પાટડી તાલુકાના માલવણ ટોલ નાકા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક ડ્રાઇવર બનવારીસિંઘ રોડ ક્રોસ કરીને ચા-પાણી માટે જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રાવેલ્સ બસે તેમને અડફેટે લીધા અકસ્માત વહેલી સવારે બન્યો હતો. બનવારીસિંઘે પોતાની ટ્રક સાઈડમાં પાર્ક કરી હતી અને સામેની હોટલ પર નાસ્તો કરવા જઈ રહ્યા હતા. તે સમયે […]
Gujarat
પાક સૂકાવા લાગ્યા, આવનારા દિવસોમાં વરસાદ ન પડે તો વર્ષ નબળું રહેવાની શક્યતા
અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બની રહ્યા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 25 દિવસથી વધુ સમયથી વરસાદ નથી પડ્યો. જિલ્લામાં 5 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત ખરાબ બની રહી છે. પાક મુરઝાવા લાગ્યો છે. ખેડૂતો આકાશ તરફ નજર માંડીને વરસાદની રાહ જોઈ […]
ગુજરાતની છેલ્લા ત્રણ માદા ઘોરાડને રેડિયો કોલર ટેગ કરવા સરકાર દ્વારા મંજૂરી અપાઇ
ગુજરાતમાં છેલ્લા બચેલા ત્રણ માદા ઘોરાડ પક્ષીને રેડિયો કોલર ટેગ કરવા ભારત સરકારે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, દેહરાદૂનને મંજૂરી આપી દીધી છે. રાજ્યમાં નલિયાના ઘાસિયા મેદાનમાં આ ઘોરાડ પક્ષી મુક્તપણે વિચરી રહ્યા છે. ભવિષ્યમાં રાજસ્થાનથી ફલિત ઈંડા લાવી ગુજરાતમાં જમ્પ સ્ટાર્ટ અથવા એગ સ્વેપિંગ ટેક્નોલોજીનો પહેલો ઉપયોગ થશે, એના પહેલા આ નિર્ણય લેવાયો છે. રાજ્યના […]
મુન્દ્રા બસ સ્ટેશન વિસ્તારમાં કાયમી ટ્રાફિક જામ, ઇમર્જન્સી વાહનો પણ ફસાય
મુન્દ્રામાં બસ સ્ટેશન વિસ્તારમાં કાયમી ધોરણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા નગરજનો માંગ કરી રહ્યા છે. એક તરફ અકસ્માતની ઘટનાઓ અટકાવવા નગરમાંથી ભારે વાહનોની પ્રવેશબંધીની અમલવારી ચુસ્તપણે થવા સામાજિક, સ્વૈચ્છિક અને રાજકિય સંસ્થાઓ દ્વારા તંત્રમાં રજૂઆતો કરવામાં આવી છે. બીજી તરફ નગરના અંદરના વિસ્તારોમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ધોરણે […]
2 લાખનો વિદેશી દારૂ અને બે સ્કોર્પિયો ગાડી સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બોપલ પોલીસે પ્રોહિબિશન અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. બોપલ પોલીસે મણીપુર ગામની સીમમાં આવેલ ખુલ્લી જગ્યામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટીંગ કરતા એક શખ્સને પકડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે જી.ઇ.બી રોડ પર મણીપુર ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દિવ્યરાજ હરેન્દ્રસિંહ ચૌહાણ (રહે. દરબાર ગઢ, ઓડ ગામ, […]
ભૂપેન્દ્ર પટેલ અને તેમના બહેને CM હાઉસમાં માતાની સ્મૃતિમાં ‘એક પેડ મા કે નામ’ અન્વયે વૃક્ષ વાવ્યું
આજે રક્ષાબંધનના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. CM હાઉસમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના બહેને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી. મુખ્યમંત્રી અને તેમના બહેને CM હાઉસમાં માતાની સ્મૃતિમાં વૃક્ષ વાવ્યું હતું. રક્ષાબંધનના પર્વ પર મુખ્યમંત્રીના બહેને રાખડી બાંધી ભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. આ સમયે મુખ્યમંત્રી અને તેમના બહેને માતાની સ્મૃતિમાં […]
સાણંદમાં મિત્રની હત્યા કરનાર 2 આરોપી પાસે પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું
સાણંદ પોલીસે 19 વર્ષીય નિરંજન તારકેશ્વર શર્માની હત્યા નિપજાવવાના કેસમાં પરપ્રાંતિય બે શખસોને ઝડપી લીધા હતા. હત્યારાઓ 1 મહિનાથી મિત્રને પકડી પરિવાર પાસે રૂ.15 લાખ ખંડણીની ફિરાકમાં હતા. બંને આરોપીઓ રવીકુમાર રમેશકુમાર રાય (ઝારખંડ), સોનલકુમાર ચિતરંજનસિંહને પોલીસે શુક્રવારે કોર્ટમાં રજૂ કરતાં બુધવાર સુધી 5 દિવસના રિમાન્ડ મંજુર થતાં શુક્રવારે સાંજે પી.આઈ., એચ.જી. રાઠોડ, પો.કો. અનિરુદ્ધસિંહ […]
રિવરફ્રન્ટ પર યુવકને બાઇક ચાલકે ટક્કર મારતા હેમરેજ થયું, સારવાર દરમિયાન મોત
અમદાવાદમાં ગત મોડી રાતથી અકસ્માતના 3 અલગ અલગ બનાવ બન્યા છે.જેમાં એક રાજેન્દ્ર નામના યુવકનું મોત થયું છે. રિવરફ્રન્ટ પર ચાલતા જઈ રહેલા યુવકને બાઇક ચાલકે ટક્કર મારતા યુવકને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. વ્યાસવાડી પાસે પણ કારચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે.પાલડીમાં કારચાલકે […]
સુરતમાં જ્વેલર્સને નકલી ચેઇન પધરાવવા આવ્યા’તા, ચાર શખ્સની ધરપકડ
સુરતના કતારગામ સ્થિત રાજ જવેલર્સમાં નકલી સોનાની ચેઈન વેચતા ઝડપાયેલા ધોરાજીના બે યુવાનની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે. નકલી ચેઈન બનાવી તેના પર નકલી હોલમાર્ક કરતા ચાર સોનીને ધોરાજી અને જૂનાગઢથી કતારગામ પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી હોલમાર્ક મશીન પણ કબજે કર્યું છે. આ ટોળકીએ અત્યાર સુધી છ છ નકલી ચેઇન બનાવ્યાની કબૂલાત કરી […]
અમીરગઢ પાસેથી દારૂની હેરાફેરી ઝડપાઈ, નંબર પ્લેટ વગરની ઈનોવામાંથી 10.48 લાખનો વિદેશી દારૂ જપ્ત
બનાસકાંઠા એલસીબી પોલીસે અમીરગઢના ચિકણવાસ પાટીયા નજીક રોડ પરથી દારૂની હેરાફેરી કરતી નંબર પ્લેટ વગરની ઈનોવા કાર પકડી પાડી છે. પોલીસે આ કારમાંથી કુલ 1979 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા છે. પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈની ટીમ પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી […]