Uttarakhand

ગુજરાતના મુસાફરો ભરેલ બસ ઉત્તરાખંડના ઉત્તરકાશીની ખીણમાં ખાબકી, ૭ લોકોના મોત

ઉત્તરકાશી ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. બસમાં ૩૩ મુસાફરો સવાર હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ દુર્ઘટનામાં ૭ લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ ૨૦ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ઉત્તરાખંડની રાહત અને બચાવ ટીમ દ્વારા અન્યને શોધવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. મળતી માહિતી […]

Uttarakhand

કેદારનાથ યાત્રાએ જતા ભૂસ્ખલન થતા ૫ના મોત, ૪ ગુજરાતી પણ સામેલ

ઉતરાખંડ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતા પાંચ લોકોના મોત થયા છે. રુદ્રપ્રયાગ પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત રસ્તો ખોલ્યા બાદ થયો હતો. રુદ્રપ્રયાગ પોલીસે જણાવ્યું છે કે અહીં કાટમાળની અંદર એક વાહન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યું છે. તેમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ અકસ્માત કેદારનાથ યાત્રા રૂટના ફાટા […]

Uttarakhand

કેદારનાથ જતા લોકો પર પહાડનો ભાગ પડતા ત્રણ દિવસથી ગુમ ૨૦ લોકોનું સર્ચ ઓપરેશન હજી પણ યથાવત

ઉત્તરાખંડ ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ભૂસ્ખલન બાદ ૨૦ લોકો ગુમ થયા છે. આ લોકોને ગાયબ થયાને ચાર દિવસ થઈ ગયા છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. સતત ચોથા દિવસે બચાવ કામગીરી ચાલુ રહી, પરંતુ આ લોકોનો કોઈ પત્તો મળ્યો નથી. શુક્રવારે ગૌરકુંડ નજીક દાતપુલિયામાં મોટા ભૂસ્ખલનને કારણે ૨૦ લોકો ગુમ થયા […]

Uttarakhand

કેદારનાથ યાત્રા માર્ગ પર ફરી ભૂસ્ખલન થતા ૩ નેપાળી યાત્રાળુંઓના મોત, ૮થી વધુ લોકો ગુમ

ઉત્તરાખંડ ઉત્તરાખંડના કેદારનાથ મંદિર વિસ્તાર નજીક ૩ હોટલ અચાનક ભારે વરસાદ અને પૂરના કારણે ધસી પડી હતી જેમાં મળતી માહિતી મુજબ ત્રણ નેપાળી તીર્થયાત્રીઓના મોત થયા છે અને અન્ય ૮ લોકો ગુમ થયા હોવાની જાણ થઈ રહી છે. ગુરુવારે ભારે વરસાદને કારણે કેદારનાથ તીર્થયાત્રાના માર્ગ પર ભૂસ્ખલનની ઘટના બની હતી જેમાં ઓછામાં ઓછા ત્રણ નેપાળી […]

Uttarakhand

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન, ૧૨ લોકો કાટમાળ નીચે દટાયા

ઉત્તરાખંડ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના બની છે. તેના પર ગૌરીકુંડમાં વરસાદને કારણે ભૂસ્ખલન થતાં ૧૦થી ૧૨ લોકો કાટમાળ નીચે દટાયા હતા. આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે થયો હતો. પહાડી પરથી સતત પથ્થરો પડવાના કારણે રેસ્ક્યુ ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રુદ્રપ્રયાગ પોલીસ, એસડીઆરએફ, ડીડીઆરએફ સહિતની ઘણી ટીમો બચાવ કાર્યમાં લાગેલી […]

Uttarakhand

ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મેક્સ ખીણમાં ખાબકી, ૬ લાપત્તા

ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આજે એક ભયાનક માર્ગ અકસ્માત થવા પામ્યો છે. સોનપ્રયાગથી ઋષિકેશ તરફ જઈ રહેલ એક મેક્સના ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો અને મેક્સ ઊંડી ખીણમાં ગંગા નદીમાં પડી. સમાચાર એવા સામે આવ્યા છે કે, અકસ્માતની આ ઘટના ત્યારે બની જ્યારે એક વિશાળ પથ્થર પહાડ પરથી ગગડીને રસ્તા વચ્ચે આવ્યો હતો […]

Uttarakhand

UCC છોકરીઓની લગ્નની ઉંમર વધી શકે છે, બહુપત્નીત્વ અને હલાલા પર પ્રતિબંધ રખાશે

ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ (ેંઝ્રઝ્ર)નો મુસદ્દો તૈયાર કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય કાયદા પંચ ઉપરાંત, ગુજરાત અને મધ્યપ્રદેશની સરકારો, જેમણે ેંઝ્રઝ્ર લાગુ કરવાની જાહેરાત કરી છે, તેઓ પણ ઉત્તરાખંડના ેંઝ્રઝ્ર ડ્રાફ્ટની રાહ જાેઈ રહ્યા છે. જસ્ટિસ રંજના પ્રસાદ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી નિષ્ણાત સમિતિ ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં રોકાયેલી છે. મુખ્ય […]

Uttarakhand

ભૂસ્ખલન થતા ચમોલીથી બદ્રીનાથનો માર્ગ બંધ, બન્ને તરફ વાહનોની લાંબી કતાર લાગી

ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં પડેલા ભારે વરસાદને કારણે, ચમોલીના છિંકા ખાતે આજે ગુરુવારે ભૂસ્ખલન થયું હતું. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને લીધે, ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાસ કરીને ચમોલીથી બદ્રીનાથ જવાનો નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ જતા, બદ્રીનાથ જવા આવવા માટેના બન્ન તરફના માર્ગમાં વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. સેંકડો મુસાફરો […]

Uttarakhand

કેદારનાથમાં વરસાદ અને હિમવર્ષા

રૂદ્રપ્રયાગ (ઉત્તરાખંડ) કેદારનાથ ધામમાં ફરી એકવાર ભારે વરસાદ અને હિમવર્ષા જાેવા મળી રહી છે. રવિવારે હવામાન અને વરસાદ અને તાજી હિમવર્ષાના આ વલણને ધ્યાનમાં રાખીને, પોલીસે મંદિરમાં આવતા ભક્તોને હવામાનની આગાહી અનુસાર મુસાફરી કરવા વિનંતી કરી છે. પોલીસે શ્રદ્ધાળુઓને છત્રી, ગરમ કપડાં, રેઈનકોટ અને જરૂરી દવાઓ સાથે રાખવાની સલાહ આપી છે. રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક ડૉ. […]

Uttarakhand

બદરીનાથ હાઈવે પર ભયંકર દુર્ઘટના, શ્રદ્ધાળુઓની સામે ધડામ દઈને પડ્યો મોટો પહાડ

ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના રસ્તા પર ગ્લેશિયર પડવાથી યાત્રા રોકી દેવામાં આવી હતી. તો વળી ગુરુવારે સાંજે બદ્રીનાથ ધામ જઈ રહેલા શ્રદ્ધાળુ પણ મોટી દુર્ઘટનાનો શિકાર થતાં થતા બચી ગયા હતા. હકીકતમાં જાેઈએ તો, જાેશીમઠ પહેલા એક પહાડ અચાનક બદરીનાથ જતાં નેશનલ હાઈવ ૫૮ પર પડ્યો. આ દરમ્યાન શ્રદ્ધાળુઓના વાહનોની લાઈન હાઈવે પર લાગેલી હતી. […]