International

અમેરિકાના પેન્સિલવેનિયામાં એક ગાડીના અકસ્માતમાં ૨ ભારતીય વિદ્યાર્થીઓનું મોત, ૧ ઘાયલ

પેન્સિલવેનિયામાં અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેન્સિલવેનિયામાં એક કાર અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના દુ:ખદ મોત થયા હતા, કારણ કે તેમનું વાહન ઝાડ સાથે અથડાયું હતું અને પછી પુલ સાથે અથડાયું હતું. આગળની પેસેન્જર સીટ પર બેઠેલા અન્ય એક મુસાફરને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શનિવારે સવારે (૧૦ મે) લેન્કેસ્ટર કાઉન્ટીમાં […]

International

યુકેમાં નાગરિકત્વના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ ચાલુ, નવી નિતિ થશે લાગુ

યુકેમાં સેટલ થવા માગતા હોવ એટલે કે નાગરિકતા મેળવવા માગતા લોકો માટે એક ખૂબ મહત્વના સમાચાર આવ્યા છે જેમાં હવે યુકે તંત્ર દ્વારા નાગરિકત્વના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ ચાલી કરી દેવામાં આવી છે. યુકે પીએમ કીર સ્ટાર્મરે ટૂંક સમયમાં નવી નાગરિકતા નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે લોકો માટે બ્રિટિશ નાગરિકતા […]

International

પાકિસ્તાન સેનાએ પોતાના સૂત્રને ફરીથી રજૂ કર્યું, પોતાને ‘જેહાદી ફોર્સ‘ અને જનરલ અસીમ મુનીરને ‘જેહાદી નેતા‘ ગણાવ્યા

પાકિસ્તાની લશ્કરની કબૂલાત: જેહાદ અમારી નીતિ છે પાકિસ્તાની સેનાએ ફરી એકવાર પોતાના સૂત્રનો પુનરોચ્ચાર કર્યો છે, જેમાં ભારપૂર્વક જણાવ્યું છે કે “જેહાદ અમારી નીતિ છે.” એક પ્રેસ બ્રીફિંગને સંબોધતા, પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે તેનું ટોચનું નેતૃત્વ પણ આ વિચારધારા સાથે સુસંગત છે, તેમણે જનરલ અસીમ મુનીરને “જેહાદી જનરલ” તરીકે ઉલ્લેખ કર્યો હતો. […]

International

પાકિસ્તાનનું વધુ એક જૂઠું પકડાયું: મરિયમ નવાઝે ઘાયલ સૈનિકોની મુલાકાત લીધી, ભારત સાથેના અથડામણ પાછળનું સત્ય જાહેર કર્યું

ભારત સાથેના તાજેતરના લશ્કરી મુકાબલાને પગલે પાકિસ્તાન ખોટી માહિતી આપી જૂઠું બોલવાનું કામ કરી રહ્યું હતું જ્યારે વડા પ્રધાન શેહબાઝ શરીફ વિનાશ વચ્ચે ભ્રમ ફેલાવતા જાેવા મળ્યા હતા, ત્યારે દેશની સેના વિરોધાભાસી અને અપ્રમાણિત દાવાઓ કરી રહી છે. જાેકે, પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝની લશ્કરી હોસ્પિટલની અચાનક મુલાકાતે ફરી એકવાર એ સત્યનો પર્દાફાશ કર્યો […]

International

ટ્રમ્પ વહીવટીતંત્રે દક્ષિણ આફ્રિકાના શ્વેત લોકોનું સ્વાગત કર્યું; સ્પેશલ વિમાન મોકલ્યું લેવા માટે

બીજીવાર અમેરિકાની સત્તાની કમાન સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત, બ્રાઝિલ, મેક્સિકો, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિત ઘણા દેશોના લોકોનો દેશનિકાલ કર્યો. તેમજ શરણાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે દક્ષિણ આફ્રિકાના શ્વેત લોકોનું સ્વાગત કર્યું છે. આ લોકોને લઈ જતું જહાજ, જેને શ્વેત આફ્રિકનો કહેવામાં આવે છે, તે સોમવારે જ અમેરિકા […]

