ગુજરાતી ફિલ્મ ‘લાલો‘ના કલાકારો ૨ ડિસેમ્બરે રાજકોટના ક્રિસ્ટલ મોલમાં આવ્યા હતા. આ દરમિયાન ફિલ્મના કલાકારોની એક ઝલક જાેવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી અને અફરાતફરી સર્જાઈ હતી. આ મામલે પોલીસે ૩ ડિસેમ્બરના રોજ ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ફરિયાદ દાખલ કરી હતી અને મોલ મેનેજર સમીર વિસણીને બોલાવી પૂછપરછ કરી હતી. ત્યારે હવે ઘટનાની […]
Gujarat
જેલમાં બંધ કીર્તિ પટેલ સામે વધુ એક FIR
સુરતના વેપારીએ સો.મીડિયા પર બદનામ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી સુરત શહેરની કુખ્યાત અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે, જે ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલો ૧૦મો ગુનો છે. હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને આનાથી મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી-કપચીના વેપારી અલ્પેશ […]
અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ
અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ૦૫૮નું ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી કરી રહેલા મોહમ્મદ નામની વ્યક્તિએ કેપ્સ્યૂલ ગળી છે. આ કેપ્સ્યૂલથી માનવબોમ્બ એટેક થશે. આ મેલ બાદ હૈદરાબાદ છ્ઝ્રએ ફ્લાઇટનું ઈમર્જન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવ્યું હતું. ધમકીભર્યો મેલ […]
૯૦૦૦ આંગણવાડી અને તેડાગર બહેનોને નિમણૂકપત્રો એનાયત
રાજ્યમાં આગામી ત્રણ વર્ષમાં ૧૦ હજારથી વધુ આંગણવાડી અને નંદઘર બનાવવાનું આયોજન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આંગણવાડી કાર્યકરોને નિમણૂકપત્ર એનાયત સમારોહ ભવ્ય રીતે યોજાયો, જેમાં રાજ્યની ૯૦૦૦થી વધુ આંગણવાડી અને તેડાગર બહેનોને રોજગારની નવી તક મળતા હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો. રાજ્યના ચાર મોટા શહેરોમાં એકસાથે નિમણૂકપત્ર વિતરણ થયું, જેમાં અમદાવાદમાં ૩૪૫૮, રાજકોટમાં ૨૩૩૦, […]
2661 ભારતીય માછીમારોને 2014થી અત્યારસુધીમાં પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા
રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીને વિદેશ રાજ્યમંત્રીએ જવાબ આપ્યો ભારત સરકારના સતત પ્રયાસોના પરિણામે, વર્ષ 2014થી અત્યારસુધીમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા છે. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા ગુજરાતના માછીમારોના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા વિદેશ રાજ્યમંત્રી શ્રી કીર્તિવર્ધનસિંહે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. મંત્રીએ […]
રાજકોટ મહિન્દ્રા થાર કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.
રાજકોટ મહિન્દ્રા થાર કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર તા.૪/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કરણભાઇ મારૂ તથા રાહુલગીરી ગૌસ્વામી […]
સુરતમાં બ્રિજ પરથી નદીમાં ઝંપલાવા જતી મહિલાને પોલીસે બચાવી
પતિ સાથેના ઝઘડામાં સંતાનો પોતાનો નહીં પરંતુ પતિની તરફેણ કરતા હોવાથી માઠું લાગી આવતા અમરોલી વિસ્તારમાં રહેતી મહિલા તાપી નદીના કતારગામ-અમરોલી પુલ ઉપરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરવા જઈ રહી હતી. પરંતુ ત્યાંથી પસાર થઇ રહેલા અમરોલી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની નજર પડતા તુરંત જ ઘસી જઈ મહિલાનો હાથ પકડી નદીમાં ઝંપલાવતા અટકાવી જીવન દાન આપ્યું હતું. […]
સુરતના વેપારીએ સો.મીડિયા પર બદનામ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી, કીર્તિ સામે ગુજરાતમાં આ 10મો ગુનો
સુરત શહેરની કુખ્યાત અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે, જે ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલો 10મો ગુનો છે. હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને આનાથી મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી-કપચીના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલ પર […]
જામનગરમાં 10 એકરમાં ‘સહજ વન’ તૈયાર, રિલાયન્સ અને હાર્ટફુલનેસ દ્વારા 60થી વધુ દુર્લભ વૃક્ષોનું વાવેતર
જામનગરના સોનલ નગર વિસ્તારમાં 10 એકર જમીન પર એક અનોખું ‘સહજ વન’ તૈયાર કરવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યુટ્સ દ્વારા જામનગર મહાનગરપાલિકાના ગાર્ડન રિઝર્વ પ્લોટ પર આ બાગ બગીચો વિકસાવવામાં આવ્યો છે. અહીં 60થી વધુ પ્રકારના દુર્લભ, સંકટગ્રસ્ત અને નાશના આરે ઊભેલા વૃક્ષો-છોડનું વાવેતર કરાયું છે. આ ‘સહજ વન’નો મુખ્ય ઉદ્દેશ જામનગરના લોકસ્વાસ્થ્યમાં […]
જામનગરના બેડીમાં બે જૂથ વચ્ચે મારામારી, પ્રેમ લગ્નના મામલે તકરાર, સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ
જામનગરના બેડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રેમ લગ્નના મામલે થયેલી આ તકરારમાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે બેડીના ઈદ મસ્જિદ રોડ પર અસલમ અબ્દુલભાઈ ઘુમરા (ખત્રી) અને આમદ કાદરભાઈ માણેક (વાઘેર)ના પરિવારો વચ્ચે આ ઝઘડો થયો હતો. જેમાં પથ્થરમારા […]










