બોલિવુડની મસ્તાની દીપિકા પાદુકોણ પોતાની એક્ટિંગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રોફેશનલ લાઈફની સાથે સાથે દીપિકા પાદુકોણની પર્સનલ લાઈફ પણ દેશમાં ખૂબ ચર્ચિત રહી છે. અત્યારે દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથે ખૂબ ખુશ છે પરંતુ એક ઈન્ટરવ્યુંમાં દીપિકાએ મોટો ખુલાસો કર્યો છે. દીપિકા પાદુકોણે પોતાના જૂના સંબંધ વિશે મોટી કબૂલાત કરી છે. દીપિકાએ પહેલીવાર પોતાના દિલનું દર્દ વર્ણવ્યું છે.
- દીપિકાએ એક મેગેઝીનમાં કર્યો મોટો ખુલાસો
- બે-બે વખત બોયફ્રેન્ડને રંગેહાથ ઝડપી પાડ્યો હતો
- જોકે દીપિકાએ કોઈનું નામ લીધું નહીં
દીપિકાએ આ ઈન્ટરવ્યુંમાં દીપિકા પાદુકોણે કહ્યું કે મારા માટે સેક્સનો અર્થ માત્ર ફિઝીકલ અટેચમેન્ટ નથી, તેની સાથે ઘણી બધી ભાવનાઓ અને લાગણીઓ જોડાયેલી હોય છે. દીપિકાએ કહ્યું કે મેં કયારેય કોઈને દગો નથી આપ્યો અને કોઈ વાત છૂપાઈ પણ નથી પરંતુ જો કોઈ મને દગો આપે તો હું તેની સાથે સંબંધો કેમ રાખું? દગો આપનારા લોકો સાથે રહેવા કરતા સિંગલ રહેવું સારું.’ જોકે દીપિકાએ તેમાં કોઈનું નામ લીધું નથી.
દીપિકાએ નામ લીધા વિના કહ્યું કે તે સમયે હું બેવકૂફ હતી કે મેં તેને બીજો મોકો આપ્યો. મેં તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તેણે કાકલુદી કરીને મારી પાસે માફીની ભીખ માંગી અને મેં તેને માફ પણ કરી દીધો. તે વખતે મને આ બધાથી બહાર આવતા ખૂબ લાંબો સમય લાગ્યો.
અભિનેત્રી દીપિકા પાદુકોણનાં આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં દીપિકા વિશે ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભલે દીપિકાએ કોઈનું નામ લીધું ન હોય ઘણા લોકો દીપિકાનાં આ નિવેદનને રણબીર કપૂર સાથે જોડીને જોઈ રહ્યા છે.
દીપિકાનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તે પતિ રણવીર સિંહ સાથે ક્રિકેટ પર આધારિત ફિલ્મ 83માં કપિલદેવની પત્નીની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મ 10મી એપ્રિલે રીલીઝ થશે.
Source: VTV News Gujarati (For Development Purpose)