International

મ્યાનમારમાં સેનાએ કરેલ એરસ્ટ્રાઈકમાં શાળા બની નિશાન, ૨૦ વિદ્યાર્થી સહિત ૨૨ના મોત

વિનાશક ભૂકંપમાંથી બહાર નીકળવામાં મદદ કરવા માટે માનવતાવાદી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, મ્યાનમાર જુન્ટાના હવાઈ હુમલામાં એક શાળા પર હુમલો થયો હતો, જેમાં ૨૦ બાળકો સહિત ૨૨ લોકો માર્યા ગયા હતા. મ્યાનમારની સેનાએ આ હુમલાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલેથી ૧૧૫ કિમી […]

International

ઉત્તરી બુર્કિના ફાસોમાં જેહાદી હુમલામાં ૧૦૦ થી વધુ લોકોના મોત, JNIM એ જવાબદારી સ્વીકારી

ઉત્તરી બુર્કિના ફાસોમાં એક જેહાદી જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૧૦૦ થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગે સૈનિકો અને સહાયક કર્મચારીઓ માર્યા ગયા હતા. બુર્કિના ફાસોના સૌથી વધુ અસરગ્રસ્ત સમુદાયોમાં સંવાદોમાં સક્રિય રીતે સામેલ એક સહાયક કાર્યકરએ જણાવ્યું હતું કે લશ્કરી થાણા અને લાંબા સમયથી ઘેરાયેલા વ્યૂહાત્મક શહેર જીબો સહિત અનેક સ્થળોએ હુમલો […]

International

ટેરિફ વોરમાં આવ્યો વિરામ!!! યુએસ અને ચીન ૯૦ દિવસ માટે પરસ્પર ટેરિફ ૧૧૫% ઘટાડવા સંમત થયા

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરના સમાધાન મુદ્દે ચાલી રહેલી બે દિવસીય વાતચીતના અંતમાં બન્ને દેશોએ એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફમાં ઘટાડો કરવા સહમતિ દર્શાવી છે. બંનેએ ૯૦ દિવસ માટે લાગુ ટેરિફમાં ૧૧૫ ટકા સુધીનો ઘટાડો કર્યો છે. ચીને મંત્રણાઓ વચ્ચે અમેરિકાની પ્રોડક્ટ્સ પર લાગુ રેસિપ્રોકલ ટેરિફ ૧૨૫ ટકાથી ઘટાડી ૧૦ ટકા કર્યો છે. જ્યારે અમેરિકાએ […]

International

અમેરિકાના મિલવૌકીમાં ૧ ઇમારતમાં ભીષણ આગની ઘટના; ૪ના મોત, ૪ લોકો ગંભીર રીતે ઘાયલ

અમેરિકામાં ફરી એકવાર મોટી આગની ઘટના બની હતી જેમાં મિલવૌકીમાં એક ઇમારતમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. એક નાની જગ્યાએ લાગેલી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને એક પછી એક અનેક ફ્લોર આ આગની લપેટમાં આવી ગયા. રવિવારે સર્જાયેલી આ દુર્ઘટનામાં ૪ લોકોના મોત થયા છે અને ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ […]

International

ડોનાલ્ડ ટ્રમ્પના રાજદૂતે પુષ્ટિ આપી છે કે, હમાસ ગાઝામાં છેલ્લા જીવિત યુએસ બંધક એડન એલેક્ઝાંડરને મુક્ત કરવા સંમત થયા

હમાસે જણાવ્યું હતું કે ગાઝામાં છેલ્લા જીવિત અમેરિકન બંધક, એડન એલેક્ઝાન્ડરને યુદ્ધવિરામ સ્થાપિત કરવાના પ્રયાસોના ભાગ રૂપે મુક્ત કરવામાં આવશે, ઇઝરાયલ દ્વારા નાકાબંધી કરાયેલા પ્રદેશમાં ક્રોસિંગ ફરીથી ખોલવામાં આવશે અને સહાય પહોંચાડવાનું ફરી શરૂ કરવામાં આવશે. હમાસના બે અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે તેઓ આગામી ૪૮ કલાકમાં મુક્તિની અપેક્ષા રાખે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના […]