Chandigarh

ભાગીને લગ્ન કરવા કોઈ નવું નથી, રામાયણ-મહાભારતમાં છે પણ તેનો ઉલ્લેખ ઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ

ચંડીગઢ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જગમોહન બંસલે મોટી ટિપ્પણી કરી હતી. જસ્ટિસ જગમોહન બંસલે છોકરીને ઘરેથી ભાગીને લગ્ન કરવાના કેસ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ કોઈ કરાર નથી પરંતુ બે પરિવારોનું મિલન છે, પોતાની મરજીથી લગ્ન એ કોઈ પણ પ્રકારનો કરાર નથી. ભારતમાં આ નવી […]

Chandigarh

પંજાબ આપ પાર્ટીના લાંચિયા ધારાસભ્યને અડધી રાતે ઝડપી પડાયો

ચંડીગઢ પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. વિજિલન્સે આખરે આમ આદમી પાર્ટીના ભટિંડા ગ્રામીણ ધારાસભ્ય અમિત રતન કોટફટ્ટાની ધરપકડ કરી છે, જે લાંચના કેસમાં તેમના પીએ રિશમ ગર્ગની ધરપકડ થઈ ત્યારથી પંજાબ વિજિલન્સની તપાસના રડાર પર છે. બુધવારે મોડી રાત્રે અમનની ધરપકડ કરવામાં આવી હતી. વિજિલન્સની ટીમ હજુ પણ ધારાસભ્યના ઘરે હાજર […]

Chandigarh

રાજ્યસભા સાંસદ વિક્રમજીત સાહનીએ વ્યાજદરોમાં વધારા પર વ્યક્ત કરી ચિંતા

ચંડીગઢ રાજ્યસભાના સાંસદ અને સંસદીય નાણા સમિતિના સભ્ય વિક્રમજીત સિંહ સાહનીએ જણાવ્યુ છે કે આરબીઆઈની મોનિટરી પૉલિસી કમિટીએ ૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ પૉલિસી વ્યાજ દર, રેપોમાં નવ મહિનામાં છઠ્ઠા વધારા માટે મતદાન કર્યુ હતુ. જેની સાથે આરબીઆઈએ બેંકો માટે રેપો ૦.૨૫ ટકા વધારીને ૬.૫ ટકા કર્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ વધારાના પરિણામે, બેંકના વ્યાજ […]

Chandigarh

છત્તીસગઢના કાંકેરમાં ટ્રક અને ઑટો વચ્ચે અકસ્માત, ૭ બાળકોના મોત થયા

કાંકેર-છત્તીસગઢ છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે એક ભીષણ રોડ અકસ્માતમાં ૭ લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનામાં ઓટો અને ટ્રકમાં જાેરદાર અથડામણ થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, ઓટો રોડ પરથી દૂર જઈને પલ્ટી ગઈ હતી. ઓટોના છોત્તરા ઉડી ગયા હતા. જેનાથી ઘટનાસ્થળ પર ૫ બાળકોના કરુણ મોત થયા હતા. તો વળી ગંભીર રીતે […]

Chandigarh

‘જાે તિરંગો ફરકાવ્યો તો આરપીજી વડે ફૂંકી દઈશું’- પંજાબના મુખ્યમંત્રીને ધમકી મળી

ચંડીગઢ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને મારી નાંખવાની ધમકી આપી છે. આતંકવાદી પન્નુએ ધમકી આપી છે કે, જાે પંજાબના ઝ્રસ્ ભગવંત માન ગણતંત્ર દિવસ પર તિરંગો ફરકાવશે તો તેમના પર હુમલો કરવામાં આવશે. વાસ્તવમાં પંજાબના ઝ્રસ્ ભગવંત માન ૨૬ જાન્યુઆરીએ ભટિંડાના સ્પોર્ટ્‌સ સ્ટેડિયમમાં તિરંગો ફરકાવવાના છે. બીજી તરફ ધમકી મળ્યા બાદ […]

