નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૧૩-૧૪ પર એક મોટી દુર્ઘટના ઘટી નવી દિલ્હીથી દરભંગા જતી સ્વતંત્ર સેનાની એક્સપ્રેસમાં ચઢવા માટે પ્લેટફોર્મ નંબર ૧૩ પર મોટી સંખ્યામાં મુસાફરો એકઠા થયા હતા શનિવારે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડને કારણે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા ૧૮ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા […]
Author: JKJGS
રાજસ્થાનના કોટામાં ખાતરની એક ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લિકથતા સરકારી શાળાના ૧૫ બાળકો બેભાન
રાજસ્થાનના કોટામાં ચંબલ ખાતર કેમિકલ ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીક થયો હતો અને આ ગેસના સંપર્કમાં આવતાં એક સરકારી શાળાના ૧૫ બાળકો બેભાન થઈ ગયા હતા જે બાદ તેમને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાબતે મળતી માહિતી અનુસાર, શરૂઆતમાં બાળકોની સારવાર CFCL દવાખાનામાં કરવામાં આવી હતી. બાળકોએ જણાવ્યું કે શાળાના […]
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મુંબઈમાં અંધેરીની ESIC હોસ્પિટલ અને DGFASLIની મુલાકાત લીધી
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મુંબઈ, મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાત દરમિયાન અંધેરીમાં ESIC હોસ્પિટલ અને ડિરેક્ટોરેટ જનરલ, ફેક્ટરી એડવાઈસ એન્ડ લેબર ઇન્સ્ટિટ્યૂટ (DGFASLI)ની મુલાકાત લીધી. ESIC હોસ્પિટલની મુલાકાત દરમિયાન ડૉ. માંડવિયાએ નોંધણી કાઉન્ટર, ધન્વંતરી મોડ્યુલ હેઠળ ઓનલાઇન નોંધણી સુવિધા, ડેન્ટલ યુનિટ અને આંતરિક દવા વિભાગ સહિત વિવિધ […]
24 કલામાં મોટાભાગના જિલ્લાઓનું તાપમાન બેથી 3 ડિગ્રી વધતા ગરમી વધી; 5 દિવસ વાતાવરણ યથાવત્ રહેશે
ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં તાપમાન વધી રહ્યું છે. સતત તાપમાનમાં વધારો થવાથી ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી વધતા ગરમીનું પ્રમાણ વધ્યું છે. તથા મહત્તમ તાપમાન પણ કેટલા જિલ્લાઓમાં 35 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ […]
રાજકોટના પુનિતનગરમાં જૂની અદાવતમાં હુમલો કર્યો હતો, પિસ્તોલ અને 2 કાર્ટિઝ કબજે કરાયા
રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર પુનિતનગર વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે 5.30 વાગ્યા આસપાસ કુખ્યાત શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીત પરેશ બળદા ઉપર જંગલેશ્વરના સમીર ઉર્ફે મુર્ગો ઉર્ફે ટકો પઠાણે તેના અન્ય મિત્રો સાથે મળી રેકી કર્યા બાદ ગેરકાયદેસર હથિયારથી ફાયરિંગ કરી ઇજા પહોંચાડી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. બનાવની […]
દર કલાકે અપડેટ લેતા, બે વાર વીડિયો કોલ કરીને મીટીંગ કરતા; ટુકડે-ટુકડે 64 લાખ પડાવ્યા
સુરતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. એક એન.આર.આઈ. વૃદ્ધ બિઝનેસમેનને ડિજિટલ અરેસ્ટ કરી 64 લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી છે. CBI ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં તમે નાણાકીય વ્યવહારો કર્યા હોવાની વાતોમાં લઇ વૃદ્ધ બિઝનેસમેન પાસેથી અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં 64 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. […]
ગર્ભવતી પત્ની અને પતિ ઇજાગ્રસ્ત, 3 વર્ષની બાળકીને હોઠે ચાર ટાંકા આવ્યા
સુરતમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલાં લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. આંખના પલકારામાં પૂરપાટ ઝડપે આવતી કારનો ચાલક બાઈક સવાર પરિવારને ઉડાવીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ગર્ભવતી પત્ની અને પતિ ઇજાગ્રસ્ત થયાં હતાં જ્યારે તેમની સાથે રહેલી ત્રણ વર્ષની બાળકીના હોઠમાં ઇજા […]
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે આશીર્વાદ અપાયા
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી પુષ્પાંજલિ વિદ્યાલયે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સુંદરકાંડના પાઠ સાથે વિદાય સમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષાઓ માટે માનસિક રીતે તૈયાર કરવાનો અને તેમને આધ્યાત્મિક શક્તિ પૂરી પાડવાનો હતો. સમારોહમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા પરિવારના સભ્યોએ એકસાથે સુંદરકાંડનો પાઠ કર્યો હતો. આ આધ્યાત્મિક વાતાવરણે […]
અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટની હોટલમાં ઓક્યુપેન્સી 80%એ પહોંચી, 8 મોટી હોટેલ ખુલતાં 1000 રૂમ વધશે
ગુજરાત ધીરે ધીરે હોટલ અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીમાં પણ હરણફાળ ભરી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટીમાં આવેલી હોટલમાં ઓક્યુપેન્સી 80 ટકા પહોંચી છે. આ ઉપરાંત આગામી 2-3 વર્ષમાં 8 નવી હોટલ ખુલતા 1000 રૂમ પણ વધશે. સાંસ્કૃતિક-મ્યુઝિકલ કન્સર્ટ, પ્રાકૃતિક, ધાર્મિક, આર્થિક, સ્પોર્ટ્સ ઇવેન્ટ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમતા અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં હયાત, આઇટીસી, તાજ, […]
ટ્રેનમાં બુકિંગ વધે તો ટિકિટ વેચાણ બંધ કરી પ્લેટફોર્મ પર બેરિકેડ મૂકવા આદેશ
મહાકુંભમાં જવા માટે શનિવારે રાતે નવી દિલ્હી સ્ટેશને થયેલી ભીડ અને ત્યારબાદ થયેલી ભાગદોડમાં 18 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. આ ઘટનાની ગંભીરતા જોતા રેલવે બોર્ડ દ્વારા તત્કાલ અસરથી દેશભરના તમામ સ્ટેશનો પરથી મહાકુંભમાં જવા માટે પેસેન્જરોના ધસારાને ધ્યાનમાં રાખી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ કરી દેવાની સાથે કોઈને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. […]










