ખૂબ જાણીતા સુપરસ્ટાર પ્રભાસની ઘણા લાંબા સમયથી અટકી પડેલી ફિલ્મ ‘રાજા સાબ‘ હવે આગામી ડિસેમ્બરમાં રીલિઝ કરવાનો ર્નિણય લેવાયો છે. ડિસેમ્બરમાં આ ફિલ્મ બોલીવુડના પ્રખ્યાત અભિનેતા શાહિદ કપૂરની વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ફિલ્મ સાથે ટકરાશે તેમ મીડિયા સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
‘રાજા સાબ‘ હોરર કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ લાંબા સમયથી તૈયાર છે. મૂળ ગત એપ્રિલમાં તે રીલિઝ થવાની હતી. જાેકે, હવે નિર્માતાઓએ જાહેર કર્યા અનુસાર તે આગામી પાંચમી ડિસેમ્બરે રીલિઝ થશે. ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત માલવિકા મોહનન તથા નિધિ અગ્રવાલ સહિતના કલાકારો છે.
‘રાજા સાબ‘ તેલુગુ ઉપરાંત હિંદીમાં પણ રીલિઝ થવાની છે. જાેકે, આ જ દિવસે શાહિદ કપૂરની વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ફિલ્મ પણ રીલિઝ થવાની હોવાથી બંને ફિલ્મની તકો પર અસર થશે. આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે તૃપ્તિ ડિમરી પણ સહકલાકાર છે.
જાે કે, આ ફિલ્મને શરુઆતમાં બજેટના કેટલાક ઈશ્યૂ નડયા હતા. ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં પણ વિલંબ થયો હતો. ફિલ્મનું કેટલુંક વીએફએક્સ કામ નવેસરથી કરાવવું પડયું હતું. આ તમામ કારણોસર ફિલ્મની રીલિઝ ઠેલાઈ ગઈ હતી.