વાંકાનેર ડિવિઝનની પોલીસ ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આઈસરમાં ડુંગળીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂના રૂ.53 લાખના જથ્થા સાથે એકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણવા મળતી પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે એક ટાટા આઈસર (રજી. નં. GJ-12-BX-5679) માં સડેલી અને સારી ડુંગળીની આડમાં વિદેશી દારૂ ભરીને વાંકાનેર બાઉન્ડ્રી […]
Gujarat
મધ્યપ્રદેશ જતી લક્ઝરી બસની છત પર 50થી વધુ મુસાફર સવાર; વીડિયો વાઇરલ
પંચમહાલ જિલ્લામાં જોખમી મુસાફરી કરતા વીડિયો અવારનવાર વાઇરલ થઇ રહ્યા છે. વડોદરાથી હાલોલ હાઇવે માર્ગ પર મધ્ય પ્રદેશ તરફ જતી એક સ્લીપર કોચ ખાનગી લક્ઝરી બસની છત પર મુસાફરો જોખમી રીતે મુસાફરી કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બસના સંચાલકો વધુ પૈસા કમાવવાની લાલચે મુસાફરોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. […]
જાતિવાદના નામે કોઇ પણ રાષ્ટ્ર બની શકે નહીં : યુવાનોને ભ્રમિત ન થવા સલાહ
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ વર્ષનો કાર્યક્રમ મોરા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યુ હતુ કે, અલગ ભીલ પ્રદેશની માગ કરનારા નેતાઓ પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યુ હતુ કે, અલગ પ્રદેશની માગ કરનારા પોત પોતાના રાજ્યમાં રાજધાની બનાવવા માગ કરી રહ્યાં છે. તેમને વધુમાં જણાવ્યુ કે, જાતીવાદના […]
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં ઓવરબ્રિજ પાસેથી લાશ મળી; પોલીસે વાલી-વારસની શોધખોળ શરૂ કરી
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પાસે એક અજાણ્યા આધેડ વયના પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આજુબાજુના રાહદારીઓએ મૃતદેહ જોતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી સ્થાનિક પોલીસને બોલાવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા ઇસમના મૃતદેહ પર કબજો મેળવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા […]
જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો આજથી શરૂ નહીં થાય
જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા લોકમેળા સામે ચાલી રહેલી કોર્ટ કાર્યવાહીને લઈને આજથી શરૂ થનાર મેળો હજુ ક્યારે શરૂ થશે કે નહીં થાય તે નિશ્ચિંત બન્યું નથી. બીજી બાજુ તમામ પાસાઓ અને મુદ્દાઓ મુક્યા બાદ હવે સોમવારે કોર્ટના નિર્ણય તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલુ વર્ષે તા.10થી તા.24 ઓગસ્ટ વચ્ચે શ્રાવણી મેળો […]
જામનગરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 8 આરોપીઓ ઝડપાયા, રૂ.3.03 લાખનો મુદ્દામાલ જપ્ત
જામનગર જિલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના અનુસાર, જિલ્લામાંથી દારૂ અને જુગારની બદીને નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત એલસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ, પીએસઆઈ પી.એન. મોરી અને સી.એમ. કાંટેલીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર અને કૃપાલસિંહ જાડેજાને મળેલી ખાનગી માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી. […]
બ્રાહ્મણો માટે શ્રાવણી પૂનમ દિવાળી જેવો ઉત્સવ, યજ્ઞોપવિત ધારણ કરવાનો શુભ દિવસ
સમાજને સંસ્કારોનું સિંચન કરાવતા બ્રહ્મસમાજ માટે શ્રાવણી પૂનમ દિવાળી જેવો ઉત્સવ ગણાય છે. આ દિવસે સર્વે બ્રાહ્મણો અને દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવારો ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો માટે યજ્ઞોપવિત ધારણ કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ પાવન અવસરે ગુગળી બ્રાહ્મણો આ નૂતન દિવસની અલગ રીતે ઉજવણી કરે છે. આ દિવસે બ્રહ્મ સમાજ […]
જામનગર જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી, 550થી વધુ કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધી
જામનગર જિલ્લા જેલમાં આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંદ 550થી વધુ કેદી ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી. આ પ્રસંગે જેલ પરિસરમાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા. જેલ પ્રશાસન દ્વારા આ તહેવારની ઉજવણી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બહેનોને જેલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યાં તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે […]
રક્ષાબંધન પર્વે રેડક્રોસ ગીર સોમનાથ ખાતે ઉજવણી, બહેનોએ પદાધિકારીઓ અને સ્ટાફને રાખડી બાંધી
શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા ખાતે ઉજવણી કરવામાં આવી. ચેરમેન અતુલભાઇ કાનાબારની લાગણી અનુસાર રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન ખાતે પરંપરાગત રીતે આ ઉજવણી યોજાઈ હતી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ઓન.જો.સેક્રેટરી અનિશ રાચ્છના જણાવ્યા અનુસાર આ પવિત્ર પ્રસંગે અનેક […]
વેરાવળ સિટી પોલીસની શી ટીમનું અનોખું કાર્ય, દિવ્યાંગ આશ્રમમાં જઈ રક્ષાબંધનની ઉજવણી કરી
રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની શી ટીમે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં રહેતા દિવ્યાંગોને રાખડી બાંધી અનોખી રીતે તહેવારની ઉજવણી કરી હતી. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. તેમના દ્વારા શી ટીમને શહેરમાં […]