International

ટ્રમ્પની ‘બધું ઉડાવી દઈશું‘ ધમકી બાદ ઈરાને ગંભીર રીતે બદલો લેવાની ચેતવણી આપી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેહરાનના પાવર પ્લાન્ટ અને પુલોને ઉડાવી દેવાની ટિપ્પણી બાદ ઈરાને કડક ચેતવણી આપી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘાઈએ આ નિવેદન આપ્યું છે, જેમણે કહ્યું છે કે તેહરાન તેના માળખા પરના કોઈપણ હુમલાનો કડક જવાબ આપશે. મીડિયા સૂત્રો દ્વારા અહેવાલ મુજબ, બાઘાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જાે દેશને નિશાન […]

International

ચીનના ૪૦ દિવસના રહસ્યમય હવાઈ ક્ષેત્ર બંધ થવાથી લોકો આશ્ચર્યચકિત

ચીને એક મહિના કરતાં વધુ સમયથી સમુદ્ર ઉપરના મોટા વિસ્તારોને હવાઈ માર્ગે અવરોધિત કર્યા છે, આ પગલું સંરક્ષણ વિશ્લેષકો અને પ્રાદેશિક અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું છે. માર્ચના અંતમાં શરૂ થયેલા અને મે મહિનાની શરૂઆત સુધી ચાલુ રહેવાના આ પ્રતિબંધો, બેઇજિંગ દ્વારા સમજાવવામાં આવ્યા નથી. આવા લાંબા ગાળાના હવાઈ માર્ગ બંધ થવા અસામાન્ય છે. સામાન્ય રીતે, આ […]

International

મિડલ ઈસ્ટમાં ભયાનક યુદ્ધના ‘સંકેત‘, ટ્રમ્પનું ૪૮ કલાકનું અલ્ટીમેટમ અને ઈરાનનો વળતો પ્રહાર

મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે નિર્ણાયક અને અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જાે આગામી ૪૮ કલાકમાં વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ‘ ખોલવામાં નહીં આવે અને સમજૂતી કરવામાં નહીં આવે, તો ઈરાન પર ‘કહર‘ તૂટી પડશે. આ સાથે જ ૬ એપ્રિલની ડેડલાઈન […]

International

અમેરિકામાં અડધાથી વધુ શ્વેત મધ્યમ વર્ગનો અમેરિકન પ્રમુખમાં વિશ્વાસ ઘટી ગયો

મધ્ય-પૂર્વમાં ઈરાન સામે અમેરિકા યુદ્ધે ચઢ્યું છે તેવા સમયે અમેરિકામાં પહેલી વખત પ્રમુખ ટ્રમ્પની લોકપ્રિયતામાં અસાધારણ ઘટાડો આવ્યો છે. અમેરિકામાં અડધાથી વધુ શ્વેત મધ્યમ વર્ગનો અમેરિકન પ્રમુખમાં વિશ્વાસ ઘટી ગયો છે અને પહેલી વખત ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ નેગેટિવ થઈ ગયું છે. હાર્વર્ડ કેપ્સ-હેરીસના સર્વે મુજબ અત્યારે ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ ૪૩ટકા જ્યારે ડિસઅપ્રુવલ રેટિંગ ૫૩ ટકા […]

International

અમેરિકાને આવી વધુ ૩ જીત મળી જાય તો તે બરબાદ થઈ જશે : ઇરાનની સંસદના સ્પીકરનો કટાક્ષ

અમેરિકા અને ઈઝરાયલનું ઈરાન વિરુદ્ધનું યુદ્ધ દિવસે ને દિવસે ખતરનાક સ્વરૂપ ધારણ કરતું જઇ રહ્યું છે. ટ્રમ્પે ઈરાનને ૪૮ કલાકનું ફાઈનલ અલ્ટીમેટમ આપ્યું છે ત્યારે ઈરાને સમગ્ર મિડલ ઈસ્ટમાં ભડકો બોલાવી દેવાની ચેતવણી ઉચ્ચારી છે. આ દરમિયાન ઈરાન દ્વારા ફરી એકવાર કુવૈતમાં મોટો હુમલો કર્યાના અહેવાલ સામે આવ્યા છે. ઈરાની સેનાએ એક અત્યંત આક્રમક અને […]

International

‘ભારતે કંઈ પણ કર્યું તો કોલકાતા સુધી હુમલા કરીશું…‘, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની ધમકી

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં ભારે ખટાશ જાેવા મળી રહી છે. ગયા વર્ષે ૨૨મી એપ્રિલે થયેલા પહલગામ હુમલા અને ત્યારબાદના ચાર દિવસીય સંઘર્ષ પછી બંને દેશો વચ્ચેની સરહદ ગરમાયેલી છે. આ દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું તાજેતરનું નિવેદન આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, શનિવારે (ચોથી એપ્રિલ) પોતાના […]

International

‘અમે શોધી કાઢ્યા…‘, ઈરાનમાં ફસાયેલા પાયલટનું ફિલ્મી સ્ટાઈલે રેસ્ક્યુ, ટ્રમ્પે કર્યું કન્ફર્મ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ ખુબ જ ખતરનાક ઓપરેશનને અંજામ આપતા વાયુ સૈનિકોને ઈરાનની જમીનથી સુરક્ષિત રેસ્ક્યુ કર્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ તેની પુષ્ટિ કરતા તેને અમેરિકાના ઈતિહાસનું સૌથી સાહસભર્યું રેસ્ક્યુ મિશન ગણાવ્યું છે.આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકન એરફોર્સનું હ્લ-૧૫ઈ સ્ટ્રાઈક ઈગલ શુક્રવારે ઈરાનના દક્ષિણ વિસ્તારમાં તોડી પડાયું. […]

International

મધ્યપ્રદેશના અનૂપપુરમાં ૪ માળની હોટલ ધરાશાયી, ૧નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા

મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં કોતમા વિસ્તારમાં આવેલી એક ચાર માળની હોટલ અચાનક ધરાશાયી થઈ ગઈ છે. આ ભયાનક દુર્ઘટનામાં હોટલની આખી ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ઘટનામાં કાટમાળ નીચે દટાવાને કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું […]

International

હિમાચલમાં ૨૨ મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, ૪ લોકોના દર્દનાક મોત, ૧૮ને બચાવાયા

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પ્રવાસીઓ માટે રવિવાર અમંગળ સાબિત થઈ છે. બંજર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સોઝા નજીક ૨૨ મુસાફરોને લઈ જતી એક બસ પર્વતીય રસ્તા પરથી કાબુ ગુમાવતા ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ૪ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૮ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.અહેવાલો અનુસાર, પ્રવાસીઓથી ભરેલી આ […]

International

‘હોર્મુઝ નહીં ખુલે તો…‘, યુદ્ધ વચ્ચે ટ્રમ્પે પિત્તો ગુમાવ્યો, ઈરાનને આપી ધમકી

અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે દિવસેને દિવસે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી રહ્યું છે. ઈરાને હાલમાં જ અમેરિકાના ફાઈટર જેટ તોડી પાડ્યા ત્યારે હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પિત્તો ગુમાવ્યો છે. તેમણે ઈરાનને અત્યંત આક્રામક અને અશ્લીલ શબ્દોમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ધમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે મંગળવાર સુધીમાં ઈરાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ‘નો […]