Gujarat

જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો આજથી શરૂ નહીં થાય

જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા લોકમેળા સામે ચાલી રહેલી કોર્ટ કાર્યવાહીને લઈને આજથી શરૂ થનાર મેળો હજુ ક્યારે શરૂ થશે કે નહીં થાય તે નિશ્ચિંત બન્યું નથી. બીજી બાજુ તમામ પાસાઓ અને મુદ્દાઓ મુક્યા બાદ હવે સોમવારે કોર્ટના નિર્ણય તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલુ વર્ષે તા.10થી તા.24 ઓગસ્ટ વચ્ચે શ્રાવણી મેળો […]

Gujarat

જામનગરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા 8 આરોપીઓ ઝડપાયા, રૂ.3.03 લાખનો મુદ્દામાલ જપ્ત

જામનગર જિલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના અનુસાર, જિલ્લામાંથી દારૂ અને જુગારની બદીને નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત એલસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ, પીએસઆઈ પી.એન. મોરી અને સી.એમ. કાંટેલીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર અને કૃપાલસિંહ જાડેજાને મળેલી ખાનગી માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી. […]

Gujarat

બ્રાહ્મણો માટે શ્રાવણી પૂનમ દિવાળી જેવો ઉત્સવ, યજ્ઞોપવિત ધારણ કરવાનો શુભ દિવસ

સમાજને સંસ્કારોનું સિંચન કરાવતા બ્રહ્મસમાજ માટે શ્રાવણી પૂનમ દિવાળી જેવો ઉત્સવ ગણાય છે. આ દિવસે સર્વે બ્રાહ્મણો અને દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવારો ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો માટે યજ્ઞોપવિત ધારણ કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ પાવન અવસરે ગુગળી બ્રાહ્મણો આ નૂતન દિવસની અલગ રીતે ઉજવણી કરે છે. આ દિવસે બ્રહ્મ સમાજ […]

Gujarat

જામનગર જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી, 550થી વધુ કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધી

જામનગર જિલ્લા જેલમાં આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંદ 550થી વધુ કેદી ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી. આ પ્રસંગે જેલ પરિસરમાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા. જેલ પ્રશાસન દ્વારા આ તહેવારની ઉજવણી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બહેનોને જેલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યાં તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે […]

Gujarat

રક્ષાબંધન પર્વે રેડક્રોસ ગીર સોમનાથ ખાતે ઉજવણી, બહેનોએ પદાધિકારીઓ અને સ્ટાફને રાખડી બાંધી

શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા ખાતે ઉજવણી કરવામાં આવી. ચેરમેન અતુલભાઇ કાનાબારની લાગણી અનુસાર રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન ખાતે પરંપરાગત રીતે આ ઉજવણી યોજાઈ હતી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ઓન.જો.સેક્રેટરી અનિશ રાચ્છના જણાવ્યા અનુસાર આ પવિત્ર પ્રસંગે અનેક […]

Gujarat

વેરાવળ સિટી પોલીસની શી ટીમનું અનોખું કાર્ય, દિવ્યાંગ આશ્રમમાં જઈ રક્ષાબંધનની ઉજવણી કરી

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની શી ટીમે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં રહેતા દિવ્યાંગોને રાખડી બાંધી અનોખી રીતે તહેવારની ઉજવણી કરી હતી. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. તેમના દ્વારા શી ટીમને શહેરમાં […]

Gujarat

સૂત્રાપાડાના મોરડીયા ગામે સિંહોના આંટાફેરા – તોહાણ વિસ્તારના માર્ગ પર બે ડાલામથ્થા દેખાયા

ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના મોરડીયા ગામમાં સિંહોના આંટાફેરા જોવા મળ્યા છે. મોરડીયા ગામના તોહાણ વિસ્તારમાં જતા માર્ગ પર બે ડાલામથ્થા (યુવાન સિંહ) દેખાયા હતા. આ સિંહો રોડ પર આવી ચડતા સ્થાનિક લોકોએ તેમના વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા માં વાઈરલ થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ […]

Gujarat

મેથાણ અને કટુડા ગામના મંદિરોમાંથી ચોરી કરનાર શખ્સ 54 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયો

સુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસે મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે પ્રવિણભાઇ અમરશીભાઇ થરેશા નામના શખ્સને 54,453 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ તથાપેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ. ઝાલાએ અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ. અજયવીરસિંહ ઝાલા […]

Gujarat

ધરમપુર ગામે થશે તાલુકા કક્ષાનો કાર્યક્રમ, નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ચોટીલા તાલુકાના ધરમપુર (ચોબારી) ગામે 15મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ અંગે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાની અધ્યક્ષતામાં પ્રાંત કચેરીના સભાખંડમાં બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં કાર્યક્રમની સફળ આયોજન માટે વિવિધ અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી. મામલતદાર ચોટીલાને મંડપ, સ્ટેજ અને આમંત્રણ પત્રિકાની કામગીરી સોંપાઈ. નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (સ્ટેટ) […]

Gujarat

ગુજરાતમાં આવેલું ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ : એશિયાટિક સિંહ માટેનું વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક સંરક્ષણ રહેઠાણ

વર્ષ ૨૦૨૫ની ગણતરી મુજબ બરડામાં કુલ ૧૭ સિંહોની હાજરી નોંધાઈ ‘બરડા વન્યજીવ અભયારણ્ય’, જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે, આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વપૂર્ણ જૈવવિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. વર્ષ ૧૯૭૯માં અભયારણ્ય તરીકે જાહેર થયેલું બરડા, ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું. આજે તે એશિયાટિક સિંહના સંરક્ષણ માટે […]