Gujarat

રાજકોટ કુવાડવા ગામ પાસેથી સુઝુકી સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ સાથે એક ઇસમને શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ કુવાડવા ગામ પાસેથી સુઝુકી સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ સાથે એક ઇસમને શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૧૪/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાંથી પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા […]

Gujarat

મહેસાણા નાગરિક બેંકમાં વિશ્વાસ અને પરિવર્તન પેનલ વચ્ચે ટક્કર

રૂપિયા 700 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી મહેસાણા નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણી માટે આજે સવારથી મહેસાણા અને અમદાવાદના મતદાન કેન્દ્રો પર મતદાન યોજાઈ રહ્યું છે. વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન મથકો પર લાંબી કતારો લાગી છે. બેન્કની 12 બેઠકો માટે કુલ 24 ઉમેદવારો મેદાનમાં છે. સત્તા […]

Gujarat

જામનગરમાં રવિ સિઝન માટે 4200 ટન યુરિયા ઉપલબ્ધ

જામનગર જિલ્લામાં ચાલુ રવિ સિઝન માટે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે કુલ 4,200 મેટ્રિક ટન યુરિયાનો સંગ્રહ છે. ખેતીવાડી વિભાગ, જામનગરે ખેડૂતોને યુરિયાની અછત અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર, જિલ્લાના છ તાલુકા કેન્દ્રો અને ગ્રામ્ય સહકારી મંડળીઓ ખાતે આ […]

Gujarat

જામનગર મહાનગરપાલિકાએ સાયક્લોથોનનું આયોજન કર્યું

જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અને ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં 2500થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષના નેતા આશિષભાઈ જોશી, કમિશનર ડી.એન. મોદી અને Dysp જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓએ સાયક્લોથોનને ફ્લેગ ઓફ […]

Gujarat

રાજકોટ અનુસુચિત જાતિના લોકોને ગુમરાહ કરી ભાજપ દ્વારા વોટ બેંક જાળવી રાખવા અભિવાદન કાર્યક્રમના તાયફો બાબત.

રાજકોટ અનુસુચિત જાતિના લોકોને ગુમરાહ કરી ભાજપ દ્વારા વોટ બેંક જાળવી રાખવા અભિવાદન કાર્યક્રમના તાયફો બાબત. રાજકોટ શહેર તા.૧૩/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ ખાતે ગુજરાત સરકાર દ્વારા નિમાયેલા અનુસુચિત જાતિના ત્રણ મંત્રી/ મહાનુભાવોના અભિવાદન કાર્યક્રમ આપણા અતિથિ દેવો ભવ: ના કાઠિયાવાડી રીત રસમ અને આપણી ઓળખ મુજબ આવકારીએ છીએ. સમારોહમાં ઉપસ્થિત રહેનારા અનુસુચિત જાતિના લોકોને એક […]

Gujarat

CM એ Starlinkના વાઇસ પ્રેસિડેન્ટ સાથે બેઠક કરી

ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિને નવા વેગ આપતા ગાંધીનગર ખાતે યોજાયેલા Regional AI Impact Conferenceના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વવિખ્યાત SpaceX–Starlinkના બિઝનેસ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા. ગુજરાત ટેક્નોલોજી માટે મુખ્ય કેન્દ્ર બનવા તરફ અગ્રેસર […]

Gujarat

બાવળામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ

બાવળા પોલીસે ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બે અલગ-અલગ કેસમાં કાર્યવાહી કરી છે. પોલીસે બે ઈસમોને ઝડપી પાડી કુલ ₹52,100/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધાત્મક જાહેરનામાના કડક અમલના ભાગરૂપે કરવામાં આવી હતી. નાયલોન અથવા અન્ય સિન્થેટીક પદાર્થોથી કોટેડ અને નોન-બાયોડિગ્રેડેબલ ચાઇનીઝ દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ […]

Gujarat

9.8 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડું શહેર

રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે.દાસના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પવનની દિશા બદલાઈને પૂર્વ તરફના પવન ફૂંકાશે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. 5 દિવસ બાદ 2થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. એટલે કે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે જેથી ઠંડી ઘટશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના […]

Gujarat

વેસ્ટર્ન રેલવે GM ગોધરા સ્ટેશનની મુલાકાતે

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે આજે ગોધરા રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યોનું વિગતવાર નિરીક્ષણ કર્યું.મુલાકાત બાદ જનરલ મેનેજરે જણાવ્યું કે ગોધરા જંક્શન એક અત્યંત મહત્વનું સ્ટેશન છે. તેમણે ઉમેર્યું કે પુનર્વિકાસના મોટાભાગના કામો પૂર્ણ થઈ ગયા છે અને બાકી રહેલું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. […]

Gujarat

કચ્છના ધોરીમાર્ગ પર ખેડૂતોનું ચક્કાજામ, 10 કિમી વાહનોની કતારો

કચ્છના સામખીયારી નજીક વાંઢીયા ગામે ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ કર્યો હતો. અદાણી કંપની દ્વારા હાઈ-ટેન્શન વીજ લાઈનના ટાવર ઊભા કરવાના કામ સામે અપૂરતા જમીન વળતર મુદ્દે ખેડૂતો છેલ્લા ચાર મહિનાથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે કચ્છ કિસાન સંઘ દ્વારા મહાસભા યોજવામાં આવી હતી. જે બાદ રેલી યોજાઈ હતી. તેમજ ધોરીમાર્ગ પર મોટી સંખ્યામાં […]