Gujarat

વડોદરાના ચિખોદ્રા ગ્રામ્યમાં મીઠા પાણીના તળાવના કિનારે એક દુર્લભ અલ્બીનો ઇન્ડિયન ફ્લૅપશેલ ટર્ટલ જાેવા મળ્યો

સામાન્ય રીતે લીલાશ પડતા કે ભૂરા રંગના જાેવા મળતા કાચબાથી સાવ અલગ, સફેદ અને ગુલાબી આંખોવાળો એક દુર્લભ ‘આલ્બિનો‘ કાચબો વડોદરા-હાઈવે પરથી મળી આવ્યો છે, જેણે સૌ કોઈમાં કુતુહલ જગાડ્યું છે. આ કાચબાની ઓળખ ‘બેબી ઈન્ડિયન ફ્લેપશેલ ટર્ટલ‘ (Lissemys Punctata) તરીકે થઈ છે. આ દુર્લભ પીળા રંગના બાળ કાચબાને વન વિભાગે સુરક્ષિત રીતે બચાવી વડોદરાના […]

Gujarat

પેસેન્જરની સોના-દાગીના ભરેલી બેગ પોલીસને સોંપી, મહેશભાઈ પટણીને મળ્યું પ્રશંસા પ્રમાણપત્ર

અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન 85ના સભ્ય મહેશભાઈ પટણીએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 6 ઓગસ્ટ, 2025ના રોજ મહેશભાઈએ માણેકચોકથી એક પેસેન્જરને હોટલ સુધી પહોંચાડ્યા હતા. પેસેન્જરને ઉતારીને નીકળ્યા બાદ તેમના ધ્યાનમાં આવ્યું કે રીક્ષાની પાછળની સીટ પર મુસાફર પોતાની બેગ ભૂલી ગયા છે. મહેશભાઈ તરત જ હોટલ પર પાછા ફર્યા પરંતુ ત્યાં પેસેન્જર […]

Gujarat

જિલ્લા સેવા સદન ખાતે લેન્ડ ગ્રેબિંગ અને જમીન તકેદારી સમિતિની બેઠક યોજાઈ

અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતે લેન્ડ ગ્રેબિંગ અને જમીન તકેદારી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 અંતર્ગત આવેલી અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા જમીન તકેદારી સમિતિમાં આવેલી અરજીઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. તપાસ અધિકારીઓના અહેવાલો પર ધ્યાન આપવામાં આવ્યું હતું. સાથે જ અરજદારોની રજૂઆતોને પણ સાંભળવામાં આવી […]

Gujarat

મહિલા કર્મચારીઓ માટે કાર્યસ્થળ પર જાતીય સતામણી નિવારણ કાયદા અંગે સેમિનાર યોજાયો

બનાસકાંઠા જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગત કર્મયોગી દિવસ થીમ પર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત હોલ પાલનપુર ખાતે યોજાયેલા આ સેમિનારમાં મહિલા કર્મચારીઓ માટે કાર્યસ્થળ પર જાતીય સતામણી (પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, 2013 અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ કચેરીઓમાં […]

Gujarat

ખેતીમાં વીજળી પણ 8ના બદલે 10 કલાક અપાશે, ખેડૂતો માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકારે પાણી અને વીજળીને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. ખેતીમાં વીજળી 8ના બદલે 10 કલાક અને સૌની યોજનાથી પાણી પહોંચાડવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે શરૂઆતી વરસાદ સારો વરસી ચૂક્યો છે. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. તો બીજી તરફ નર્મદા ડેમમાં પણ પાણીની ભરપૂર આવક હોય […]

Gujarat

સમી ખાતે “સંસ્કૃત સપ્તાહ મહોત્સવ” નિમિત્તે ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ નું આયોજન..

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત “સંસ્કૃત સપ્તાહ મહોત્સવ” અંતર્ગત ‘સંસ્કૃત ગૌરવ યાત્રાનું’ આયોજન સમીની પી.આર પરમાર હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું. સમી તાલુકાની પ્રાથમિક કુમાર શાળા-1 અને 2,મોડલ સ્કૂલ,આઇ.યુ.બી કન્યા વિદ્યાલય,માધ્યમિક શાળા સમી, સાયન્સ સ્કૂલ અને પી આર પરમાર હાઇસ્કુલ ઉપરોક્ત તમામ શાળાઓએ સાથે મળીને આ ગૌરવ યાત્રાનું આયોજન કર્યું […]

Gujarat

દશામાની વિસર્જિત મૂર્તિઓનો યોગ્ય નિકાલ નહીં, કોંગ્રેસનો આક્ષેપ

પાટણ શહેરની પવિત્ર સરસ્વતી નદીના કાંઠે આનદેશ્વર મહાદેવ મંદિર નજીક પાટણ નગરપાલિકા દ્વારા બનાવેલા વિસર્જન કુંડમાં દશામાની વિસર્જિત મૂર્તિઓનો યોગ્ય નિકાલ ન થવાને કારણે વિવાદ સર્જાયો છે. પાટણ કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટરોએ સ્થળની મુલાકાત લેતા આ ગંભીર બેદરકારી સામે આવી છે. કોંગ્રેસના શહેર પ્રમુખ દીપક પટેલ અને કોર્પોરેટર ભરત ભાટિયા સહિત અન્ય આગેવાનો દ્વારા કુંડની […]

Gujarat

ડાયમંડ અને રાજસ્થાની રાખડીઓનું વિશેષ આકર્ષણ, બાળકોમાં ટોમ એન્ડ ઝેરી, છોટા ભીમ અને લાઈટીંગવાળી કાર્ટુન રાખડીઓ લોકપ્રિય

રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પાટણ શહેરની બજારોમાં રાખડીઓની ખરીદીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. શહેરના રાખડી બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ લોકોનું ધ્યાન આકર્ષી રહી છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવ મહિમાની સાથે અનેક ધાર્મિક તહેવારો ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન પર્વનું વિશેષ મહત્વ છે. આ પર્વની ઉજવણીને લઈને નગરજનોમાં ઉત્સાહ […]

Gujarat

પીજીવીસીએલ કચેરીનો કોંગ્રેસે ઘેરાવ કર્યો, 8 કલાક વીજળી ન મળવાની ફરિયાદ

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નિયમિત રીતે વીજળી ન મળતી હોવાના મુદ્દે જિલ્લા કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે. દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલીયાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો. દરમિયાન બેનર હાથમાં લઈને આંબલિયાએ બતાવ્યું હતું, જેમાં લખ્યું હતું કે, લોકો કહે છે કે એક બોટલમાં એક સહી થાય છે […]

Gujarat

900થી વધુ કાર્ડધારકોને હાલાકી, 70 મહિલાઓએ મામલતદારને રજૂઆત કરી

ભચાઉ નગરના હિમતપુરા વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાન અચાનક જલારામ સોસાયટી ખાતે ખસેડવામાં આવતા સ્થાનિક લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. આ મુદ્દે 70થી વધુ મહિલાઓ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી. તેમણે સહકારી રાશનની દુકાન પોતાના વિસ્તારમાં યથાવત રાખવાની માગ કરી હતી. સ્થાનિક રહેવાસીઓ ઇકબાલ અબડા અને ગફુર નારેજાએ જણાવ્યું કે હિમતપુરા વિસ્તારની સહકારી […]