National

સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરતી અરજી ફગાવી

દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, અરજદારોએ અરજી દાખલ કરતાં પહેલાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સામે આ સંદર્ભે કોઈ પણ પ્રકારનું આવેદન આપ્યું નથી. જેને ધ્યાનમાં લેતાં આ અરજી પર કોઈ સુનાવણી કરી શકાય નહીં. જસ્ટિસ અભય એસ. ઓકા અને ઉજ્જલ […]

International

અમેરિકાની ટ્રમ્પ સરકારે ગેરકાયદે વસતાં ૪૫૦૦ ઈમિગ્રન્ટ્સને ૫૦ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યુએસમાં ગેરકાયદેસર રીતે રહેતાં ઈમિગ્રન્ટ્સ વિરૂદ્ધની કવાયત દિવસેને દિવસે આકરૂ સ્વરૂપ ધારણ કરી રહી છે. ઈમિગ્રેશન ઓથોરિટીએ હાલ અમેરિકામાં વસતાં ૪૫૦૦ જેટલા ઈમિગ્રન્ટ્સને અંદાજે ૫૦ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે. જેમાં અમુક ઈમિગ્રન્ટ્સને ૧૮ લાખ ડોલરનો ઊંચો દંડ કર્યો છે. ટ્રમ્પ સરકારે આ દંડ ફટકારતી નોટિસ આપવા પાછળનું કારણ અમેરિકામાં ગેરકાયદે […]

International

હવે ચીનમાં ઉચ્ચ અધિકારીઓ સરકારી પૈસે મોંઘા દારૂ-સિગારેટ કે સ્ટાર હોટલોમાં ભોજનની મજા નહિ માણી શકે

ચીનમાં સરકારે અઘિકારીઓ માટે લીધો ખૂબ મોટો ર્નિણય ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ખોટા ખર્ચ ઘટાડવા કેટલાક મહત્ત્વના ર્નિણય લીધા છે. ચીન સરકારે નવો નિયમ અમલી કરતા જાહેરાત કરી છે કે, હવે કોઈ પણ સરકારી કાર્યક્રમોમાં ઉચ્ચ અધિકારીઓ સરકારી પૈસે મોંઘા દારૂ-સિગારેટની મજા નહીં માણી શકે. તેમજ સરકારી કામ કરતી વખતે સરકારના પૈસે સ્ટાર હોટલોમાં મોંઘું ભોજન […]

International

યુદ્ધ લંબાવવા માટે શાંતિ વાતાઘાટો ટાળી રહ્યા છે પુતિન: યુક્રેન રાષ્ટ્રપ્રમુખ

ઝેલેંસ્કીનું રશિયાને લઈને વિવાદિત નિવેદન એક તરફ બે દેશો વચ્ચે યુદ્ધવિરામ ની ચર્ચા ચાલું છે ત્યારે બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ રશિયા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, મોસ્કો જાણીજાેઈને શાંતિ વાતાઘાટો લટકાવીને ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને હજુ લંબાવવા માગે છે. તેમણે આ નિવેદન તૂર્કીયેના ઇસ્તામ્બુલમાં થયેલી હાલની વાતઘાટો બાદ આપ્યું. થોડા દિવસ […]

International

ઈઝરાયલની સેના દ્વારા ગાઝામાં આત્મઘાતી હુમલો; ૯૦ના મોત, અનેક ઘાયલ

યુદ્ધ ના અંત ની વાત અવગણી છેલ્લા એક વર્ષ પહેલાથી હમાસના આંતકી હુમલાના જવાબમાં ઈઝરાયેલ દોઢ વર્ષથી ગાઝા પટ્ટી પર હવાઈ અને જમીની હુમલા કરી રહ્યું છે, જેમાં સેંકડો બાળકો અને મહિલાઓ સહિત હજારો લોકોનાં મોત નીપજ્યાં છે. આવા સંજાેગોમાં હવે બ્રિટન, ફ્રાન્સ, કેનેડા સહિત દુનિયાના ૨૩ દેશોએ ઈઝરાયેલ પર ગાઝામાં યુદ્ધ રોકવા દબાણ કર્યું […]

