જામનગરમાં કાલાવડ નાકા બહારના ગરીબ નવાઝ પાર્ક-1 અને 2, સેટેલાઈટ, અલસફા સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વીજ તંત્ર દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. લાંબા સમય બાદ વીજચોરી અને વીજ જોડાણોમાં થતી ગેરરીતિને રોકવા માટે આ ઝુંબેશ શરૂ કરાઈ છે. ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય […]
Gujarat
શ્રાવણના પ્રથમ સોમવારે જામનગરના શિવ મંદિરોમાં ભીડ
શ્રાવણ માસના પ્રથમ સોમવારે જામનગરના સુપ્રસિદ્ધ ઇચ્છેશ્વર અને બેડેશ્વર મહાદેવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાનના વિશેષ શણગાર અને દર્શનનો લાભ લીધો હતો. ઇચ્છેશ્વર મહાદેવ મંદિરમાં ગણપતિ સ્વરૂપ નટરાજના વિશેષ દર્શન ગોઠવવામાં આવ્યા હતા. ભક્તોએ આ મનોહર સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બેડેશ્વર મહાદેવ મંદિરમાં મહાકાલેશ્વરાય સ્વરૂપના ચાંદીના ભવ્ય […]
જામનગરમાં કાળા કાચવાળી કાર સામે પોલીસની કાર્યવાહી
જામનગર જિલ્લામાં કાળા કાચ કે ડાર્ક ફિલ્મ લગાવેલી કાર સામે કડક કાર્યવાહી કરવા પોલીસ ક્રાઇમ કોન્ફરન્સમાં સૂચના અપાઈ હતી. આ સૂચનાના પગલે જામનગર શહેર અને જિલ્લામાં સીસીટીવી કેમેરાની મદદથી આવા વાહનો પર નજર રાખી કાર્યવાહી શરૂ કરાઈ છે. જામનગરના ધોરીમાર્ગો પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન એક કાર (નંબર GJ-10-DN-5112)ના […]
પાલનપુર રેલવે સ્ટેશન પરિસરની એક દુકાનમાંથી ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ અને અખાધ્ય સામગ્રી જપ્ત
પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાલનપુરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રેલવે સ્ટેશન પરિસરની એક દુકાનમાંથી શંકાસ્પદ અને અખાધ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમ તપાસ અર્થે પહોંચતા રેલવે સ્ટેશનની દુકાનમાંથી કોઈ પણ જાતના લેબલ વગરની બરણીઓમાં ભરેલી લાલ ચટણી મળી આવી હતી. વહીવટી તંત્ર […]
આઝાદીના પર્વે આર્ત્મનિભરતાનો સંદેશ: અમદાવાદના એપેરલ પાર્ક ડેપો ખાતે ‘મંગલમ કેન્ટીન’નો શુભારંભ
ગોપી સખી મંડળના પૂનમબેન અને સ્વસહાય જૂથના સભ્યો કરશે ‘મંગલમ કેન્ટીન’નું સફળ સંચાલન રાજ્યભરમાં ૩૦૦ જેટલી ‘મંગલમ કેન્ટીન’ કાર્યરત: ૧,૭૦૦થી વધુ મહિલાઓને માસિક રૂ. ૧૦ હજારથી લઈને રૂ. ૩૦ હજાર સુધીની આવક અમદાવાદ શહેરના ગોમતીપુર સ્થિત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એપેરલ પાર્ક ડેપો ખાતે આઝાદીના પાવન પર્વ તા. ૧૫ ઓગસ્ટના રોજ મહિલા સશક્તીકરણની એક નવી […]
સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સ્વતંત્રતા દિનની વહેલી સવારે ૨૫૧મું અંગદાન: ૩૮ વર્ષીય બુધાભાઈ પરમારે અંગદાન થકી ચાર દર્દીઓને આપ્યું નવજીવન
સ્વતંત્રતા પર્વના દિવસે બ્રેઈન ડેડ દર્દીના અંગદાનથી અન્ય દર્દીઓને મળ્યું નવજીવન:- સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જાેશી સ્વતંત્રતા દિવસની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતું ૨૫૧મું અંગદાન સંપન્ન થયું છે. ખેડા જિલ્લાના કપડવંજ ખાતે રહેતા ૩૮ વર્ષીય બુધાભાઈ સોઢાભાઈ પરમાર બ્રેઈન ડેડ જાહેર થતાં, તેમના પરિવારે લીધેલા અત્યંત સંવેદનશીલ […]
સુરત સાયબર ક્રાઈમ સેલે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સાથે જાેડાયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર રેકેટનો પર્દાફાશ કર્યો
૧.૫૨ કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં આંતરરાષ્ટ્રીય રેકેટના મુખ્ય સૂત્રધારને સુરત સાયબર ક્રાઈમ સેલે ખંભાળિયાથી ઝડપી પાડ્યો સુરત સાયબર ક્રાઈમ સેલને એક મોટી સફળતા મળી છે જેમાં, ૧.૫૨ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના નાણાં મ્યુલ બેન્ક એકાઉન્ટ્સમાંથી ઉપાડી, તેને ક્રિપ્ટોકરન્સી USDT કન્વર્ટ કરીને કંબોડિયા સ્થિત આકાઓને મોકલનારા મુખ્ય આરોપી રિયાઝની પોલીસે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી ધરપકડ કરી છે. […]
રાજ્ય સરકાર દ્વારા પંચાયત તલાટી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી અને જાેબ ચાર્ટ જાહેર: : પંચાયત મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
આ ર્નિણયથી ગ્રામ્ય કક્ષાએ નાગરિકોની સુવિધામાં વધારો થશે અને વહીવટી પારદર્શિતા આવશે ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે વહીવટી સરળતા, સુગમતા અને નાગરિકોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શનમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. પંચાયત મંત્રીશ્રી ઋષિકેશ પટેલે આ અંગે ગાંધીનગરથી વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા મહેસૂલી તલાટી અને […]
અમદાવાદના શેલા બાદ હવે સાણંદના મોટી દેવતી ગામે દીપડો દેખાયો; વન વિભાગે ગોઠવ્યું પાંજરું
સાણંદ નજીક આવેલા મોટી દેવતી ગામે દીપડાના પગલાંના સ્પષ્ટ નિશાન મળ્યા બાદ વન વિભાગની ટીમ તાત્કાલિક અસરથી સક્રિય બની છે. આ ઘટના બાદ વન વિભાગે તકેદારીના ભાગરૂપે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવી દીધું છે અને તેને ઝડપી લેવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સાણંદથી આશરે ૧૨ કિલોમીટર દૂર કડી-વિરમગામ રોડ તરફના વિસ્તારમાં દીપડાના […]
સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના કોંગ્રેસ પર આક્ર શાબ્દીક પ્રહાર
કોંગ્રેસે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ‘ નું અપમાન કર્યું છે અને તેને રોકવાની કોશિશ કરી: સી.આર. પાટીલ સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે વિપક્ષ કોંગ્રેસ પર આકરા રાજકીય પ્રહારો કર્યા હતા. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ‘ નું અપમાન કર્યું […]










