકશ્રી અને અધ્યાપક પરિવારે બંને […]
આર.ટી.ઓ.કચેરી જામનગર દ્વારા ટેક્ષ ડિફોલ્ટર મેગા એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ યોજાઈ
ટેક્ષ ભરપાઈ ન કરેલ વાહનમાલિકો પાસેથી પેનલ્ટી સાથે ટેક્ષ રીકવરી સહિતની કાર્યવાહીમાં રૂ. 28.33 લાખથી વધુની વસુલાત કરાઈ આર.ટી.ઓ. કચેરી જામનગર દ્વારા ટેક્ષ ડિફોલ્ટર મેગા એન્ફોર્સમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી શ્રી કે.કે.ઉપાધ્યાય દ્વારા આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર્સની બે અલગ અલગ ટીમ બનાવી વિવિધ સ્થળોએ ટેક્ષ ભરપાઈ કરેલ ન હોય તેવા વાહનોના ચેકીંગની […]
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સેન્ટ્રલાઈઝ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર માતા પિતા વિહોણા ૬૧ વિદ્યાર્થીઓને એસ.બી.આઈ.બેંક દ્વારા શૈક્ષણિક કીટ અર્પણ કરી સન્માનિત કરાયા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર હસ્તકની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમના માતા-પિતા હયાત ન હોય, પિતા હયાત ન હોય અથવા માતા હયાત ન હોય તેવા ૪૦૫ બાળકો માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એન.એમ.એમ.એસ. પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર દ્વારા લેવામાં આવેલ સેન્ટ્રલાઈઝ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ […]
મહાશિવરાત્રી મેળા દરમિયાન એસટી દ્વારા ૨૧૦ વધુ બસ મુકાશે
રૂ.૨૫ નુ ભાડું ચૂકવી બસ સ્ટેન્ડથી ભવનાથની મુસાફરી કરી શકાશે સૌરાષ્ટ્ર-કચ્છ, અમદાવાદ તથા તીર્થ સ્થળોએથી જૂનાગઢ સુધી વિશેષ એસટી બસ દોડશે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ ધ્વારા મહાશિવરાત્રી મેળા-૨૦૨૫ ના એકસ્ટ્રા સંચાલન બુથનું ઉદ્ઘાટન તા.૨૨ ફેબ્રુઆરીના રોજ ૦૯,૩૦ કલાકે એસ.ટી. બસ સ્ટેશન ખાતે કરાશે. આ પ્રસંગે જૂનાગઢ એસ.ટી. નિગમના વિભાગીય નિયામકશ્રી એમ.બી.રાવલ, વિભાગીય પરિવહન […]
જેતપુરમાં ત્રણ વર્ષ પૂર્વે પૂર્વ પત્નીની હત્યા નિપજવાના પતિ અને ભત્રીજા સામે થયેલ ફરીયાદનો કેસ જેતપુરની એડિશનલ અને સેસન્સ કોર્ટમાં ચાલી જતા જજે આરોપી પતિને આજીવન
કેદની સજા ફટકારી હતી. જ્યારે ભત્રીજાને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો હતો. શહેરની ગુજરાતીની વાડી વિસ્તારમાં રહેતા શાંતુભાઈ કહોર અને તેમનો ભત્રીજા દિવ્યરાજે બંનેએ એકસંપ કરી ત્રણ વર્ષ પૂર્વે 14માર્ચ 2022ના રોજ પત્ની પ્રસન્નાબેનની છરીના ઘા મારી હત્યા નિપજાવી નાખ્યાંની સીટી પોલીસ સ્ટેશનમાં શાંતુભાઈની પુત્રી પાયલબેને સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં પાયલબેને જણાવેલ […]
જેતપુરમાં 44માંથી 32 બેઠકો ઉપર કમળ ખીલ્યું, 11 અપક્ષો ચૂંટાયા, કોંગ્રેસને સમખાવા પુરતી માત્ર એક બેઠક મળી
તાલુકા પંચાયતની પીઠડિયા બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય વાવટો જેતપુર નગરપાલિકામાં ફરી એક વખત ભાજપનો વિજય થતાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા કિંગ મેકર સાબિત થયા છે. નગરપાલિકાની ૪૪ બેઠકમાંથી બે બેઠકના ભાજપના ઉમેદવારોના મેન્ડેટ આવ્યા ન હોવા છતાં ૪૪માંથી ૩૨ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. ૧૧ બેઠકો ઉપર અપક્ષો ચૂંટાયા છે […]









