Gujarat

અમીરગઢ પાસેથી દારૂની હેરાફેરી ઝડપાઈ, નંબર પ્લેટ વગરની ઈનોવામાંથી 10.48 લાખનો વિદેશી દારૂ જપ્ત

બનાસકાંઠા એલસીબી પોલીસે અમીરગઢના ચિકણવાસ પાટીયા નજીક રોડ પરથી દારૂની હેરાફેરી કરતી નંબર પ્લેટ વગરની ઈનોવા કાર પકડી પાડી છે. પોલીસે આ કારમાંથી કુલ 1979 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા છે. પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈની ટીમ પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી […]

Gujarat

મંત્રી ઋષિકેશ પટેલે અંબાજીમાં કહ્યું વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ

અંબાજી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વિદ્યાર્થીઓના પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યથી થઈ હતી. મંત્રી ઋષિકેશ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે મૂળ નિવાસી સમાજ પ્રકૃતિ સાથેના સહજીવન અને તેના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે […]

Gujarat

શ્રાવણી પૂર્ણિમાના પર્વએ માનવ મહેરામણ ઉમટ્યું, હડકેઠઠ્ઠ ભીડ

સપ્તપુરી તથા ચાર ધામ પૈકીના એક યાત્રાધામ દ્વારકામાં લગભગ દર માસે હજારો ભાવિકો પૂનમ ભરવા માટે આવતા હોય છે. તેમાં પણ હાલ પવિત્ર શ્રાવણ માસમાં બળેવ પૂર્ણિમાનું સ્નાન તેમજ ઠાકોરજીના દર્શનનું વિશેષ મહત્ત્વ હોવાથી શનિવારે પણ હજારો ભાવિકો વહેલી સવારથી જ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વારેથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતા. મંગળા આરતી, શ્રીજી […]

Gujarat

કેદીઓએ બહેનોને રાખડીના બદલામાં ભેટ આપ્યાં વૃક્ષ, ‘એક પેડ ભાઈ કે નામ’ અભિયાન અંતર્ગત પર્યાવરણ જતનનો પ્રયાસ

રક્ષાબંધનના પવિત્ર દિવસે મોરબી સબજેલમાં અનોખી ઉજવણી કરવામાં આવી. જેલમાં બંધ કેદીઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મોરબી સબજેલના અધિક્ષક ડી.એમ.ગોહિલની સૂચના અનુસાર સ્થાનિક કર્મચારીઓએ આ આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું. અનેક કેદીઓની બહેનો જેલમાં આવી અને તેમના ભાઈઓને રાખડી બાંધી. આ ભાવુક ક્ષણે ઘણા ભાઈ-બહેનોની […]

Gujarat

વાંકાનેર પાસેથી આઇસરમાં ડુંગળીની આડમાં છુપાવેલો 53 લાખનો દારૂ કબજે

વાંકાનેર ડિવિઝનની પોલીસ ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આઈસરમાં ડુંગળીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂના રૂ.53 લાખના જથ્થા સાથે એકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણવા મળતી પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે એક ટાટા આઈસર (રજી. નં. GJ-12-BX-5679) માં સડેલી અને સારી ડુંગળીની આડમાં વિદેશી દારૂ ભરીને વાંકાનેર બાઉન્ડ્રી […]

Gujarat

મધ્યપ્રદેશ જતી લક્ઝરી બસની છત પર 50થી વધુ મુસાફર સવાર; વીડિયો વાઇરલ

પંચમહાલ જિલ્લામાં જોખમી મુસાફરી કરતા વીડિયો અવારનવાર વાઇરલ થઇ રહ્યા છે. વડોદરાથી હાલોલ હાઇવે માર્ગ પર મધ્ય પ્રદેશ તરફ જતી એક સ્લીપર કોચ ખાનગી લક્ઝરી બસની છત પર મુસાફરો જોખમી રીતે મુસાફરી કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બસના સંચાલકો વધુ પૈસા કમાવવાની લાલચે મુસાફરોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. […]

Gujarat

જાતિવાદના નામે કોઇ પણ રાષ્ટ્ર બની શકે નહીં : યુવાનોને ભ્રમિત ન થવા સલાહ

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ વર્ષનો કાર્યક્રમ મોરા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યુ હતુ કે, અલગ ભીલ પ્રદેશની માગ કરનારા નેતાઓ પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યુ હતુ કે, અલગ પ્રદેશની માગ કરનારા પોત પોતાના રાજ્યમાં રાજધાની બનાવવા માગ કરી રહ્યાં છે. તેમને વધુમાં જણાવ્યુ કે, જાતીવાદના […]

Gujarat

ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં ઓવરબ્રિજ પાસેથી લાશ મળી; પોલીસે વાલી-વારસની શોધખોળ શરૂ કરી

ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પાસે એક અજાણ્યા આધેડ વયના પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આજુબાજુના રાહદારીઓએ મૃતદેહ જોતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી સ્થાનિક પોલીસને બોલાવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા ઇસમના મૃતદેહ પર કબજો મેળવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા […]

Gujarat

જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો આજથી શરૂ નહીં થાય

જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા લોકમેળા સામે ચાલી રહેલી કોર્ટ કાર્યવાહીને લઈને આજથી શરૂ થનાર મેળો હજુ ક્યારે શરૂ થશે કે નહીં થાય તે નિશ્ચિંત બન્યું નથી. બીજી બાજુ તમામ પાસાઓ અને મુદ્દાઓ મુક્યા બાદ હવે સોમવારે કોર્ટના નિર્ણય તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલુ વર્ષે તા.10થી તા.24 ઓગસ્ટ વચ્ચે શ્રાવણી મેળો […]

Gujarat

જામનગરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 8 આરોપીઓ ઝડપાયા, રૂ.3.03 લાખનો મુદ્દામાલ જપ્ત

જામનગર જિલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના અનુસાર, જિલ્લામાંથી દારૂ અને જુગારની બદીને નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત એલસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ, પીએસઆઈ પી.એન. મોરી અને સી.એમ. કાંટેલીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર અને કૃપાલસિંહ જાડેજાને મળેલી ખાનગી માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી. […]