એકેએક ગુજરાતીની છાતી ગજગજ ફૂલે એવી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં જ ફ્રાન્સમાં સંપન્ન થયેલા અતિપ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર વૉક કરનારાં તેઓ ભારતનાં સર્વપ્રથમ મહિલા ફેશન-ડિઝાઇનર બન્યાં છે. સુરતમાં રહેતાં ટીના રાંકા અત્યંત કાબેલ ફેશન-ડિઝાઇનર છે અને તેમના આ ટેલેન્ટે જ તેમને અને આખા દેશને ગૌરવ અપાવ્યું. ટીનાબેન સાથે દિવ્ય ભાસ્કરે નિરાંતે […]
Entertainment
એક્ટ્રેસ પાસપોર્ટ ભૂલી જતાં મુંબઈ એરપોર્ટ પર એન્ટ્રી ન મળી; નિરાશ ચહેરે યુ ટર્ન લીધાનો વીડિયો વાયરલ
બોલિવૂડની બોલ્ડ અને બ્યુટીફુલ સ્ટાર દિશા પટની ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કોઈ ફિલ્મ કે લુકને કારણે નહીં, પરંતુ એરપોર્ટ પર બનેલી એક વિચિત્ર ઘટના કારણભૂત છે. રવિવારે સવારે મુંબઈ એરપોર્ટ પર જે બન્યું તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. હંમેશા સ્ટાઈલિશ અને આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતી દિશા આ વખતે થોડી અસહજ જોવા મળી. દિશા […]
કમલ હાસને તમિલનાડુનો ‘સાથે ઊભા’ રહેવા માટે આભાર માન્યો, કહ્યું કે તેમની પાસે બોલવા માટે ઘણું બધું છે
બુધવારે કન્નડ વિવાદ વચ્ચે ખૂબ પ્રખ્યાત એવા સ્ટાર કમલ હાસને તમિલનાડુના લોકોનો તેમની સાથે ઉભા રહેવા અને તેમને ટેકો આપવા બદલ આભાર માન્યો હતો. ‘ઠગ લાઈફ‘ ૫ જૂને રિલીઝ થઈ રહી છે અને અભિનેતાએ આજે ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ૨૪ મેના રોજ ચેન્નાઈમાં આયોજિત ફિલ્મના ઓડિયો લોન્ચ કાર્યક્રમમાં ‘કન્નડ તમિલમાંથી જન્મે છે‘ એવા […]
પ્રભાસની અટકી પડેલી ફિલ્મ ‘રાજા સાબ‘ ડિસેમ્બરમાં શાહિદ કપૂરની વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ફિલ્મ સાથે ટકરાશે
ખૂબ જાણીતા સુપરસ્ટાર પ્રભાસની ઘણા લાંબા સમયથી અટકી પડેલી ફિલ્મ ‘રાજા સાબ‘ હવે આગામી ડિસેમ્બરમાં રીલિઝ કરવાનો ર્નિણય લેવાયો છે. ડિસેમ્બરમાં આ ફિલ્મ બોલીવુડના પ્રખ્યાત અભિનેતા શાહિદ કપૂરની વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ફિલ્મ સાથે ટકરાશે તેમ મીડિયા સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ‘રાજા સાબ‘ હોરર કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ લાંબા સમયથી તૈયાર છે. મૂળ […]
પ્રેગ્નન્સીમાં દિયા મિર્ઝા અને એનો દીકરો મરતાં મરતાં બચ્યાં, જન્મ વખતે મારો દીકરો માત્ર 810 ગ્રામનો હતો
બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ તાજેતરમાં જ માતા બનવાનો પોતાનો અનુભવ શેર કર્યો. તેણે જણાવ્યું કે- જ્યારે તે પ્રેગ્નન્ટ હતી, ત્યારે તેનો અને તેના પુત્રનો જીવ જોખમમાં હતો. દિયાએ 39 વર્ષની ઉંમરે પુત્ર અવયાન આઝાદ રેખીને જન્મ આપ્યો, પરંતુ આ સફર સરળ નહોતી. પ્રેગ્નન્સીના પાંચમા મહિનામાં દિયાએ એપેન્ડિસાઈટિસ સર્જરી કરાવી. આ પછી તેને ખતરનાક બેક્ટેરિયલ ચેપ […]
