કાસગંજના અમાનપુર વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષીય સત્યવીર છેલ્લા ૧૦ વર્ષથી ભાડાના મકાનમાં રહીને વેલ્ડિંગની દુકાન ચલાવતા હતા. છેલ્લા ચાર દિવસથી તેમની દુકાન બંધ હતી અને શટર પણ ખુલ્યું નહોતું. શનિવારે સાંજે જ્યારે કેટલાક ગ્રાહકો દુકાને આવ્યા અને અંદર ડોકિયું કર્યું, ત્યારે સત્યવીરનો મૃતદેહ ફાંસીએ લટકતો જાેવા મળ્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. […]
National
ઓડિશા હાઈવે પર મોતનું તાંડવ : ટ્રેલરે પોલીસ વાહનના ફુરચા ઉડાડ્યા, ૫ જવાન શહીદ, ૩ ગંભીર
ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક કાળજું કંપાવી દેતી દુર્ઘટના સર્જાઈ છે. ફરજ પર તૈનાત પોલીસ જવાનોની ગાડીને એક પૂરઝડપે આવતા ટ્રેલરે અડફેટે લેતા ૫ જવાનોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ૩ જવાનોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં રવિવારે સવારે રક્ષકો જ માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે. ઝારસુગુડા […]
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરીને આઠ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી
ભારતમાં મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરીને આઠ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, આ આતંકી નેટવર્કના તાર પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ૈંજીૈં અને બાંગ્લાદેશ સ્થિત કટ્ટરપંથી સંગઠનો સાથે જાેડાયેલા છે. સુરક્ષા એજન્સીઓએ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં સંયુક્ત ઓપરેશન ચલાવીને આ સફળતા મેળવી છે.પોલીસના […]
પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર છાંટી આગ ચાંપી દીધી..‘, ગુરુગ્રામમાં દુષ્કર્મ પીડિતાની આપવીતી
ગુરુગ્રામમાં એક યુવક ત્રિપુરાની રહેવાસી પોતાની ગર્લફ્રેન્ડના ચરિત્ર પર શંકા કરતો હતો, જેના કારણે તે અવારનવાર તેની સાથે મારપીટ કરતો હતો. પરંતુ ગત દિવસોમાં તેણે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી અને યુવતીને એટલી હદે મારી કે તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. હવે આ સમગ્ર મામલે ૧૯ વર્ષીય […]
AI સમિટમાં પ્રદર્શન નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત : પોલીસનો દાવો
દિલ્હીમાં ભારત મંડપમમાં AI સમિટમાં હંગામો કરનાર કોંગ્રેસના ચારેય કાર્યકર્તાઓને આજે પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. પોલીસે કહ્યું કે પ્રદર્શન કરનારા નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત હતા. આ પ્રદર્શન એક મોટા ષડયંત્રનો ભાગ હતો. હંગામા દરમિયાન ઘણા ગ્લોબલ લીડર્સ અને ટેક ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો ત્યાં હાજર હતા. પોલીસે કહ્યું કે અમારે તપાસ કરવાની છે કે આરોપીઓએ PM […]
મહારાષ્ટ્રના નેતા શરદ પવારની તબિયત ફરી લથડી, પૂણેની હોસ્પિટલમાં દાખલ કરાયા
કેટલાક દિવસોથી ખાંસી અને ગળામાં ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા હતા ૮૫ વર્ષીય શરદ પવાર છેલ્લા શનિવારે જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેઓ ઘરે આરામ કરી રહ્યા હતા, પરંતુ રવિવારે સવારે તેમને ભારે અશક્તિ અને ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ જણાતા ડૉક્ટરોની સલાહ મુજબ ફરીથી દાખલ કરવાનો ર્નિણય લેવાયો હતો. સુપ્રિયા સુલેએ ‘ઠ‘ પર પોસ્ટ કરીને […]
આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જાેડાયા
કોંગ્રેસને મોટો ઝટકો, અસમ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરાએ તમામ અટકળોનો અંત આણીને ભાજપનો હાથ પકડી લીધો છે. અસમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ સૈકિયા અને ભાજપના સાંસદ બૈજયંત પાન્ડાની હાજરીમાં તેમણે ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. એક દિવસ પહેલા જ બોરાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બોરાએ અસમના મુખ્યમંત્રી હિમંત વિશ્વ શર્મા, […]
ગુજરાત સહિત ૯ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું SIR ફાઈનલ લિસ્ટ જાહેર, ૧.૭૦ કરોડ મતદારોના નામ ‘ડિલીટ‘
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ ફાઈનલ વોટર લિસ્ટ જાહેર થયા બાદ ૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧.૭૦ કરોડથી વધુ નામો મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, ગોવા અને કેરળ સહિતના રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા શનિવારે શેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગત ૨૭ ઓક્ટોબરથી આ […]
આઈસીસી ચેરમેન જય શાહ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ સુપર 8 મેચમાં હાજર રહ્યા હતા
પિચાઈ મેચ પૂર્વેની કાર્યવાહી દરમિયાન મેદાન પર પણ હાજર રહ્યા હતા. ગૂગલની ફ્લેગશિપ સ્માર્ટફોન બ્રાન્ડ ગૂગલ પિક્સલ આ ટુર્નામેન્ટની અધિકૃત પાર્ટનર છે, જે વૈશ્વિક ટેક્નોલોજી લીડર્સ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વચ્ચેના સહયોગને વધુ ઉજાગર કરે છે.
ગાંધીનગરના સ્પેશિયલ હોમમાંથી બાળક ગુમ
ગાંધીનગરના સેક્ટર-૨૮માં આવેલી સમર્પણ મૂકબધિર શિશુ વિદ્યામંદિરમાંથી એક ૧૩ વર્ષીય મૂકબધિર બાળક રહસ્યમય સંજાેગોમાં ગુમ થતા ચકચાર મચી ગઈ છે. અગાઉ પોલીસને બિનવારસી હાલતમાં મળી આવેલો આ બાળક સંસ્થાના વાલીપણામાંથી કોઈને કહ્યા વગર રાત્રિના સમયે નીકળી જતા સેક્ટર-૨૧ પોલીસે બાળકના અપહરણનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેના સંસ્થાના ગૃહપતિ હિતેશભાઈ નિનામાએ નોંધાવેલી […]










