Gujarat

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક

ગુજરાતમાં નજીક આવી રહેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી છે. આ સંદર્ભે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે. માહિતી મુજબ રાજ્યના અનેક મહત્વના પ્રોજેક્ટો અને ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા થવાની છે. બંને નેતાઓ આજે સવારે દિલ્હી જવા રવાના […]

Gujarat

દીકરીના લગ્નનો હરખ પિતાને ભારે પડ્યો

પથિકાશ્રમ પાસે હોટલમાં રાતે ઊંચા અવાજે સંગીતની સુરાવલીઓ વચ્ચે પોલીસ ત્રાટકી લગ્નનો અવસર હોય અને સંગીતની સુરાવલીઓ ન રેલાય એવું તો કેમ બને, પરંતુ ક્યારેક આ ઉત્સાહ કાયદાની મર્યાદા વટાવી જાય ત્યારે લગ્નના રંગમાં ભંગ જેવી સ્થિતિ સર્જાય છે. આવું જ કંઈક પાટનગરમાં બન્યું છે.જ્યાં દીકરીના લગ્નની પૂર્વસંધ્યાએ સંગીતના તાલે ઝૂમી રહેલા પરિવારની ખુશીઓ વચ્ચે […]

Gujarat

ગાંધીનગરમાં રોડ અકસ્માતમાં સુદાનના યુવકનું મોત

ગાંધીનગરમાં વાહનચાલકો માટે ડેથ ટ્રેપ સાબિત થઈ રહેલા ઈન્દ્રોડા ગામના કટ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતે માર્ગ સલામતી સામે સવાલો ઊભા કર્યા છે. આ અકસ્માતમાં સુદાનના એક યુવકનું એક્ટિવા બેરિકેટ સાથે જાેરદાર અથડાવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ અંગે હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક […]

Gujarat

યુવાઓને તક ને વૃદ્ધોની હકાલપટ્ટી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં ભાજપનો મોટો દાવ ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં પણ ચૂંટણી યોજાવાની હોવાથી રાજકીય પક્ષો અત્યારથી જ રણનીતિ ઘડી રહ્યા છે. ખાસ કરીને ભાજપે આ ચૂંટણીને લઈને મહત્વનો ર્નિણય […]

Gujarat

કલોલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

યુવતીના અશ્લીલ ફોટા-વીડિયો વાઈરલ કરનાર આરોપીને ૫ વર્ષની કેદ સોશિયલ મીડિયાના માધ્યમથી કલોલની યુવતીનો સંપર્ક કરી તેને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના અશ્લીલ ફોટા અને વીડિયો સંબંધીઓમાં વાઇરલ કરી બદનામ કરનાર શખ્સને કલોલના એડિશનલ સેસન્સ જજ ડી.વી. શાહે પાંચ વર્ષની સખત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકારી પીડિતાને એક લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આરોપીએ […]

Gujarat

દીકરીના પ્રેમલગ્નનો ખાર રાખી પરિવારના ૫ સભ્યો પર પિયરીયાનો હુમલો

ગાંધીનગરના મોટી આદરજ ગામમાં ત્રણ વર્ષ પહેલાં થયેલા પ્રેમ લગ્નની અદાવત રાખીને ગઈકાલે રાત્રિના સમયે એક જ પરિવારના ૧૧ જેટલા સભ્યોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને દીકરીની સાસરીમાં જઈ તલવાર, લાકડીઓ અને દાંતી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધ માતા-પિતા સહિત પરિવારના પાંચ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે પૈકી એકની હાલત […]

Gujarat

“સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે

નવી અને નવીનીકરણીય ઊર્જા અને ઊર્જા રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર ભારત સરકારે 28 ફેબ્રુઆરી, 2026 સુધીમાં “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 54 સોલાર પાર્કને મંજૂરી આપી છે. આમાંથી, 7 સોલાર પાર્ક ગુજરાતમાં છે. આ યોજના હેઠળ 12,150 મેગાવોટ (MW) મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે […]

Gujarat

ST બસમાં કિન્નરએ મુસાફરોને માર માર્યો, કિમ ચાર રસ્તા પાસે પૈસા બાબતે બબાલ બાદ ઘટના

સુરત જિલ્લાના કિમ ચાર રસ્તા નજીક રાજપીપલા-સુરત રૂટની એસ.ટી. બસમાં કિન્નર દ્વારા મુસાફરો સાથે મારપીટ કરવામાં આવી હતી. પૈસાની ઉઘરાણી બાબતે થયેલી બબાલ બાદ આ ઘટના બની હતી, જેને પગલે બસને પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, રાજપીપલાથી સુરત થઈ ખંગેલા જતી એસ.ટી. બસ કિમ ચાર રસ્તા પાસે ઊભી હતી. તે […]

Gujarat

પોરબંદરમાં નવા ઓવરબ્રિજ પ્રોજેક્ટ સામે વેપારીઓનો વિરોધ

પોરબંદરના ભદ્રકાલી રોડ પર નગરપાલિકા દ્વારા આયોજિત નવા ઓવરબ્રિજ પ્રોજેક્ટ સામે સ્થાનિક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આજે મોટી સંખ્યામાં વેપારીઓએ એકઠા થઈ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને આ પ્રોજેક્ટ અટકાવવા અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારી મંડળના પ્રતિનિધિ સુરેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, ભદ્રકાલી રોડ ગ્રામ્ય વિસ્તારનો મુખ્ય પ્રવેશદ્વાર છે. અહીં અંદાજે 400થી વધુ વેપારીઓ વર્ષોથી પોતાનો […]

Gujarat

ધ્રાંગધ્રામાં યુવતીની હત્યાનો આરોપી ઝડપાયો

ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી ટોલટેક્સ નજીક એક યુવતીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં મેરુ વાઘેલાની ધરપકડ કરી છે. મૃતક યુવતીની ઓળખ પશ્ચિમ બંગાળની રૂકશાનાબેન ખાતુન તરીકે થઈ છે. તેમનો મૃતદેહ મોર્ડન સ્કૂલ પાછળના અવાવરૂ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે મોડીરાત્રે આરોપી મેરુભાઈ વાઘેલા ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ગ્રાહકો […]