Chandigarh

ચંદીગઢમાં આમ આદમી પાર્ટીને એક મતથી હરાવીને ભાજપના ઉમેદવારે મેયર બન્યા

ચંદીગઢ ચંદીગઢમાં મેયરની ચૂંટણીને લઈને ચાલી રહેલ સસ્પેન્સનો અંત આવ્યો છે. ભાજપે ૧૫ બેઠકો જીતીને મેયર પદ કબજે કર્યું છે. ભાજપના અનૂપ ગુપ્તા હવે ચંદીગઢના નવા મેયર બન્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૧૪ વોટ મળ્યા હતા ચંદીગઢમાં બીજેપી અને આમ આદમી પાર્ટી બંનેના ૧૪-૧૪ કાઉન્સિલર છે, પરંતુ ચંદીગઢના સાંસદ કિરણ ખેરનો એક વોટ […]

Chandigarh

કોંગ્રેસ એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે રાહુલ હવે બાળક રહ્યાં નથી ઃ હરિયાણાના ગૃહમંત્રી

ચંડીગઢ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.તેમણે કહ્યું કે કાળી સફેદ દાઢી લગાવી અડધી બાયનો શર્ટ પહેરી ઠંડીમાં માર્ગ પર દોડી કોંગ્રેસ એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે રાહુલ ગાંધી હવે બાળક રહ્યો નથી તે મોટો થઇ ગયા છે.પરંતું મેકઅપ બદલી રામલીલામાં કલાકાર બદલી શકાય છે વાસ્તવિક […]

Chandigarh

પતંગ જાેઈને બાળક ગાડીમાંથી નીચે ઊતર્યો, દરવાજાે ખોલતા જ ચિરાયું ગળું, ૧૨૦ ટાંકા આવ્યા

ચંડીગઢ લોહરીના શુભ તહેવાર પર પંજાબના સમરાલામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી પાંચ વર્ષના એક બાળકનો ચહેરો લોહીલૂહાણ થઈ ગયો હતો. બાળકના ચહેરા પરના દોરીના ઘા એટલા ઊંડા હતા કે તેને સાજા કરવા માટે ડોક્ટરોને તેના ચહેરા પર ૧૨૦ ટાંકા આવ્યા. છોકરાના પરિવારે પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીના જાેખમને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ રાજ્ય પોલીસ વિભાગની ટીકા […]

Chandigarh

પંજાબની ભગવંત માન સરકારના કેબિનેટ મંત્રી ફૌઝા સિંહ સરારીએ રાજીનામું આપી દીધું

ચંડીગઢ પંજાબની ભગવંત માન સરકારના કેબિનેટ મંત્રી ફૌઝા સિંહ સરારીએ રાજીનામું આપી દીધું છે. તેમના આ પ્રકારના ર્નિણય પાછળ વ્યક્તિ કારણોનો હવાલો આપ્યો હતો કે, હું આમ આદમી પાર્ટીનો વફાદાર સિપાહી છું અને આગળ પણ રહીશ. આપને જણાવી દઈએ કે, કેબિનેટ મંત્રી ફૌઝા સિંહ સરારી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા, જેને લઈને તેમણે કેબિનેટ મંત્રી […]

Chandigarh

હરિયાણામાં મહિલા કોચની ફરિયાદ બાદ ખેલ મંત્રીએ આપ્યું રાજીનામું

ચંડીગઢ હરિયાણાના રમતગમત મંત્રી સંદીપ સિંહે તેમના પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમનો વિભાગ મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરને સોંપી દીધો છે. મીડિયાને આ અંગેની માહિતી આપતાં તેમણે કહ્યું કે, ‘તમે બધા જાણો છો કે મારી ઈમેજને કલંકિત કરવામાં આવી રહી છે. એક જુનિયર કોચે મારા પર ખોટા આરોપો […]