Gujarat

પશ્ચિમ કચ્છ SOGએ વિસ્ફોટક પદાર્થ સાથે બે ઝડપ્યા

પશ્ચિમ કચ્છ-ભુજ SOGએ અબડાસાના કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિસ્ફોટક પદાર્થ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી શનિવારે કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી 10 વિસ્ફોટક ગોળા, એક છરી અને બે મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યા છે. SOG સ્ટાફ અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એએસઆઈ માણેકભાઈ ગઢવીને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના […]

Gujarat

પંચમહાલમાં SMCએ ₹1.80 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો

નવા વર્ષની ઉજવણી (થર્ટી ફર્સ્ટ) પૂર્વે ગુજરાતમાં દારૂની હેરાફેરી ડામવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એક્શન મોડમાં આવી છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં SMCની ટીમે એક મોટી કાર્યવાહી હાથ ધરીને સાઈ રેસિડેન્સીની દુકાનમાંથી અંદાજે રૂ. 1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. થર્ટી ફર્સ્ટના 10 દિવસ પહેલાં રહેણાંક વિસ્તારની દુકાનમાં સંતાડેલી વિદેશી દારૂની 72,000 બોટલો જોઈને […]

Gujarat

હાલોલના GE વર્નોવા યાર્ડમાં ભીષણ આગ

હાલોલ પંથકમાં ખાખરીયા કેનાલ નજીક આવેલી GE વર્નોવા કંપનીના ઇન્ફ્લક્સ બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાથી યાર્ડમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ હાલોલ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલોલ ફાયર વિભાગની […]

Gujarat

ગોધરામાં સદગુરુ રંગ અવધૂતની પ્રથમ બેઠક શતાબ્દી ઉજવાઈ

ગોધરામાં સદગુરુ દેવ શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના નારેશ્વર ખાતેની પ્રથમ બેઠકના શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે, પૂજ્યશ્રી જે શાળામાં અભ્યાસ કરતા હતા તે તેલંગ વાણિજ્ય વિદ્યાલયના પાવન ખંડમાં ભજન સત્સંગ અને ગુરુભક્તિ મહાત્મ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન શ્રી રંગ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, ગોધરા દ્વારા કરાયું હતું. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય […]

Gujarat

ઘલુડી હેડક્વાર્ટર ખાતે રેન્જ આઈ.જી. પ્રેમવીરસિંહની હાજરીમાં મોકડ્રિલ પ્રદર્શન યોજાયું

સુરત જિલ્લા પોલીસ દ્વારા ઘલુડી પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત રેન્જના આઈ.જી. શ્રી પ્રેમવીર સિંહ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસે તેમની તાલીમ, સજ્જતા અને તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતા દર્શાવવા માટે વિવિધ પ્રકારની મોક ડ્રિલનું પ્રદર્શન કર્યું હતું. આ ઇન્સ્પેક્શન દરમિયાન, પોલીસે આંદોલન વિરોધી ડ્રિલ, લૂંટ કર્યા બાદ નાસી […]

Gujarat

ઓલપાડના અક્ષય રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ

સુરત ગ્રામ્ય જિલ્લામાં ફાર્મહાઉસ અને રિસોર્ટની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ઓલપાડ તાલુકાના જોથાણ ગામની હદમાં આવેલા ‘અક્ષય રિસોર્ટ’ પર પોલીસે દરોડા પાડી વિદેશી યુવતીઓ સાથે ચાલતા હાઈપ્રોફાઈલ કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 8 થાઈલેન્ડની યુવતીઓને મુક્ત કરાવી કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત […]

Gujarat

સુરતમાં PMOના નામે મોટી ઠગાઈ – પાડોશીએ ‘પીએ બનવાની’ લાલચ આપી મહિલા પાસેથી ₹28.20 લાખ પડાવ્યા

ઠગબાજો હવે છેતરપિંડી કરવા માટે સીધા દિલ્હી અને પીએમ ઓફિસના નામે લોકોને શિકાર બનાવી રહ્યા છે. સુરતના વેલંજા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ગઠિયાએ મહિલાને સરકારી સ્કીમમાં રોકાણ કરી 2 કરોડની લાલચ આપી કુલ 28.20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીએ એવો દાવો કર્યો હતો કે, વડાપ્રધાનના પીએ નિવૃત્ત થવાના છે […]

Gujarat

કૃષિ રાહત પેકેજ વિતરણની કામગીરીની ધારાસભ્યોએ પ્રશંસા કરી

કમોસમી વરસાદના કારણે નુકસાની ભોગવી રહેલા ખેડૂતોને વ્હારે આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય વિતરણની કામગીરી જિલ્લાના ધારાસભ્યોએ સંકલનની બેઠકમાં એક સૂરે વધાવી છે. કલેક્ટર ઓફિસમાં આજે મળેલી ફરિયાદ અને સંકલનની બેઠકમાં પૂછાયેલા એક પ્રશ્નમાં ખેતીવાડી વિભાગ તરફથી મળેલા જવાબના પ્રતિસાદમાં આ રાહત પેકેજની કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં […]

Gujarat

કરજણ પંથકમાં ખેડૂતો દિવેલા-મકાઈ તરફ વળ્યાં : ઘઉંનું વાવેતર ઘટ્યું

કરજણ પંથકમાં ચાલુ વર્ષે ઘઉનું વાવેતર ઓછું થવા પામ્યું છે. જેમાં ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને બીજી તરફ દિવેલા અને મકાઈ નું વાવેતર મોડું થતા ચાલુ વર્ષે ખેડૂતોને ખેતીની આવક પણ મોડી શરૂ થઇ છે. જેની સીધી અસર ઘઉંના વાવેતર પર થવા પામી છે. આમ ચાલુ વર્ષે ઘઉનું વાવેતર ઓછું થવાથી ઘઉંના ભાવ પણ વધારે […]

Gujarat

ખામધ્રોળ રોડ પર ઈકો કારમાં બનાવેલા ચોર ખાનામાંથી 812 ચપટા દારૂ સાથે 7.15 લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ શહેર અને જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી ડામવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન જૂનાગઢ તાલુકા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ખામધ્રોળ રોડ પર પાર્ક કરેલી એક ઈકો કારમાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે, પોલીસની રેડ પડે તે પહેલા જ કારનો ચાલક ફરાર થઈ ગયો […]