કમલ હાસને માફી માંગવાનો ઇનકાર કર્યો, હાલ કર્ણાટકમાં ફિલ્મ ‘ઠગ લાઈફ‘ રિલીઝ નહીં કરે
દિગ્ગજ અભિનેતા કમલ હાસને મંગળવારે કર્ણાટક હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેઓ તેમની આગામી ફિલ્મ ઠગ લાઈફ કર્ણાટકમાં “હાલ માટે” રિલીઝ નહીં કરે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કન્નડ ભાષા “તમિલમાંથી જન્મી છે” તેવી તેમની ટિપ્પણી પર વધતા વિવાદ વચ્ચે તેમની પાસે “માફી માંગવા માટે કંઈ નથી”. આ બાબતે કમલ હાસનના વકીલ, વરિષ્ઠ વકીલ ધ્યાન ચિનપ્પાએ […]
અરિજીત સિંહ ૫ સપ્ટેમ્બરે બ્રિટનના ટોટનહામ હોટસ્પર સ્ટેડિયમમાં પરફોર્મ કરનાર પ્રથમ ભારતીય ગાયક બનશે
બોલીવુડના ખ્યાતનામ ગાયક અરિજીત સિંહ એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યા છે જેમાં તેઓ આ વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ બ્રિટનના ટોટનહામ હોટસ્પર સ્ટેડિયમમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે. અરિજિત સિંહ આ વર્ષે લંડનના પ્રખ્યાત સ્ટેડિયમમાં નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. હોટસ્પર સ્ટેડિયમમાં મોસ્ટ અવેટેડ સંગીત કાર્યક્રમમાં પોતાનો અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરશે. ઉલ્લેખનીય છે કે, […]
હુમા કુરેશીએ બીએસએફ જવાનો સાથે મુલાકાત કરી; એક્ટ્રેસે લોકોને કહ્યું- ‘ડરને જમ્મુ-કાશ્મીરની ઓળખ ન બનવા દો’
જમ્મુ-કાશ્મીર પર્યટન વિભાગે બીએસએફ સાથે મળીને જમ્મુમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સુચેતગઢના ઓક્ટ્રોઈ જનરલ એરિયામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં એક્ટ્રેસ હુમા કુરેશીએ ભાગ લીધો હતો. કુરેશીએ ભારતીય સેના અને બીએસએફ જવાનોને સલામ કરતાં કહ્યું કે, “તમે છો તો અમે સુરક્ષિત છીએ, અમે ભાગ્યશાળી છીએ.” કાર્યક્રમમાં પહોંચેલી હુમા કુરેશીએ સિઝફાયર ભંગ, સરહદ પારથી […]
‘સ્પિરિટ’ સાઈન કર્યા પછી 2 કરોડની સ્પોર્ટસ કાર છોડાવી, સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ
બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંને ચર્ચામાં રહે છે. આ એક્ટ્રેસ સતત ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. ‘ધડક 2’ માં સિદ્ધાંત ચતુર્વેદી સાથે તેનું નામ જાહેર થયાના થોડા સમય પછી, એક્ટ્રેસને બીજી ફિલ્મની ઓફર મળી છે. સંદીપ રેડ્ડી વાંગાએ તેની ફિલ્મ ‘સ્પિરિટ’માં એક્ટ્રેસને સાઇન કરી છે. ફિલ્મ સાઈન કર્યા બાદ જ એક્ટ્રેસે […]
723 કારીગરોએ તેલંગણાના પરંપરાગત વણાટવાળા 242 કૉસ્ચ્યુમ તૈયાર કર્યાં
‘મિસ વર્લ્ડ’ 2025ની ફાઇનલ 31 મેના રોજ હૈદરાબાદમાં યોજાશે. ભારતમાં યોજાનારી આ ફાઇનલમાં દરેક સ્પર્ધક તેલંગણાના પરંપરાગત વણાટવાળા વસ્ત્રો પહેરશે, જે 723 ખાસ કારીગરોએ તૈયાર કર્યા છે. આ કોસ્ચ્યુમની ખાસ વાત એ છે કે, તેને સાચા મોતી જડેલા સોનાના તારથી બનાવવામાં આવ્યા છે. ‘મિસ વર્લ્ડ’ના ઑફિશિયલ ડિઝાઇનર અર્ચના કોચરે તમામ સ્પર્ધકો માટે ફાઇલનો ડ્રેસ ડિઝાઇન […]










