‘કોઈ વ્યક્તિ દિવ્યાંગ શરીરથી હોય શકે, પણ મનથી નહિ’…. 2015માં મને ડોક્ટરે સ્વિમિંગ સર્ટીફિકેટ આપવાની ના પાડી ત્યારે મને ખુબ જ દુ:ખ થયું હતું. ડોક્ટરે કહ્યું હતુ કે, તમે કંઈ થશે તો મારી જવાબદારી આવશે. આ સમયે મારા પપ્પાએ મને સપોર્ટ કર્યો અને ડોક્ટરને કહી દીધુ કે, મને કઈ થશે તો તેની જવાબદારી તેમની રહેશે. […]
Author: JKJGS
ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા, 6 મહિના પહેલા રાજકારણને લઈ નિવેદન આપી ચર્ચામાં આવ્યા હતા
ગુજરાત પોલીસમાં અલગ ઇમેજ ધરાવતા IPS અધિકારી અભય ચુડાસમાએ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. જો કે, હજી સુધી રાજ્ય સરકારે રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. 3 જાન્યુઆરીના સવારે 10 વાગ્યે તેઓએ રાજ્યના પોલીસવડાને પોતાનું રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ હાલ એડિશનલ ડીજીપી તરીકે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. કયા કારણોસર અને નિવૃત્તિના થોડાક […]
વીસડાલીયાના રઘીપુરા પર પુલના નિર્માણથી લોકોને સરળતા રહેશે
માંડવી તાલુકાના ગામોના રોડ ઘણા સમયથી અવધિ પૂર્ણ થતા ઉબડખાબડ થઈ ગયા હતા અને કેટલાક નવા નકોર બની ગયા છે. જેમાં મોટાભાગના કેટલાક રોડના કામો મંજૂર થયા છે જે હાલમાં નિર્માણ હેઠળ છે જેના પગલે વીસડાલીયાથી રઘીપુરા જતા રોડ પર રોડના કામમાં નવા પુલથી લોકોને પાણીના લેવલથી હવે રાહત થશે. ઘણા સમયથી વીસડાલીયાથી રઘીપુરા જોડતા […]
100 વડીલોએ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ધૂન-સત્સંગમાં જોડાયા; ‘જનરેશન ગેપ’ વિષય પર સંવાદ યોજાયો
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્કૃતિધામ ટીમ દ્વારા 100 વડીલો માટે નિઃશુલ્ક આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગ્યે બે બસ દ્વારા યાત્રાનું પ્રસ્થાન થયું હતું. યાત્રા દરમિયાન વડીલોને બારડોલી સ્થિત રામદેવજી અલખધામ, સાંકરી સ્વામિનારાયણ મંદિર અને ગર્લતેશ્વર મંદિરના 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવ્યા હતા. બપોરે સંસ્કૃતિધામ ખાતે ભોજન બાદ પારિવારિક જનરેશન ગેપ […]
હીરમાં ભયંકર મંદીથી અસંખ્ય લોકો બેરોજગાર, કેન્દ્રીય બજેટમાં પણ નિરાશા મળી; સરકારને મત ન આપવા અપીલ: ડાયમંડ વર્કર યુનિયન
સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગની અંદર જોડાયેલા રત્નકલાકારોની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ રહી છે. અનેક પ્રકારના વૈશ્વિક કારણોને કારણે ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો માહોલ છેલ્લા ઘણા સમયથી ન આવવાને કારણે હાલ ડાયમંડ ઉદ્યોગની સ્થિતિના દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. આ મંદી ક્યારે દૂર થશે? સુરતના હીરા […]
