બાપુનગર ખાતે આવેલી ESIC મોડલ જનરલ હોસ્પિટલમાં કરાર આધારિત નોકરી અપાવવાના બહાને ઉમેદવારો પાસેથી રૂ. 30 હજારથી રૂ. 1.50 લાખ સુધીની લાંચ ઉઘરાવવાના કૌભાંડનો ACBએ પર્દાફાશ કર્યો છે. વટવા GIDC સ્થિત સિક્યોરિટી એજન્સીની ઓફિસમાંથી ₹95 હજારની લાંચ લેતા બે ઓપરેશન મેનેજર સહિત કુલ 4 આરોપીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. એસીબીની હેલ્પલાઇન 1064 પર મળેલી […]
Author: JKJGS
જૂનાગઢ પોલીસનું ઓડિશાના જંગલોમાં ફિલ્મી ઓપરેશન
ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત જૂનાગઢ બી-ડિવિઝન પોલીસને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સામે મોટી સફળતા સાંપડી છે. ભવનાથ પોલીસ મથકમાં નોંધાયેલા નાર્કોટિક્સ (NDPS) ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ રહેલા બે રીઢા આરોપીઓને પકડવા બી-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ડાંગરના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવી તપાસ તેજ કરવામાં આવી હતી. ઓળખ છુપાવી બે દિવસ સુધી રેકી કરી ભવનાથ […]
બગસરા-જેતપુર સ્ટેટ હાઇવેને વિસાવદર-સતાધાર-સાસણગીર સ્ટેટ હાઇવે સાથે જોડતો બાયપાસ બનશે
જુનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં વધતા ટ્રાફિક ભારણને હળવું કરવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર શહેર ફરતે બાયપાસ રોડ બનાવવાની કામગીરીના પ્રથમ તબક્કા માટે રૂ.20 કરોડની મંજૂરી આપી છે. આ બાયપાસ બગસરા-જેતપુર સ્ટેટ હાઇવેને વિસાવદર-સતાધાર-સાસણગીર સ્ટેટ હાઇવે સાથે જોડશે. સ્થાનિકોની રજૂઆત બાદ સરકારનો નિર્ણય વિસાવદરના સ્થાનિક પદાધિકારીઓ અને નગરજનોએ શહેરમાં વધતા […]
ડભોઇમાં જાહેરમાં કચરો ફેંકતા 4 વેપારીઓ દંડાયા
ડભોઇ નગરપાલિકાએ શહેરની સ્વચ્છતા માટે રાત્રિના સમયે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાત્રિ દરમિયાન જાહેરમાં કચરો ફેંકતા પાણીપુરી અને ઠંડા પીણાના ચાર વેપારીઓને રંગેહાથ ઝડપી દંડ ફટકારવામાં આવ્યો હતો.નગરપાલિકાને ખાણી-પીણીની લારીઓ અને સ્ટોલ સંચાલકો દ્વારા રાત્રિના સમયે જાહેર રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં કચરો, પ્લાસ્ટિકના ગ્લાસ અને અન્ય કચરો ફેંકવામાં આવતો હોવાની ફરિયાદો મળી હતી. આ […]
વડોદરામાં પતિના અનૈતિક સંબંધથી પરેશાન પત્ની અભયમ આવ્યું
વડોદરા શહેરમાં પત્નીએ પતિના પરસ્ત્રી સાથેના પ્રેમસંબંધને લઈને 181 અભયમ મહિલા હેલ્પલાઇન પાસે મદદ માગી હતી. જેથી અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે પતિને સમજાવીને પરિવારનું મહત્વ સમજાવ્યું હતું. અંતે પતિએ પોતાની ભૂલ સ્વીકારી સુધરવા માટે એક તક માગતા બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. મહિલાએ 181 અભયમની ટીમને જણાવ્યું […]
વડોદરાના વેપારી સાથે ટ્રાફિક ફાઈનના મેસેજના બહાને 98 હજાર રૂપિયાની સાયબર ઠગાઈ
વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતા અને શાક માર્કેટમાં વેપાર કરતા એક વેપારીના મોબાઈલ પર નકલી ટ્રાફિક ચલણની લિંક મોકલીને સાયબર ઠગ્સે તેમના બેંક ખાતામાંથી રૂા. 98,922ની રકમ ઓનલાઈન ઉપાડી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પીડિત વેપારીએ પીલોલી ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા અને સયાજીપુરા એ.પી.એમ.સી. શાક માર્કેટમાં […]
લાલપુર નમો ભવનમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ની કાર્યશાળા યોજાઈ
લાલપુર નમો ભવન ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત લાલપુર તાલુકાની એક ખાસ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂરા થવાના પ્રસંગે દેશભરમાં ચાલી રહેલા વિવિધ સેવા અને જનજાગૃતિ કાર્યક્રમોના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી. લાલપુરમાં યોજાયેલી આ કાર્યશાળામાં અભિયાનના હેતુઓ, જનસેવાના અલગ-અલગ પાસાઓ અને સમાજના દરેક વર્ગ સુધી સેવાના કાર્યોને […]
જોગવડમાં 23.85 ગ્રામ હેરોઈન સાથે ત્રણ શખ્સો ઝડપાયા
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમમાં આવેલા રામદુતનગર વિસ્તારમાં પોલીસે દરોડો પાડ્યો હતો. મેઘપર (પડાણા) પોલીસે રિલાયન્સ ટાઉનશીપની દિવાલ પાસે આવેલી એક ઓરડીમાંથી ત્રણ લોકોને માદક પદાર્થ સાથે પકડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા લોકોના નામ જશવંતસિંઘ, થોમસ મસીહ અને જગમીતસિંઘ છે. તેમની પાસેથી 23.85 ગ્રામ હેરોઈન મળ્યું છે. આ હેરોઈનની કિંમત આશરે 4.77 […]
જામનગરના બાલાચડી દરિયાકાંઠે માનવ મહેરામણ ઉમટ્યું
જામનગર જિલ્લાના બાલાચડી દરિયાકાંઠે અમાસના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. લોકો દરિયામાં સ્નાન કરવા અને પિતૃ તર્પણ કરવા માટે દૂર દૂરથી અહીં પહોંચ્યા હતા.બાલાચડી દરિયા કિનારે અમાસના દિવસે પિતૃ તર્પણ (પિતૃ કાર્ય) અને માવા અર્પણ કરવાની પરંપરાનું ખૂબ મહત્વ છે. એવી લોકવાયકા છે કે સમુદ્ર કિનારે પિતૃઓ નિમિત્તે કરવામાં આવતી પૂજા અને […]
જામનગર-દ્વારકા જિલ્લામાં 5-ડે વર્કિંગની માગ સાથે બેંક કર્મીઓની હડતાળ
ગુજરાત સહિત દેશભરમાં SBI, PNB અને યૂનિયન બેંક સહિત સરકારી અને કેટલીક ખાનગી બેંક આજે 11 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ બંધ રહેશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે( UFBU) બે વર્ષથી પડતર 5-ડે વર્કિંગની માંગ સાથે આજે શુક્રવારે એક દિવસની હડતાળનું એલાન કર્યું છે. ત્યારે દેશવ્યાપી હડતાળમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના 2000થી વધું બેંક કર્મચારીઓ પણ જોડાયા […]