International

અમેરિકાને વિદેશી મિસાઇલના હુમલાના જાેખમથી બચાવવા માટે અત્યાધુનિક મિસાઇલ ડિફેન્સ શીલ્ડ ‘ગોલ્ડન ડોમ બનાવવામા આવશે

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું મોટું એલાન વિદેશી હુમલાના જાેખમથી બચવા અમેરિકા બનાવાશે શીલ્ડ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ગોલ્ડન ડોમ પ્રોજેક્ટનું એલાન કર્યું હતું, જેની અંદાજિત કિંમત ૧૭૫ બિલિયન ડૉલર જણાવવામાં આવી રહી છે. ગોલ્ડન ડોમનો પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ચીન અને રશિયા જેવા દેશોથી ઉત્પન્ન થતાં જાેખમથી અમેરિકાનું રક્ષણ કરવાનો છે. […]

Gujarat

વડોદરામાં 26મીએ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત વડોદરા આવી રહેલા વડાપ્રધાનના સ્વાગત અને સન્માન માટે વડોદરા કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓએ રોડ શો રૂટની મુલાકાત લીધી હતી. ભાજપા દ્વારા દરેક કાઉન્સિલરને 100 મહિલા લાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. […]

Gujarat

ગ્રાઇન્ડરના તણખલાથી ઓઇલ વેસ્ટમાં આગ લાગી, 10 મિનિટમાં કાબૂમાં

મહેસાણાથી 9 કિલોમીટર દૂર શોભાસણ રોડ પર BSCC કંપનીના વર્કશોપ પાસે આગ લાગવાની ઘટના બની. વર્કશોપની બહાર ખુલ્લી જગ્યામાં ઓઇલ વેસ્ટ સહિતનો કચરો પડ્યો હતો. નજીકમાં કોઈ વ્યક્તિ ગ્રાઇન્ડર ચલાવી રહ્યો હતો. ગ્રાઇન્ડરનો તણખલો ઓઈલ વેસ્ટના જથ્થામાં પડતાં આગ લાગી હોવાનું અનુમાન છે. બનાવની જાણ થતાં મહેસાણા મનપાના ફાયર કંટ્રોલ રૂમની ટીમ તરત જ ઘટનાસ્થળે […]

Gujarat

30 દિવસની નોકરી અને આરોગ્ય વીમાની સુવિધા સહિત વિવિધ માગણીઓ રજૂ કરી

મહેસાણા મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ વિવિધ પડતર માગણીઓ રજૂ કરી છે. સફાઈ કામદારોએ લેખિત રજૂઆતમાં જણાવ્યું કે 2020માં તેમને કાયમી કર્મચારી તરીકેના ઓર્ડર આપવામાં આવ્યા હતા. કર્મચારીઓએ માગણી કરી છે કે તેમને 20 દિવસને બદલે 30 દિવસની નોકરી આપવામાં આવે. તેમણે જણાવ્યું કે અન્ય મહાનગરપાલિકા કે નગરપાલિકામાં સફાઈ કામદારોની નોકરી 20 દિવસની […]

Gujarat

વરસાદથી શહેરના ખોદાયેલા રસ્તાઓ પર પાણી ભરાતા લોકો હેરાન

જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે કમોસમી વરસાદે દસ્તક આપી છે. વહેલી સવારે ઘેરા વાદળો છવાયા બાદ બપોરે પવન સાથે વરસાદ શરૂ થયો. શહેરના ભવનાથ તળેટી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે મેના અંતિમ અઠવાડિયામાં કરેલી વરસાદની આગાહી સાચી પડી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના બિનઆયોજિત કામને કારણે વરસાદ લોકો માટે મુશ્કેલીરૂપ બન્યો છે. મધુરમ, […]