Jammu and Kashmir

“અમારા લોહીથી બની હતી પાર્ટી, કમ્પ્યૂટરથી નહીં”ઃ ગુલામ નબી આઝાદ

શ્રીનગર કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે રવિવારે જમ્મુની સૈનિક કોલોનીમાં પોતાની પ્રથમ રેલી કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને તે નેતાઓનો આભાર માન્યો, જેમણે તેનો સાથ આપ્યો છે. આ સાથે આઝાદે આજથી પોતાની નવી રાજકીય યાત્રા શરૂ કરી છે. ગુલામ નબી આઝાદે પોતાના સંબોધન દરમિયાન નવી પાર્ટી બનાવવાનો સંકેત પણ […]

Jammu and Kashmir

પાક સેનાના કર્નલે ભારતીય સેનાની પોસ્ટ પર હુમલો કરવા મોકલ્યા હતા

શ્રીનગર જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એલઓસીની પાસે ઝડપાયેલા આતંકીએ મોટું કબૂલનામુ કર્યું છે. તબારક હુસૈન નામના આ આતંકીએ કબૂલ કર્યુ કે તેને પાકિસ્તાની સેનાના એક અધિકારીએ જવાનો પર હુમલો કરવા માટે મોકલ્યો હતો અને તે માટે ૩૦ હજાર રૂપિયાની લાલચ આપી હતી. તેણે જણાવ્યું કે તે એકલો નહોતો પરંતુ તેની સાથે ચાર-પાંચ લોકો હતા અને તે મોટો […]

Jammu and Kashmir

જમ્મુના સિધરામાં બે ઘરમાંથી ૬ લાશ મળી આવતા હડકંપ મચ્યો

જમ્મુ જમ્મુના સિધરામાં બે ઘરમાંથી ૬ લોકોની લાશ મળી આવી છે. જેના કારણે સનસનાટી મચી ગઇ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. એક ઘરમાંથી ચાર બોડી અને અન્ય એક ઘરમાંથી ૨ બોડી મળી આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં એક મહિલા તેની બે પુત્રીઓ અને ૨ સંબંધીઓ સામેલ છે. આ લોકોના […]

Jammu and Kashmir

ગુલાબ નબી આઝાદને નિમણુંક આપ્યાના થોડા સમયમાં જ રાજીનામું આપ્યું

જમ્મુકાશ્મીર જમ્મૂ કાશ્મીર કોંગ્રેસમાં મોટો ફેરબદલ થયો છે. કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદને અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે થોડા કલાકો બાદ ગુલાબ નબી આઝાદે તે પદ પરથી રાજીનામું આપી દીધું છે. હજુ સુધી કારણ સ્પષ્ટ નથી કે કોંગ્રેસ નેતાએ થોડા કલાકો બાદ જ પાર્ટી દ્રારા આપવામાં આવેલા પદેથી રાજીનામું કે આપ્યું, પરંતુ […]

Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરમાં બે જગ્યા પર આતંકી હુમલા

શ્રીનગર જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસના જશ્નમાં આતંકીઓએ ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આતંકીઓએ અડધી કલાકની અંગર બે અલગ-અલગ જગ્યાએ ગ્રેનેડ હહુમલો કર્યો છે. પોલીસે જણાવ્યું કે આતંકીઓએ બડગામના ગોપાલાપુરા ચાડૂરા વિસ્તારમાં ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં કરણ કુમાર સિંહ નામનો વ્યક્તિ ઘાયલ થઈ ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં નાકાબંધી કરી લેવામાં […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં ફરી બે કાશ્મીરી પંડિત ભાઈઓ પર હુમલો ઃ ૧નું મોત

જમ્મુકાશ્મીર જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકવાદી હુમલો થયો છે. ફરી એક વખત કાશ્મીરી પંડીતને નિશાન બનાવીને આતંકીઓએ હુમલો કર્યો છે. બે ભાઈઓ પર કરવામાં આવેલા હુમલામાં એકનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે આતંકવાદીઓએ બે કાશ્મીર પંડિત ભાઈઓ પર હુમલો કર્યો હતો, જેમાંથી એક ભાઈનું મોત થયું છે. આ બનાવ શોપિયાંના ચોટીગામ ખાતે બન્યો હતો. આતંકીઓએ […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં આઈટીબીપી જવાનની બસ પાંચસો ફૂટ નીચે ખાબકી

જમ્મુકાશ્મીર જમ્મુ કાશ્મીરમાં આઈટીબીપી જવાનાની બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ છે. કાશ્મીર સ્થિત પહેલગામના ચંદનવાડી વિસ્તારમાં આ બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ છે. આ દુર્ઘટનામાં ૬ જવાનો શહીદ થયા છે. જ્યારે ૩૦ જવાનો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે બસમાં કુલ ૩૯ જવાન સવાર હતા. જેમાં ૩૭ આઈટીબીપીના જવાન હતા અને બે […]

Jammu and Kashmir

કાશ્મીરમાં લાખો લોકો શાનથી લહેરાવી રહ્યાં છે તિરંગો

શ્રીનગર દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન પોતાની ચરમ પર પહોંચી ગયું છે. ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાના સમારંભ તો બે દિવસ પછી ૧૫ ઓગસ્ટે મનાવવામાં આવશે, પરંતુ તે પહેલા જ ચારે તરફ તિરંગો જ તિરંગો નજરે પડી રહ્યો છે. દરેક ઘરથી લઈને રોડ-રસ્તામાં આવેલી નાનામાં નાની દુકાનો સુધી તો બજારથી લઈને હોસ્પિટલો સુધી અને […]

Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં વધુ એક પ્રવાસીની ગોળી મારીને હત્યા

શ્રીનગર જમ્મુ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓએ શુક્રવારે પ્રવાસીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે મૃતકની ઓળખ બિહારના ૧૯ વર્ષીય યુવક મોહમ્મદ અમરેજના રૂપમાં થઇ છે. પોલીસના મતે આ ઘટના બાંદીપોરા જિલ્લાના સદુનારા ગામમાં બની છે. અમરેજ મધેપુરા જિલ્લાના બેસાઢ ગામનો રહેવાસી હતો. તેના પિતાનું નામ મોહમ્મદ જલીલ બતાવવામાં આવી રહ્યું છે. […]

Jammu and Kashmir

આતંકી હુમલામાં બે આતંકી ઠાર અને ૩ જવાન શહીદ

જમ્મુકાશ્મીર જમ્મુકાશ્મીર ખીણ પ્રદેશના રાજૌરીમાં આંતકીઓ દ્વારા સેનાના કેમ્પ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. સેનાએ વળતા જવાબમાં બંને આતંકીઓને ઠાર માર્યા છે. મળી રહેલા પ્રાથમિક અહેવાલ મુજબ આ ઘટનામાં સેનાના ૩ જવાન પણ શહીદ થયા છે. જ્યારે કેટલાક જવાન ઘાયલ થયા છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરું કર્યું છે. […]