માંગરોળ તાલુકાના સિયાલજ ગામમાં નેશનલ હાઈવે 48 પર એક ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યા છે. હોટલ જનપથ નજીકના પુલિયા પર રાત્રે સવા આઠથી નવ વાગ્યાના સુમારે એક અજાણ્યા વાહને મોટરસાઇકલ (GJ 05 EC 1575)ને અડફેટે લીધી હતી. અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર 32 વર્ષીય હિમાંશુ બિરેન સિંહ ચમાર અને 19 વર્ષીય વિનીત ગોવિંદભાઈ ચમારનું ઘટનાસ્થળે […]
Author: JKJGS
રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પ્રશ્ન ઉઠાવ્યો, રત્નકલાકારોની કથળતી સ્થિતિ જોઈને કલ્યાણ બોર્ડની માફક બોર્ડની રચના કરવા રજૂઆત કરી
સુરતનો હીરા ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગની અંદર મંદીનો માહોલ હોવાને કારણે ધીરે-ધીરે તેની અસર હવે રત્ન કલાકારોની રોજગારી પર થવાની શરૂ થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષમાં વૈશ્વિક સ્તરીય ઉભા થયેલા સંજોગોને કારણે હીરા ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારે મંદીનો માર્ગ સહન કરવાનો વખત આવ્યો છે ત્યારે […]
સાંકેતિક ભાષામાં નંબર સેવ કર્યા, મુંબઇના ‘મહારાજ’ નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો
સુરતના જહાંગીપુરા પોલીસ મથકની હદમાંથી બિલ્ડર ભરત ભગવાન પટેલ (કળથિયા)ને રૂ. 5.27 લાખના M.D. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાતા કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવાયા છે. પોલીસે આરોપી પાસેથી વધુ માહિતી બહાર લાવવા માટે પુષ્ટિની તપાસ શરૂ કરી છે. સરકારી પક્ષે એપીપી કેતન ગામીતે દલીલ કરી હતી કે, આરોપી મુંબઇના ‘મહારાજ’ નામના શખસ પાસેથી ડ્રગ્સ […]
સુરતના સાંસદે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીને મળીને પ્રયાગરાજ માટે સ્પેશિયલ એક ટ્રેન સુરતથી ઉપાડવા રજૂઆત કરી
સુરત જેવા ઔદ્યોગિક શહેરને કનેક્ટિવિટીનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી નડતરરૂપ રહ્યો છે. સુરતમાં દેશના લગભગ તમામ રાજ્યના લોકો લાખોની સંખ્યામાં રોજગારી માટે આવ્યા છે અને વસવાટ કરી રહ્યા છે ત્યારે પોતાના માત્ર વતન જવાથી લઈને ધાર્મિક યાત્રા સુધીના અનેક પ્રશ્નો લોકો સમક્ષ આવે છે. દિવાળી વેકેશન દરમિયાન કે છઠ પૂજા જેવા સમયે સુરત સ્ટેશનની જે […]
બુધવારી બજાર ભરાતું તે સરકારી પ્લોટ લાઇબ્રેરી માટેનો, શાસકોએ ભાજપના જ પૂર્વ કોર્પોરેટરને ફાળવી દીધો હતો
વરિયાવ છાપરાભાઠા ખાતે બુધવારી બજાર ભરાતું હતું તે સરકારી પ્લોટ છે અને મંજૂર થયેલી ટીપી 37માં 98 નંબરનો ફાઇનલ પ્લોટ લાઇબ્રેરીના હેતુ માટે દર્શાવેલો છે. પરંતુ પ્લોટમાં હેતુ જ્યાં સુધી સિદ્ધ થાય નહીં ત્યાં સુધી પ્લોટ પડ્યો રહે નહીં તે માટે સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કરી આ પ્લોટ ભાજપના જ પૂર્વ મહિલા કોર્પોરેટર કંચન પ્રજાપતિને નક્કી […]
