સાણંદના મોરૈયા વિસ્તારમાં આવેલ કેશવ સોપાનમાં ગત શનિવારે સાંજે એક ઓટોમોબાઈલ્સ પાર્ટની કંપનીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ એટલી વિકરાળ હતી કે તેને બુઝાવવા માટે અમદાવાદ, સાણંદ, બાવળા અને ધોળકાની ફાયર ટીમોએ સતત 7 કલાક સુધી સંયુક્ત કામગીરી કરવી પડી હતી. શનિવારે સાંજે આશરે 6 વાગ્યાના […]
Gujarat
13મીએ અરબી સમુદ્રમાં ચક્રવાતને પગલે 50 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે
એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદમાં અગનભઠ્ઠી જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રવિવારે સવારે 11 વાગ્યે જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો, જેને કારણે શહેરમાં દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ હતી. આગામી 4 દિવસ દરમિયાન હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યો છે. હવામાન વિશેષજ્ઞ એ. ટી. દેસાઈના જણાવ્યાનુસાર, એકસાથે સક્રીય થયેલી ચાર […]
મહિલાઓ સામે ગુનાની ચાર્જશીટ દાખલ કરવામાં અમદાવાદ 89.7% સાથે દિલ્હી, મુંબઈથી આગળ
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB) 2024 મુજબ અમદાવાદમાં ત્રણ વર્ષની સરખામણીએ કુલ કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. 2022માં 53845 કેસ, 2023માં 53311 અને 2024માં 4061 કેસના ઘટાડા સાથે 49250 કેસ નોંધાયા હતા. મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં દર 89.7 ટકા રહ્યો છે. અમદાવાદનો આંક બેંગલુરુ 70.5%, દિલ્હી 73.6%, હૈદરાબાદ 76.3%, મુંબઈ 81.4%, સુરત 83.0% […]
બનાસકાંઠામાં બે ગેરકાયદેસર બંદૂક ઝડપાઈ
બનાસકાંઠા SOG શાખાએ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. કુંભલમેર ચાર રસ્તા પાસેથી એક MG હેક્ટર ગાડીમાંથી ગેરકાયદેસર બે બંદૂક અને 35 કારતૂસ સાથે કુલ 8.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ […]
હડાદમાં પિતા-કાકાએ માનસિક અસ્થિર પુત્રની હત્યા કરી
હડાદ તાલુકાના બામણોજ ગામમાં એક ઘટના સામે આવી છે, જેમાં પિતા અને કાકાએ મળીને પોતાના માનસિક અસ્થિર પુત્રની હત્યા કરી દીધી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, મૃતક વિજય (ઉંમર 25) છેલ્લા ત્રણ-ચાર વર્ષથી માનસિક રીતે અસ્થિર હતો. તે પરિવારજનો અને ગ્રામજનો સાથે અવારનવાર ઝઘડા કરતો હતો […]
‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’ : સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ છે. જામનગર બાદ વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા છે, જ્યાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થયા હતા. આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક […]
સિહોર પાસેથી 1.17 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં રૂ. 6.41 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ ફરાર છે. તા. 9 મે 2026ના રોજ પેરોલ ફર્લો […]
ભગાતળાવમાં વરલી-મટકાના આંકડા લેતો એક શખ્સ ઝડપાયો
શહેરના ભગા તળાવ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાડતા એક શખ્સને લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આ મામલે અન્ય બે શખ્સોના નામ પણ ખૂલતા પોલીસે કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રેડ કરી શખસને દબોચ્યો LCB ની ટીમ જ્યારે શહેરમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ માહિતી મળી હતી […]
જામનગરમાં જી.જી. હોસ્પિટલ સામે બે યુવાનો પર હુમલો
આ ઘટના ત્યારે બની જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરી રહ્યા હતા અને સમગ્ર શહેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હતું. પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા છતાં અસામાજિક તત્વો દ્વારા કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા, જેનાથી લોકોમાં ભયનો માહોલ છે. પ્રાથમિક વિગતો અનુસાર, શહેરના ક્રિસ્ટલ મોલ પાસે યુવાનોના એક જૂથ વચ્ચે તકરાર થઈ […]
જામનગરના માજી રાજવીને ‘ભારત રત્ન’ આપવાની માંગ ઉઠી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર આગમન દરમિયાન, શહેરના માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજાને ‘ભારત રત્ન’ એનાયત કરવાની માંગ ઉઠી છે. રતનબાઈ મસ્જિદ ટ્રસ્ટ દ્વારા બેનર અને પોસ્ટર લગાવીને આ સંદેશ વડાપ્રધાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. જામનગર શહેરમાં રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં વડાપ્રધાનના સ્વાગત માટે બેનરો લગાવવામાં આવ્યા હતા. આ બેનરોમાં ખાસ કરીને માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજાને દેશના […]










