Gujarat

ગુરગઢ દરગાહના બે મુંજાવરોની ધતિંગલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાણ-નવાગામ નજીક ગાગા ગુરગઢ દરગાહમાં બે મુંજાવર દ્વારા 25 વર્ષથી ચાલતી દોરા-ધાગા, ભભૂતી, મંત્રેલું પાણી આપી રોગ મટાડવાની ધતિંગ લીલા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કલ્યાણપુર પોલીસની મદદથી પર્દાફાશ કર્યો હતો.જે બંનેએ કબુલાતનામુ આપી કાયમી કપટલીલા બંધની જાહેરાત કરી લોકોની માફી માંગીલીધી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ અને નવાગામ પાસે […]

Gujarat

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ દ્વારા સરકારી યોજનાના અનેક લાભાર્થીઓનો સંપર્ક કરાયો

ભાજપ દ્વારા રાજ્યમાં જુદી જુદી સરકારી યોજનાના લાભાર્થીઓ માટેનું લાભાર્થી સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભથી વિકાસ પામેલા નાગરિકોના ઘરે જઈને તેમનો સંપર્ક કરી તેમને થયેલા લાભની વિગતો જાણી દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા આ અંગે વડાપ્રધાન મોદીનો આભાર પત્ર આપવાના વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે. જેમાં […]

Gujarat

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રક પાછળ આઇસર ઘૂસ્યું ને પછી ડિવાઈડર કૂદાવી ગયું, ડ્રાઈવર-ક્લીનર ફસાઈ ગયા

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આજે વહેલી સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આઈસર એક ટ્રક પાછળ ઘૂસી જતા ડિવાઇડર કૂદી સામે આવી ગયું હતું. અકસ્માતનાં કારણે ડ્રાઇવર તેમજ ક્લીનર ખરાબ રીતે ફસાઈ ગયા હતા. જોકે આ અંગેની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ કાફલો દોડી ગયો હતો અને ફાયર વિભાગની ટીમે મહામહેનતે […]

Gujarat

ભાવનગરના અધેવાડા ગામે જૂની અદાવતે યુવાન પર હુમલો, 4 હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ

ભાવનગર શહેરના અધેવાડાગામે મારામારી ની દાઝ રાખી ચાર શખ્સોએ યુવાન પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જયારે ચાર હુમલાખોરો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર અધેવાડાગામે ઝાંઝરીયા રોડપર દેવીપૂજક વાસમાં રહેતા લાલુ ધરાશી પરમાર […]

Gujarat

જામનગરમાં મહા યોગ શિબિરનું આયોજન, બાળકોએ ભગવાન શિવના ભજન પર વિવિધ યોગાસનની કૃતિઓ રજૂ કરી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ- ગાંધીનગર અશ્વિની કુમાર, ચેરમેન અને યોગ સેવક શીશપાલજી તેમજ ઓ.એસ.ડી. વેદીના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ બંગલો અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન જામનગર ખાતે મહા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારે યોગ શિબિરના આયોજન થકી નાગરિકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની જાળવણી થાય અને આ સાથે સાથે આગામી પેઢીમાં યોગ પ્રત્યે જાગૃતિ વધે અને […]

Gujarat

જામનગર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પોષણ પખવાડિયા ઉજવણીની સમીક્ષા બેઠક યોજાઈ

જામનગર મા કેન્દ્ર સરકારના માર્ગદર્શન તળે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં તારીખ 9 થી 23 માર્ચ 2024 સુધી છઠ્ઠા પોષણ પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ 8 માર્ચ વર્ષ 2018ના રોજ રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પોષણ પખવાડિયાનો ધ્યેય જન ભાગીદારી દ્વારા સમાજમાં બાળકોમાં જોવા મળતા […]

Gujarat

જામનગરમાં માર્ચ મહિના અન્વયે બાકી વીજ બીલના નાણાંની રિક્વરી માટે સેન્ટ્રલઝોન દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ

જામનગર શહેરમાં આજે પીજીવીસીએલની સેન્ટ્રલ ઝોન પેટા વિભાગની કચેરી ખાતે માર્ચ મહિના અન્વયે બાકી વીજબિલના નાણાંની રિકવરી માટે માસ ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાલુકા પંચાયત, માધવ સ્કેવર વાળો વિસ્તાર, લીમડા લાઈન, ભીડભંજન મહાદેવ મંદિર પાસે વિસ્તાર, સીટી પોઈન્ટ વિસ્તાર, બદરી કોમ્પ્લેક્સ આસપાસનો વિસ્તાર, અનુપમ ટોકીઝ, ધણશેરી, વાલકેશ્વરી, ઇન્દિરા માર્ગ, પ્રદર્શન ગ્રાઉન્ડ વિસ્તાર, […]

Gujarat

વંથલી તાલુકાના ઝાંપોદડ હાઈસ્કૂલમાં કોમ્પ્યુટર લેબ  ઉદ્દઘાટન સમારોહ યોજાયો

સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા આઈ.સી. ટી. લેબ પ્રોજેક્ટ અંતર્ગત શેઠ બી.કે. મહેતા હાઈસ્કૂલમાં પંદર કોમ્પ્યુટર આપવામાં આવેલ છે. તેનું ઉદ્ઘાટન તા.12.03.24ના રોજ ગામના સરપંચશ્રીના પ્રતિનિધિ વસંતભાઈ પરમારના વરદ હસ્તે કરાયું હતું. તેમજ શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Gujarat

છોટાઉદેપુર તાલુકાના ઉખલવાટ ગામે “બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો,જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા

છોટાઉદેપુર તાલુકાના ઉખલવાટ ગામે “બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. “મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માતાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. અને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, પ્રદેશ ભાજપ આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા, […]

Gujarat

છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ના હસ્તે બોડેલી તાલુકામાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના બોડેલી તાલુકાના વાઘવા ગામે ૨ પ્રાથમિક શાળાના ઓરડાઓ તેમજ પેટા આરોગ્ય કેન્દ્રનું ૩૫ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ફાટા ગામે પ્રાથમિક શાળાને જોડતા રસ્તા પર સ્લેબડ્રેઈન ૭૯.૯૯ લાખના ખર્ચે નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિધાનસભા મતવિસ્તારના બોડેલી તાલુકાના મોતીપુરા (વા) પ્રાથમિક શાળાના જોડતા રસ્તા પર સ્લેબડ્રેઈન ૧ કરોડ ૦૯ લાખનું ખાતમુહૂર્ત […]