અંજાર તાલુકા અને શહેરી વિસ્તાર માં સસ્તા અનાજ ની દુકાનો માં જે અનાજ વિતરણ કરવા માં આવી રહ્યું છે એ અનાજ ની ગુણવત્તા બહુજ ખરાબ છે.. જેમાં ઘઉંમાં કચરો અને કાંકરા છે ચણા દાળ સડેલ અને જામી ગયેલ છે. મીઠા ની ક્વોલિટી પણ બૌ નબળી છે. ખાંડ પલળેલી છે અને જામી ગયેલ છે ગઠ્ઠા થઈ ગયેલ છે તો આપ સાહેબ શ્રી ને વિનંતી કે તમામ જગ્યા એ ચેક કરી યોગ્ય અને ગુણવત્તા યુક્ત અનાજ નો પુરવઠો દુકાનદારો ને આપવામાં આવે..
આવું અનાજ ઢોર પણ ખાઈ શકે એમ નથી આ અનાજ મજબૂરી માં ગરીબ પરિવારો ખાશે તો બીમારીઓ અને અનેક રોગો ના ભોગ બનશે તો આપ સાહેબ શ્રી યોગ્ય તપાસ કરી અને આ બાબતે યોગ્ય નિર્ણય લઈ યોગ્ય વ્યવસ્થા કરાવો એવી મારી માંગણી છે.
જો અમારી માંગણી ને ધ્યાન માં લેવામાં નહિ આવે તો અંજાર શહેર અને તાલુકા કોંગ્રેસ અને જિલ્લા ના આગેવાનો સાથે મળી જનતા ને સાથે રાખી અમારે ગાંધીચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે..
અકબરશા.જે.શેખ
વિરોધ પક્ષના નેતા શ્રી અંજાર નગર પાલિકા, કાઉન્સિલર શ્રી વોર્ડ નંબર 8, અંજાર નગરપાલિકા
રિપોર્ટર સૈયદ રજાકશા ટોડીયા કચ્છ