નક્શામાં જેનો સરવે નંબર જ નથી તેના 7/12ના આધારે 21 એકર સરકારી જમીન પર ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યો
ઓક્સિજન અને કાજુ પ્લાન્ટનો ઉદ્યોગ શરૂ કરવાના ઓથા હેઠળ ભચાઉ નજીક નેશનલ હાઈવે પરની કરોડોની સરકારી જમીન પર કબજો કરી દેવાનું કૌભાંડ ચીરઈ મોટી ગામે સામે આવ્યું છે. ગામના નક્શામાં 1003 પૈકીનો સરવે નંબર છે જ નહીં તેના પર યુ બી અગ્રવાલ કંપનીએ 21 એકર સરકારી જગ્યામાં ઈન્ડસ્ટ્રીયલ અને મેડિકલ ઓક્સિજન સહિત કાજુનો પ્લાન્ટ પણ […]
જૂનાગઢના વોર્ડ નં-7માં ચૂંટણી બહિષ્કાર, સ્થાનિકોએ કહ્યું- ‘ચૂંટણી ટાણે દીકરા અને પછી બાપ થઇને ફરે, હવે તો મત જ નથી દેવો’
આગામી સમયમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની છે, ત્યારે જૂનાગઢ શહેરની અનેક સોસાયટીના લોકો પ્રાથમિક સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ઝાંઝરડા રોડ પર વોર્ડ નંબર 7 ની જીવનધારા સોસાયટીના રહીશો એકઠા થઈ જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોનો વિરોધ નોંધાવ્યો હતો અને વોર્ડ નંબર 7 ના કોર્પોરેટરો માત્ર ચૂંટણી આવતા મત માગવા આવે છે તેવા આક્ષેપો […]
ચેકડેમમાં બે બિહારી યુવાન શ્રમિક ડૂબ્યા, 6 માસના બાળકે પિતા ગુમાવ્યાં
ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે વસંત પંચમી નિમિત્તે ઉજવણીનો માહોલ અચાનક માતમમાં ફેરવાઈ ગયો. સુપ્રીમ કાસ્ટ ફેક્ટરીમાં કાર્યરત બે બિહારી યુવાન શ્રમિકોએ સરસ્વતી માતાની મૂર્તિના વિસર્જન દરમિયાન જીવ ગુમાવ્યો હતો. ઘટના 3 ફેબ્રુઆરીની સાંજે બની હતી, જ્યારે 12થી 15 લોકોનું જૂથ ગાજતે-વાજતે મૂર્તિને ગામ નજીકના ચેકડેમ સુધી વિસર્જન માટે લઈ ગયું હતું. વિસર્જન દરમિયાન 23 વર્ષીય […]
મહાકુંભમાં જવા રાજકોટથી પ્રયાગરાજની ખાસ પેકેજ બસને ઝંડી આપીને પ્રસ્થાન કરાવતા
ચલો.. કુંભ ચલે.. મેયર શ્રી નયનાબેન પેઢડીયા તેમજ ધારાસભ્યો શ્રી ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા મહાનુભાવોએ મુસાફરોને પુષ્પગુચ્છ આપીને યાત્રા આરામદાયક અને સફળ રહે તેવી શુભેચ્છા પાઠવી શ્રદ્ધાળુઓને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં જવાની સુવિધા આપવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા નવીન વોલ્વો બસ સેવા […]
ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં એન્યુઅલ મીટનું આયોજન
SVMIT એન્જિનિયરિંગ કોલેજે ગતરોજ પૂર્વ વિદ્યાર્થીઓ માટે એન્યુઅલ મીટનું આયોજન સંસ્થાનાં ડાયરેક્ટર જીવરાજ પટેલ અને પ્રિન્સિપલ ડો. દિપક દેવરેનાં માર્ગદર્શન હેઠળ ડો. પાયલ પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રમાં કાર્યરત પૂર્વ વિદ્યાર્થીઓએ ભેગા થઈને જૂની યાદોને તાજી કરી અને પોતાનાં અનુભવ શેર કર્યા હતાં. આ કાર્યક્રમની શરૂઆત કોલેજનાં પ્રિન્સિપલ ડો. […]