વિદ્યાર્થીને થાંભલા સાથે બાથ ભીડાવી, પાછળથી હાથ પકડી પટ્ટાથી ફટકારાયો
એસવીએનઆઇટીનો બર્થ ડે સેલિબ્રેશન પર વિદ્યાર્થીઓને પટ્ટા મારવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સેકેન્ડ યરનો વિદ્યાર્થી બાસ્કેટ બોલના મેદાનમાં બોલ નાખવાના બાસ્કેટના થાંભલા સાથે અન્ય વિદ્યાર્થીને બાથ ભીડાવીને એક પછી એક એમ વારંવાર પટ્ટા મારી રહ્યો છે. માર ખાનાર વિદ્યાર્થી બૂમાબૂમ કરે છે. જો કે, આખી ઘટના જોયા બાદ પણ એસવીએનઆઇટીના ઉચ્ચ અધિકારીઓ […]
ભાવનગર જુના બંદર પર પક્ષીઓને 120 કિલો જુવાર અને 30 કિલો ગાંઠીયા ખવડાવ્યા
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ભાવનગરમાં અર્હમ યુવા સેવા ગ્રુપના છ સક્રિય સભ્યોએ તા. 7 ફેબ્રુઆરી 2025ના રોજ જુના બંદર વિસ્તારમાં મોડેસ્ટ પાસે પુલ નીચે પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરી હતી. આ સેવા કાર્યમાં સમીરભાઈ, નિલેશભાઈ, જીમિતભાઈ, તરંગભાઈ, વિવેકભાઈ અને દર્શિલભાઈએ સક્રિય ભાગ લીધો હતો. તેમણે 1000થી વધુ પક્ષીઓને લાભ મળે તે રીતે […]
રાણીકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ નીચે તિનપત્તી રમતા શખ્સો પકડાયા, બે ફરાર
ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે (એલસીબી) જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે બે શખ્સો ફરાર થઈ ગયા છે. વિઠ્ઠલેશ્વર રોડ પર કોઠીના ઝાડ પાછળ, માનવ સેવા કેંદ્ર દુકાન સામે સ્ટ્રીટ લાઈટના અજવાળે તિનપત્તીનો જુગાર રમતા શખ્સો મળી આવ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સોની ઓળખ અફજલભાઇ અજીઝભાઈ નાગાણી (38), ઐયુબભાઇ સુલેમાનભાઇ પઠાણ […]
10-11 ફેબ્રુઆરીએ સંપૂર્ણ રદ, ભક્તિનગર સેક્શનમાં એન્જિનિયરિંગ કામ ચાલુ
રાજકોટ ડિવિઝનના ભક્તિનગર સેક્શનમાં એન્જિનિયરિંગ કામ માટે લેવામાં આવેલા બ્લોકના કારણે વેરાવળ-રાજકોટ રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. આજે તારીખ 8મીએ વેરાવળ-રાજકોટ ટ્રેન તેના નિર્ધારિત સમય સવારે 5 વાગ્યાના બદલે 7 વાગ્યે ઉપડશે, જે બે કલાકનો વિલંબ દર્શાવે છે. વધુમાં, પેરિંગ રેકની અછતને કારણે તારીખ 10મીએ વેરાવળથી રાજકોટ જતી ટ્રેન અને 11મીએ રાજકોટથી વેરાવળ આવતી ટ્રેન […]
માતા-પિતાની ઊંચી અપેક્ષાને કારણે 63% અને પરીક્ષાના ભયને કારણે 34% વિદ્યાર્થીઓ ડિપ્રેશન અનુભવે છે
ભારતના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ડિપ્રેશન અને આત્મહત્યાનું પ્રમાણ વધતું રહ્યું છે. ખૂબ જ મોટી પ્રતિસ્પર્ધા, વિદ્યાર્થીઓમાં સંવાદસીનતાની સ્થિતિ, ભણવાની સાથે બીજા ક્ષેત્રોમાં પણ ટોપ કરવાની ઈચ્છા અને નોકરીમાં ભારી ભરખમ પેકેજ પાછળની દોડમાં વધારે પડતી ઝડપ જોવા મળે છે. તેનું કારણ દેશમાં પ્રતિષ્ઠિત ભારતીય સંસ્થાઓમાં વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનના અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે. આ કારણે આત્મહત્યાની […]










