મહેસાણા મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ વિવિધ પડતર માગણીઓ રજૂ કરી છે. સફાઈ કામદારોએ લેખિત રજૂઆતમાં જણાવ્યું કે 2020માં તેમને કાયમી કર્મચારી તરીકેના ઓર્ડર આપવામાં આવ્યા હતા. કર્મચારીઓએ માગણી કરી છે કે તેમને 20 દિવસને બદલે 30 દિવસની નોકરી આપવામાં આવે. તેમણે જણાવ્યું કે અન્ય મહાનગરપાલિકા કે નગરપાલિકામાં સફાઈ કામદારોની નોકરી 20 દિવસની […]
Author: JKJGS
વરસાદથી શહેરના ખોદાયેલા રસ્તાઓ પર પાણી ભરાતા લોકો હેરાન
જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે કમોસમી વરસાદે દસ્તક આપી છે. વહેલી સવારે ઘેરા વાદળો છવાયા બાદ બપોરે પવન સાથે વરસાદ શરૂ થયો. શહેરના ભવનાથ તળેટી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે મેના અંતિમ અઠવાડિયામાં કરેલી વરસાદની આગાહી સાચી પડી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના બિનઆયોજિત કામને કારણે વરસાદ લોકો માટે મુશ્કેલીરૂપ બન્યો છે. મધુરમ, […]
કેરીનાં હજારો બોક્સ પલળ્યાં, તો કેટલીય કેરીઓ પાણીમાં તણાઈ, જૂનાગઢ માર્કેટયાર્ડમાં સુવિધા ન હોવાનો વેપારીઓનો આક્ષેપ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે વહેલી સવારથી ચાલી રહેલી કેરીની હરાજી દરમિયાન અચાનક આવેલા અણધાર્યા વરસાદના કારણે કેરીના હજારો બોક્સ પલળી ગયા છે તો કેટલીય કેરી પાણીમાં તણાઈ ગઈ છે. આ ઘટનાથી ખેડૂત, ઇજારેદારો અને વેપારીઓને લાખો રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા છે. હરાજીની પ્રક્રિયા દરમિયાન જ કેરીના બોક્સ પાણીમાં તરવા લાગ્યા કેરીના વેપારી અદ્રેમાન […]
કાન ફેસ્ટિવલમાં એક્ટ્રેસનું બનારસી અંદાજમાં ડેબ્યૂ, કરન જોહર-ઈશાન ખટ્ટર પણ ચમક્યા
78મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ સેલેબ્સનો જલવો જોવા મળી રહ્યો છે. રેડ કાર્પેટ પર જાહ્નવી કપૂરે પણ ડેબ્યૂ કર્યું હતું. જાહ્નવી તેની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ માટે કાન ફેસ્ટિવલમાં પહોંચી હતી. આ દરમિયાન જાહ્નવીની સાથે હોમબાઉન્ડની આખી કાસ્ટ પણ જોવા મળી હતી. આ ઈવેન્ટમાં જાહ્નવીના ડેબ્યૂ લુકની ચારેકોર ચર્ચા થઈ રહી છે. જાહ્નવીનો આ લુક જોઈને ફેન્સને […]
સૈયામી ખેરે સાઉથ ઈન્ડસ્ટ્રીની પોલ ખોલી, કહ્યું એક મહિલા કાસ્ટિંગ એજન્ટે સેક્સ્યુઅલ ફેવરની માંગ કરી હતી
બોલિવૂડના ઘણા કલાકારોએ કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂ દરમિયાન, એક્ટ્રેસ સૈયામી ખેરે પણ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી હતી. એક્ટ્રેસે જણાવ્યું કે- તેને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં એક ફિલ્મમાં કામ કરવાના બદલામાં પોતાની જાત સાથે સમાધાન કરવાનું કહેવામાં આવ્યું હતું. એન્ટરટેનમેન્ટ પોર્ટલ ‘બોલિવૂડ બબલ’ સાથેની એક મુલાકાતમાં, સૈયામી ખેરે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો પોતાનો […]
શનાયા કપૂર ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં‘ થી બોલીવુડમાં કરશે ડેબ્યૂ
ત્રણ વર્ષની પ્રતીક્ષા બાદ બોલીવૂડમાં અભિનેત્રીની ફિલ્મ થશે ૧૧મી જુલાઈએ રીલિઝ થશે અભિનેત્રી શનાયા કપૂર છેલ્લાં ત્રણ વર્ષથી બોલીવૂડમાં ડેબ્યૂના પ્રયાસ કરી રહી હતી ત્યારે હવે તેની પહેલી ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં‘ આગામી તા. ૧૧મી જુલાઈએ રીલિઝ થશે તેવું નિર્માતા અને દિગ્દર્શક દ્વારા ઓફિશિયલી જાહેર કરાયું છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી તેનો સહકલાકાર છે. ફિલ્મની […]
ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ (KIBG) રમતગમતની પરિવર્તનશીલ શક્તિનું પ્રદર્શન કરે છે, એક નવો અધ્યાય ઉમેરે છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રમતોની શરૂઆતની ઘોષણા કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રમતગમતની “પરિવર્તનશીલ શક્તિ” અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ દેશના રમતગમતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ કેવી રીતે હતી તેના પર પ્રકાશ પાડ્યો. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશો અને ભારતીય રમતગમત સત્તામંડળના રમતગમત આયોજકોને […]
પદ્મ પુરસ્કારો-૨૦૨૬ માટે નામાંકન ૩૧ જુલાઈ, ૨૦૨૫ સુધી ખુલ્લું રહેશે
ગણતંત્ર દિવસ ૨૦૨૬ના અવસરે જાહેર થનારા પદ્મ પુરસ્કારો-૨૦૨૬ માટે નામાંકન/ભલામણો ૧૫ માર્ચ, ૨૦૨૫થી શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન માટેની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૫ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન/ભલામણો ફક્ત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) પર ઓનલાઈન પ્રાપ્ત થશે. પદ્મ પુરસ્કારો, જેમ કે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ નાગરિક […]
ભારતીય નૌકાદળ પરંપરાગત રીતે બનેલા ‘પ્રાચીન સ્ટીચ્ડ જહાજાે‘ ને સામેલ કરશે
આજે ભારતીય નૌકાદળ કારવાર સ્થિત નેવલ બેઝ ખાતે એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન પ્રાચીન દરિયાઈ જહાજને સામેલ કરશે અને તેનું નામ જાહેર કરશે. માનનીય સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત મુખ્ય અતિથિ તરીકે આ સમારોહની અધ્યક્ષતા કરશે, જે ઔપચારિક રીતે ભારતીય નૌકાદળમાં જહાજના સમાવેશને ચિહ્નિત કરશે. આ સ્ટીચ્ડ જહાજ ૫મી સદીના વહાણનું પુનર્નિર્માણ છે. જે અજંતા […]
પ્રધાનમંત્રી બિકાનેરના પલાના ખાતે ૨૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે
આવતીકાલે પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનની મુલાકાત લેશે આવતીકાલે તા. ૨૨ મેના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનની મુલાકાત લેશે. તેઓ સવારે ૧૧ વાગ્યે બિકાનેર જશે અને દેશનોકમાં કરણી માતા મંદિરની મુલાકાત લેશે. આ પછી પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુન:વિકસિત દેશનોક સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. ત્યારબાદ, તેઓ ૨૬,૦૦૦ કરોડ રૂપિયાથી […]










